Crime : 28 પ્રાદેશિક ફિલ્મોમાં અને સેનામાં ફરજ બજાવી ચૂકેલો હત્યાનો આરોપી 30 વર્ષ પછી પકડાયો
STF અનુસાર, ઓમપ્રકાશ ઉર્ફે પાસા 1992માં ભિવાની વિસ્તારમાં તેના મિત્રની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન તે ટ્રક ડ્રાઈવર તરીકે પણ કામ કરી ચુક્યો હતો.
ઘણી ફિલ્મોમાં તમે ડાયલોગ(Dialogue ) સાંભળ્યો હશે કે કાનૂન કે હાથ લંબે હોતે હૈ. વાસ્તવમાં આ ડાયલોગ હાલ યુપીના ગાઝિયાબાદમાં(Gaziabad ) સાચો પડ્યો છે. જ્યાં પોલીસે (Police )છેલ્લા 30 વર્ષથી ભાગતા ફરતા આરોપીની ફિલ્મી કહાનીની જેમ જ ધરપકડ કરી લીધી છે. ગુરુગ્રામ STFએ 30 વર્ષ બાદ યુપીના ગાઝિયાબાદમાંથી હત્યાના આરોપીની ધરપકડ કરી છે. જેને વર્ષ 1992માં લૂંટ દરમિયાન ભિવાનીમાં પોતાના જ પાર્ટનરની હત્યા કરી નાખી હતી. પોલીસે તેના પર 25,000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
આરોપીએ 28 પ્રાદેશિક ફિલ્મોમાં કર્યું છે કામ અને સેનામાં પણ બજાવી છે ફરજ :
નવાઈની વાત તો એ છે કે આ આરોપીએ ઉત્તર પ્રદેશની 28 પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં તેઓ ભારતીય સેનામાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ આરોપીની સામે સામે ચોરી અને લૂંટના 6થી વધુ કેસ નોંધાયેલા છે.
1992માં મિત્રની હત્યા કરી થઇ ગયો હતો ફરાર :
STF અનુસાર, ઓમપ્રકાશ ઉર્ફે પાસા 1992માં ભિવાની વિસ્તારમાં તેના મિત્રની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન તે ટ્રક ડ્રાઈવર તરીકે પણ કામ કરી ચુક્યો હતો. આ પછી, તેણે પોતાનું નામ બદલ્યું અને એક પછી એક 28 ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો ભજવ્યા. તેની સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. 1988માં તેમને અનુશાસનહીનતાના આરોપમાં સેનામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
રહ્યો છે ગુનાહિત ઇતિહાસ :
1986માં ઓમપ્રકાશ વિરુદ્ધ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં તે ફરાર હતો. 1990માં પાનીપતમાં એક બાઇકની ચોરી થઈ હતી. પાણીપતમાં જ મશીનની ચોરી પણ કરી હતી. તેણે ખારઘોડા વિસ્તારમાં સ્કૂટર ચોર્યું અને પછી 15 જાન્યુઆરી 1992ના રોજ ભિવાનીમાં લૂંટ દરમિયાન પોતાના જ ભાગીદારની હત્યા કરીને ભાગી ગયો. તેની સામે રાજસ્થાનમાં પણ બે ગુના નોંધાયેલા છે.
આમ છેલ્લા 30 વર્ષથી ભાગતા ફરતા આ આરોપીને પકડવો પોલીસ માટે ફિલ્મી કહાનીથી કમ નથી. જોકે હાલ પોલીસે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.