કોરોના વેક્સીન Covovax ને WHO એ આપી ઈમરજન્સી ઉપયોગની મંજુરી, SII ના સીઈઓ અદાર પૂનાવાલાએ આપી જાણકારી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ઇમરજન્સી ઉપયોગ માટે કોરોના રસી કોવોવેક્સને મંજૂરી આપી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ આ અંગે માહિતી આપી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization – WHO) એ ઇમરજન્સી ઉપયોગ માટે કોરોના રસી કોવોવેક્સને મંજૂરી આપી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ (Adar Poonawalla) આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ઉત્તમ સલામતી અને અસરકારકતા દર્શાવતી કોરોના રસી કોવોવેક્સ (Covovax) ને WHO દ્વારા ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.આ સફળતા પર ખુશી વ્યક્ત કરતા અદાર પૂનાવાલાએ WHOનો આભાર માન્યો છે. તેમણે કહ્યું, “આ અત્યારસુધી કોવિડ-19 વિરુદ્ધ અમારી લડાઈમાં એક સીમાચિહ્નરૂપ છે. કોવોવેક્સને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.”
COVID19 vaccine Covovax is now WHO approved for emergency use, showing excellent safety and efficacy, says Adar Poonawalla, CEO, Serum Institute of India pic.twitter.com/r5rvn9n8K0
— ANI (@ANI) December 17, 2021
નોવોવેક્સ-એસઆઈઆઈ ની કોવોવેક્સને તાજેતરમાં ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે. આ પછી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને WHO તરફથી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળ્યા બાદ વધુ એક મોટી સફળતા મળી છે. આ પહેલાં, કેન્દ્ર સરકારે કોવિડ-19 રસી ‘કોવોવેક્સ’ના 5 કરોડ ડોઝની નિકાસની મંજૂરી આપી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટને ઇન્ડોનેશિયામાં કોવોવેક્સના 50 મિલિયન ડોઝની સમકક્ષ 5 મિલિયન શીશીઓની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
SII એ નિકાસને મંજૂરી આપવા માટે સરકાર પાસે માંગ કરી હતી અને કહ્યું હતું કે જો આ પરવાનગી આપવામાં નહીં આવે તો ડિસેમ્બર 2021 સુધીમાં કોવોવેક્સના એક કરોડ ડોઝનો વ્યય થઈ જશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે આ વર્ષે 21 મેના રોજ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને કોવોવેક્સના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવા માટે અરજી પણ આપી હતી.
અગાઉ, DCGI એ 12 થી 17 વર્ષની વય જૂથના બાળકો પર કોવોવેક્સ રસીના અજમાયશ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને મંજૂરી આપી હતી. SII પહેલાથી જ 100 બાળકો પર તેની ટ્રાયલ કરી ચૂક્યું છે જેમનો ડેટા DCGIને આપવામાં આવ્યો હતો.
બીજી તરફ, કોવોવેક્સને WHO તરફથી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે દેશમાં કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના 11 રાજ્યોમાંથી ઓમિક્રોનના 101 કેસ નોંધાયા છે, ત્યારબાદ તમામ લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : કોરોના રસી Covovaxને WHOએ આપી ઈમરજન્સી ઉપયોગની મંજુરી, SIIના CEO અદાર પૂનાવાલાએ આપી માહિતી