સાયરસ મિસ્ત્રીને માથા અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bhavesh Bhatti

Updated on: Sep 05, 2022 | 12:32 PM

કારમાં કુલ ચાર લોકો સવાર હતા. મિસ્ત્રી (Cyrus Mistry) સિવાય મુંબઈના પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલે અને તેમના પતિ ડેરિયસ પંડોલે અને ડેરિયસનો ભાઈ જહાંગીર પંડોલે કારમાં હતા.

સાયરસ મિસ્ત્રીને માથા અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
Cyrus Mistry Car Accident ( file photo)

ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) રવિવારે એક માર્ગ અકસ્માતમાં (Road Accident) મૃત્યુ થયું હતું. તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં પગ અને માથામાં ગંભીર ઈજાઓ હોવાની પુષ્ટિ થઈ છે. શરીરના અન્ય ભાગો પર પણ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીરનું મોત માથામાં ઈજાના કારણે થયું હતું. રવિવારે તેમની કાર પાલઘર પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી. જે બાદ તેનું મોત નીપજ્યું હતું. તે અમદાવાદથી મુંબઈ આવી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત થયો હતો.

ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી (54)નું રવિવારે બપોરે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. પાલઘર પાસે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં કુલ ચાર લોકો સવાર હતા. મિસ્ત્રી સિવાય મુંબઈના પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલે અને તેમના પતિ ડેરિયસ પંડોલે અને ડેરિયસનો ભાઈ જહાંગીર પંડોલે કારમાં હતા. સાયરસ મિસ્ત્રીની કાર અનાહિતા પંડોલે ચલાવી રહી હતી. અકસ્માત સમયે તે મર્સિડીઝ કારમાં બેઠા હતા. અકસ્માત બાદ કંપનીઓના દાવા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. મર્સિડીઝ જેવી કારમાં પણ તેમનો જીવ બચી શક્યો ન હતો જ્યારે કારને ખૂબ નુકસાન થયું હતું.

કાર ખૂબ જ ઝડપે આગળ વધી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કારે 9 મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું. પાલઘર જિલ્લાના પોલીસ અધિક્ષક બાલાસાહેબ પાટીલે જણાવ્યું કે, અકસ્માત બપોરે 3.15 કલાકે થયો હતો. મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. આ અકસ્માત સૂર્યા નદી પરના પુલ પર થયો હતો. મુંબઈના જાણીતા ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે (55) અને તેમના પતિ ડેરિયસ પંડોલે (60) માર્ગ અકસ્માતમાં બચી ગયા હતા, જ્યારે મિસ્ત્રી (54) અને ડેરિયસના ભાઈ જહાંગીર પંડોલે મૃત્યુ પામ્યા હતા.

સાયરસ મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ થયો હતો

સાયરસ મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાં થયું હતું. તેણે ઈમ્પિરિયલ કોલેજ લંડનમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તેમણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ડિગ્રી (મેનેજમેન્ટ) મેળવી છે અને તેઓ સિવિલ એન્જિનિયર્સની સંસ્થાના ફેલો છે.

સાયરસ મિસ્ત્રી એક શક્તિશાળી ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રી અને પેટ્સી પેરીન ડુબાશના સૌથી નાના પુત્ર હતા. મિસ્ત્રીએ જાણીતા વકીલ ઈકબાલ ચાગલાની પુત્રી અને જાણીતા ન્યાયશાસ્ત્રી એમસી ચાગલાની પૌત્રી રોહિકા ચાગલા સાથે લગ્ન કર્યા છે. મિસ્ત્રી આઇરિશ નાગરિક છે અને ભારતના કાયમી નિવાસી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati