Cyclone Tauktae Tracker and Updates: તાઉ-તે 13 કિમિની ઝડપે મકક્મ રીતે ધપી રહ્યું છે આગળ, જુઓ ક્યાં પહોચ્યું છે વાવાઝોડું, ટ્રેક કરો ઘરે બેઠા વાવાઝોડુ LIVE

| Updated on: May 16, 2021 | 7:28 AM

Cyclone Tauktae Tracker and Updates:ગુજરાત પર અરબી સમુદ્રમાં સક્રિય થયેલા તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે.. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે.

Cyclone Tauktae Tracker and Updates: તાઉ-તે 13 કિમિની ઝડપે મકક્મ રીતે ધપી રહ્યું છે આગળ, જુઓ ક્યાં પહોચ્યું છે વાવાઝોડું, ટ્રેક કરો ઘરે બેઠા વાવાઝોડુ LIVE
Cyclone Tauktae Tracker and Updates: તાઉ-તે 13 કિમિની ઝડપે મકક્મ રીતે ધપી રહ્યું છે આગળ, જુઓ ક્યાં પહોચ્યું છે વાવાઝોડું, ટ્રેક કરો ઘરે બેઠા વાવાઝોડુ LIVE

Cyclone Tauktae Tracker and Updates: ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું હાલમાં વેરાવળથી 880 કિલોમીટર દૂર છે અને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ‘તાઉ તે’ વાવાઝોડું થોડા જ કલાકોમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. આ વાવાઝોડું નલિયાથી પોરબંદરની વચ્ચેના ભાગમાં ટકરાય તેવી શક્યતા છે.

17મેએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. ગુજરાતના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

તૌકતે વાવાઝોડાની આગાહી પગલે તેમજ અરબી સમુદ્રમાં ઉઠેલા લો પ્રેશરના કારણે બંદરો પર સર્તકતા જોવા મળી રહી છે. આ સાથે જ વિવિધ બંદરો પર વિવિધ બંદરો પર સિગ્નલ લગાડવામાં આવ્યા છે. તો બીજી તરફ તૌક્તે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

NDRFની 2 ટીમ અમરેલી, 1 ટીમ ભાવનગર, 2 ટીમ ગીર સોમનાથ, 2 ટીમ પોરબંદર,2 ટીમ દેવભૂમિ દ્રારકા, 2 ટીમ જામનગર, 2 ટીમ રાજકોટ અને 2 ટીમ કચ્છ પહોંચશે. રાજકોટ એરપોર્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી ટીમ પહોંચશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 May 2021 07:52 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates:કોરોના દર્દીઓ પર Tauktae ચક્રવાતનું સંકટ, હજારો કોરોના દર્દીઓને અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ

    Cyclone Tauktae Tracker and Updates: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચક્રવાત તાઉતેના સંકટથી બચવા તંત્ર દોડતું થયું છે. હવામન વિભાગની આગાહી મુજબ વાવાઝોડાને કારણે મુંબઈ શહેરમાં આવનારા બે દિવસમાં જોરદાર વરસાદ પડી શકે છે, તેમ જ પવનની ઝડપ પણ તીવ્ર રહેશે. આ પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓને કોઈ સમસ્યા ન થાય એ માટે મુંબઈ મહાનગરપાલિકાએ આઈસીયુ વિભાગમાંથી 400 દર્દીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

  • 15 May 2021 07:49 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: તાઉ-તે 13 કિમિની ઝડપે વધી રહ્યું છે આગળ

    Cyclone Tauktae Tracker and Updates: ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું હાલમાં વેરાવળથી 880 કિલોમીટર દૂર છે અને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ‘તાઉ તે’ વાવાઝોડું થોડા જ કલાકોમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. આ વાવાઝોડું નલિયાથી પોરબંદરની વચ્ચેના ભાગમાં ટકરાય તેવી શક્યતા છે.

