Cyclone Tauktae: TV9gujarati.com પર જાતે ચેક કરો Cyclone નું લાઇવ વિન્ડ ડિરેક્શન

TV9gujarati.com Cyclone Tauktae પર બારીકાઇથી નજર રાખી રહ્યું છે. તેમજ વાવાઝોડા અંગેની દરેક માહિતી પળે પળ અપડેટ કરી રહ્યું છે. તેમજ તમે પણ આ માહિતી અને લાઈવ વિન્ડ ડિરેક્શન અમારી સાથે Windy.com ના લાઇવ ડિરેક્શનથી જોઇ શકો છો.

Cyclone Tauktae: TV9gujarati.com પર જાતે ચેક કરો Cyclone નું લાઇવ વિન્ડ ડિરેક્શન
Windy Screenshot ( File Photo )
Follow Us:
| Updated on: May 15, 2021 | 4:44 PM

Cyclone Tauktae વાવાઝોડું ધીરે ધીરે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. તેમજ વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યના દરિયાકાંઠે અને તેના આસપાસના પ્રભાવિત વિસ્તારમાં લોકોની ચિંતા વધી રહી છે. તેવા સમયે TV9gujarati.com આ સમગ્ર ઘટનાક્રમ પર બારીકાઇથી નજર રાખી રહ્યું છે. તેમજ વાવાઝોડા અંગેની દરેક માહિતી પળે પળ અપડેટ કરી રહ્યું છે. તેમજ તમે પણ આ માહિતી અને લાઈવ વિન્ડ ડિરેક્શન અમારી સાથે Windy.com ના લાઇવ વિન્ડ  ડિરેક્શનથી જોઇ શકો છો. તેમજ તમે જાતે પણ આ Cyclone Tauktae  ની ગતિ દિશા અને લોકેશન જાણી શકો છો.

Windy.com નો કેવી રીતે ઉપયોગ કરશો

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

જેમાં તમે Windy.com પર વચ્ચે કિલક કરશો તો નીચે  પ્લે બટન જોવા મળશે તેની પર ક્લિક કરવાથી  અને તમને વાવાઝોડાની ગતિ અને દિશા જોવા મળશે જ્યારે તમે Windy.com પર જમણી બાજુ ઉપર (+ ) નિશાની પર ક્લિક કરશો તો તમને તે નજીકના લોકેશન દેખાડશે જ્યારે તમે Windy.com પર જમણી બાજુ ઉપર( -) નિશાની પર ક્લિક કરશો તમને ઓરિજિનલ અથવા દૂર લોકેશન જોવા મળશે.

18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના 

ગુજરાત પર અરબી સમુદ્રમાં સક્રિય થયેલાCyclone Tauktae નું સંકટ તોળાઈ રહ્યું છે.. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 920 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે.

વોવઝોડાનાં પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વાવાઝોડાની અસરથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 15 અને 16 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે. 15 અને 16 મેએ લક્ષદ્વીપ ટાપુ, કેરળ, તામિલનાડુ, કર્ણાટક, ગોવામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાતમાં આ વાવાઝોડાની અસરથી 17, 18 અને 19 મેના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાની આગાહી પગલે તેમજ અરબી સમુદ્રમાં ઉઠેલા લો પ્રેશરના કારણે બંદરો પર સર્તકતા જોવા મળી રહી છે. આ સાથે જ વિવિધ બંદરો પર વિવિધ બંદરો પર સિગ્નલ લગાડવામાં આવ્યા છે. તો બીજી તરફ તૌક્તે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

NDRFની 2 ટીમ અમરેલી, 1 ટીમ ભાવનગર, 2 ટીમ ગીર સોમનાથ, 2 ટીમ પોરબંદર,2 ટીમ દેવભૂમિ દ્રારકા, 2 ટીમ જામનગર, 2 ટીમ રાજકોટ અને 2 ટીમ કચ્છ પહોંચશે. રાજકોટ એરપોર્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી ટીમ પહોંચશે.

આ પણ વાંચો : Cyclone Tauktae Tracker and Updates: 6 કલાકમાં ગંભીર સ્વરૂપમાં આવી જશે તૌકતે, જુઓ ક્યાંથી આવી રહ્યું છે અને ક્યાં છે હાલમાં વાવાઝોડુ LIVE

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">