  • 15 May 2021 04:11 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: તૌકતે વાવાઝોડાને ઘરે બેસીને પણ કરી શકો છો ટ્રેક

    Cyclone Tauktae Tracker and Updates: વાવાઝોડુ તૌકતે ક્યાં પહોચ્યું એ માટે ઘરે બેસીને પણ તમે ક્લિક કરીને જાણી શકો છો કે વાવાઝોડુ ક્યાં પહોચ્યું. વિડિયો પર ક્લિક કરીને જાણો વાવાઝોડાનું LIVE લોકેશન.

  • 15 May 2021 03:55 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: દહેજ બંદર સહીત ભરૂચ જિલ્લાના 29 ગામ એલર્ટ કરાયા , કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ

    Cyclone Tauktae Tracker and Updates: સંભવિત તૌકતે વાવાઝોડા(Cyclone Tauktae)ને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના દરિયાકાંઠે આવેલા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ૩૫૦ થી વધુ માછીમારોને સમુદ્રમાંથી પરત બોલાવી આગળની સૂચના સુધી સમુદ્ર તરફ ન જવા સૂચના આપવામાં આવી

  • 15 May 2021 03:49 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: તૌકતે વાવાઝોડા સામે તંત્રનું એલર્ટ, શું કરશો અને શું નહી

    Cyclone Tauktae Tracker and Updates:

  • 15 May 2021 03:20 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: દરિયામાં કેવી રીતે આકાર લે છે ચક્રવાતી તોફાન, કેમ મચાવે છે તબાહી

    Cyclone Tauktae Tracker and Updates:

    દરિયાઇ વાવાઝોડા કેવી રીતે ઉદભવે છે

    સામાન્ય રીતે દરિયાના પાણીનું તાપમાન ઓછું હોય છે. તેમજ જ્યારે દરિયાઇ પાણીનું તાપમાન 79 ડિગ્રી ફેરનહિટ એટલે કે 26.1 ડિગ્રી સેલ્સિયસ થી વધે છે ત્યારે દરિયામાં તીવ્ર Cyclone ઉદ્ભવે છે.

    જેમ જેમ દરિયાનું ગરમ પાણી વરાળમાં ફેરવાય છે અને ઉપરના વાતાવરણમાં પહોંચે છે. તે ઠંડી હવા સાથે પ્રતિક્રિયા કરે છે અને તોફાનના રૂપમાં ફેરવાય છે. ઉચ્ચ તાપમાન ઉર્જાના સ્તરમાં વધારા તરફ દોરી જાય છે. જે આખરે પવનની ગતિ વરસાદ અને અન્ય પરિબળોને અસર કરે છે.

    જ્યારે તાપમાનમાં વધારો થાય છે ત્યારે વાતાવરણમાં ભેજ (ભેજ) વધે છે. હવામાં ભેજન વધારે હોવાના લીધે જ્યારે તે નીચા અથવા ઉચ્ચ તાપમાનવાળા વિસ્તારોમાં પહોંચે છે. ત્યારે એક ખૂબ જ શક્તિશાળી સિસ્ટમ બનાવવામાં આવે છે. જેમા વીજળી પડવી, ભારે વરસાદ, કરા અને અતિશય હિમવર્ષાની સ્થિતિનું પણ નિર્માણ થાય

  • 15 May 2021 03:17 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: વાવાઝોડાની સ્થિતિમાં શું કરશો અને શું નહી ?

    Cyclone Tauktae Tracker and Updates: તૌકતે વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા વિવિધ સુચનાઓ આપવામાં આવી છે. આવા સમયમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ખાસ કરીને કામ વગર ઘરની બહાર ન નિકળવા માટે તંત્ર  દ્વારા વાવાઝોડાની સ્થિતિમાં અપીલ કરવામાં આવી છે.

    વાવાઝોડા પહેલાં શું કરવું ? રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો રેડિયો સેટને ચાલુ હાલતમાં રાખો, ચકાસી લો સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો વહીવટી તંત્ર દ્વારા નક્કી કરેલા આશ્રય સ્થાનો જોઈ લો સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો, મોબાઈલ ચાર્જ કરી રાખો

  • 15 May 2021 03:10 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: NDRFની ટીમોએ સંભાળી લીધો મોરચો

    Cyclone Tauktae Tracker and Updates: ગુજરાતમાં વાવાઝોડાની ઉભી થયેલી પરિસ્થિતિ સામે NDRFની ટીમ વિવિધ વિસ્તારમાં પહોતી રહી છે

    NDRF સજ્જ  2 ટીમ અમરેલી, 1 ટીમ ભાવનગર 2 ટીમ ગીર સોમનાથ, 2 ટીમ પોરબંદર 2 ટીમ દેવભૂમિદ્વારકા, 2 ટીમ જામનગર 2 ટીમ રાજકોટ, 2 ટીમ કચ્છ

  • 15 May 2021 03:08 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: ગુજરાતનાં દરિયાકાંઠે ક્યાં ક્યાં લાગ્યા સિગ્નલ?

    Cyclone Tauktae Tracker and Updates:

    ક્યા કયા નંબરનું સિગ્નલ  સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયાકાંઠા પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું જામનગર બેડી, નવાબંદર, રોઝી, સિક્કા બંદર પર 2 નંબરનું સિગ્નલ દેવભૂમિદ્વારકાના ઓખા, લાંબા, સલાયા બંદર પર બે નંબરનું સિગ્નલ પોરબંદરના દરિયાકાંઠે બે નંબરનું સિગ્નલ લગાવાયું વેરાવળ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

  • 15 May 2021 03:05 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: નવસારી પ્રશાસન તૌકતેને લઈ હરકતમાં

    Cyclone Tauktae Tracker and Updates:

    નવસારીમાં કેવી છે સ્થિતિ?  નવસારી જિલ્લા તંત્ર તૌકતે વાવાઝોડાની શક્યતાને પગલે એલર્ટ જિલ્લાના દરિયા કાંઠાના 16 ગામોને એલર્ટ કરાયા જલાલપોર તાલુકાના 14 અને ગણદેવી તાલુકાના 2 ગામોને એલર્ટ કરાયા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવાઈ તમામ ગામોના તલાટીઓને ગામ ન છોડવાની સૂચના

  • 15 May 2021 03:04 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: તૌકતને લઈ પોરબંદરમાં કેવી તૈયારીઓ?

    Cyclone Tauktae Tracker and Updates:

    તૌકતે વાવાઝોડાને પગલે છાયા નગરપાલિકા એલર્ટ સંભવિત વાવાઝોડાને લઈ પાલિકાની આગોતરી તૈયારી નીચાણવાળા વિસ્તારના સ્થાનિકોનુ સ્થળાંતર કરાશે શહેરની 17 સ્કૂલોમાં સુરક્ષિત ખસેડાશે લોકોને સ્થળાંતર માટે પાલિકાની 17 ટીમો લાગી કામે પાલિકાના તમામ વાહનો માકફતે આજે સ્થળાંતરની કામગીરી હાથ ધરાશે 17 સ્કૂલોમાં અંદાજે 1500થી વધુ લોકોની સ્થળાંતર કરવામાં આવશે પોરબંદર જિલ્લાના તમામ સરકારી વિભાગના કર્મચારીઓ અધિકારીઓની રજાઓ રદ આજે સાંજ સુધીમાં N.D.R.F ની બે ટીમો પોરબંદર પહોંચશે તમામ અધિકારીઓ કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા સૂચના માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના

  • 15 May 2021 03:02 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ

    Cyclone Tauktae Tracker and Updates: તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ થયું છે. દરેક તાલુકામાં કલાસ-1 અધિકારીશ્રીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ, આશ્રયસ્થાનો, નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર, વીજ પુરવઠો, દવાઓ, બચાવ અને રાહત કામગીરી સહિતના મુદ્દે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં તૌકતે સાયકલોનને કારણે કોઈ જાન માલની નુકસાની ન થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્રારા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી

  • 15 May 2021 03:00 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: તૌકતે વાવાઝોડાની આગાહી પગલે તેમજ અરબી સમુદ્રમાં ઉઠેલા લો પ્રેશરના કારણે બંદરો પર સર્તકતા

    Cyclone Tauktae Tracker and Updates: તૌકતે વાવાઝોડાની આગાહી પગલે તેમજ અરબી સમુદ્રમાં ઉઠેલા લો પ્રેશરના કારણે બંદરો પર સર્તકતા જોવા મળી રહી છે. આ સાથે જ વિવિધ બંદરો પર વિવિધ બંદરો પર સિગ્નલ લગાડવામાં આવ્યા છે. તો બીજી તરફ તૌક્તે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

    હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આગામી 24 કલાકમાં તેનું સ્વરૂપ વિકરાળ થશે. આ વાવાઝોડું 18 મેની સવાર સુધીમાં ગુજરાત પહોંચશે. જ્યાં ભારે વિનાશની સંભાવના છે. એનડીઆરએફે અરબ સાગરમાં બનેલા ચક્રવાત ‘તૌકતે’ સામે જીત મેળવવા માટે 53 ટીમો તૈનાત કરવાની તૈયારી કરી લીધી

  • 15 May 2021 02:59 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: સુરતમાં વાતાવરણમાં આવ્યો પલટો, વરસાદ સાથે 28 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી

    Cyclone Tauktae Tracker and Updates:  ચક્રવાતને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આગામી તારીખ 16 થી 18 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ ત્રણ દિવસોમાં 11 થી 28 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

    જિલ્લા કલેક્ટર  દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. શેરડી, ઉનાળુ ડાંગર, મગ સાથે કેરીને નુકશાન થવાની સંભાવના છે. જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વાતાવરણમાં આવેલા પલટાને લીધે સુરતનું આજે તાપમાન ઓછું નોંધાયું હતું. મહત્તમ તાપમાન 35 ડીગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડીગ્રી નોંધાયું

  • 15 May 2021 02:57 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: હવે વાવાઝોડું ગુજરાતમાં નહીં ટકરાય, ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે કરી આગાહી

    Cyclone Tauktae Tracker and Updates:ભારતીય હવામાન વિભાગે 17-18મી મેના રોજ વાવાઝોડું ગુજરાતમાં ટકરાય એવી આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીથી વિપરિત આગાહી ખાનગી હવામાન સંસ્થાએ કરી છે. જેમાં કહેવાયું છે કે ‘તૌકતે’ વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે, હવે વાવાઝોડું ગુજરાતમાં નહિ ટકરાય, કેરળ દરિયાકાંઠા તરફ વળવાનાં એંધાણ પણ સ્કાયમેટે આપ્યા

  • 15 May 2021 02:47 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: PM MODI કરશે આજે બેઠક, NDRF અધિકારીઓ પણ થશે સામેલ

    Cyclone Tauktae Tracker and Updates: સાયક્લોન તૌકતે સામે તૈયારીઓની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન મોદીએ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું છે. સરકાર અને NDRFનાં અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે.

  • 15 May 2021 02:36 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates:

    Cyclone Tauktae Tracker and Updates: તૌકતે સામે સજ્જ મુંબઈનાં તંત્ર દ્વારા સમુદ્દ કિનારા પર 100 જેટલા લાઈફગાર્ડને ખડકી દેવામાં આવ્યા છે. બાંદરા વર્લી સી લિંક બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

  • 15 May 2021 02:33 PM (IST)

    Cyclone Tauktae Tracker and Updates: IMD કહે છે કે આવનારા 6 કલાકમાં ગંભીર ચક્રવાતમાં બદલાઈ જશે તૌકતે

    Cyclone Tauktae Tracker and Updates: આઈએમડીનું કહેવું છે કે આવનારા 6 કલાકમાં તૌકતે એક ગંભીર સાયક્લોનમાં ફેરવાઈ જશે અને 12 કલાક પછી તે અતિગંભીર સાયક્લોનમાં ફેરવાઈ જશે.

Published On - May 15,2021 7:52 PM

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">