AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસના ધારાસભ્ય રમેશ કુમારના વિવાદીત નિવેદનની ચારેકોર થઈ રહી છે ટીકા, મહિલા આયોગે પણ કાઢી ઝાટકણી

રમેશ કુમારના નિવેદનની ટીકા કરતા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે પાર્ટીએ આવા લોકોને ટિકિટ ન આપવી જોઈએ અને ન તો જનતાએ આવા લોકોને મત આપવો જોઈએ.

કોંગ્રેસના ધારાસભ્ય રમેશ કુમારના વિવાદીત નિવેદનની ચારેકોર થઈ રહી છે ટીકા,  મહિલા આયોગે પણ કાઢી ઝાટકણી
National Commission for Women President Rekha Sharma criticized the controversial statement of Congress MLA Ramesh Kumar
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 9:00 PM
Share

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય (Karnataka Congress) રમેશ કુમાર (Ramesh Kumar) દ્વારા બળાત્કારને લઈને આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને હોબાળો થયો છે. તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા ઘણા નેતાઓએ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માગ કરી છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પોતે આ અભદ્ર ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો છે. જો કે હજુ પણ આ હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો.

હવે આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માનું નિવેદન સામે આવ્યું છે. રમેશ કુમારના નિવેદનની ટીકા કરતા તેમણે કહ્યું કે પાર્ટીએ આવા લોકોને ટિકિટ ન આપવી જોઈએ અને ન તો જનતાએ આવા લોકોને મત આપવો જોઈએ.

રેખા શર્માએ કહ્યું, “આ એવા લોકો છે જે લોકો માટે વધુ સારા કાયદા બનાવવા માટે છે પરંતુ તેઓ આ અસંવેદનશીલ ટિપ્પણી પર હસી રહ્યા હતા. મને આશ્ચર્ય છે કે તેઓ લોકોના ભલા માટે કેવી રીતે કામ કરશે.” તેણે આગળ કહ્યું, “એક તરફ તેઓ કાયદા બનાવી રહ્યા છે, કાયદાને મજબૂત કરી રહ્યા છે અને બીજી તરફ તેઓ બળાત્કારને પ્રોત્સાહન આપી રહ્યા છે. પાર્ટીએ આવા લોકોને ટિકિટ ન આપવી જોઈએ અને જનતાએ પણ આવા લોકોને મત ન આપવો જોઈએ.”

શું હતું રમેશ કુમારનું નિવેદન?

રમેશ કુમારે મહિલાઓના બળાત્કારને લઈને ખૂબ જ વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે ગુરુવારે વિધાનસભામાં કહ્યું હતું કે, ‘જ્યારે બળાત્કાર થવાનો હોય ત્યારે સૂઈ જાઓ અને મજા કરો’ તેમના આ વિવાદાસ્પદ નિવેદને હોબાળો મચાવ્યો હતો અને ઘણા નેતાઓએ તેની ટીકા કરી હતી.

આ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની હકાલપટ્ટીની માંગ કરતા રમેશ કુમારે કહ્યું હતું કે, ‘મહિલાઓની સુરક્ષાની પ્રતિજ્ઞા લેતી વિધાનસભાની ભૂમિ પર કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલું નિવેદન શરમજનક છે. કોંગ્રેસનું નેતૃત્વ જે ઉત્તર પ્રદેશમાં કહે છે કે હું છોકરી છું  લડી શકું છું તો પહેલા કોંગ્રેસ આ નેતાને પોતાની પાર્ટીમાંથી હાંકી કાઢે.’

તે જ સમયે, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે, “ધારાસભ્ય કુમારે હસીને કહ્યું કે જ્યારે બળાત્કાર થાય છે, ત્યારે વ્યક્તિએ સૂઈ જઈને આનંદ લેવો જોઈએ! આવી લુચ્ચી અને બળાત્કારી વિચારધારા ધરાવતી વ્યક્તિને વિધાનસભામાં બેસવાનો અધિકાર નથી. હું કર્ણાટક સરકારને અપીલ કરું છું કે એફઆઈઆર નોંધીને આ વ્યક્તિની ધરપકડ કરે, તેને વિધાનસભામાંથી કાઢી મૂકે અને VIP સુરક્ષા છીનવી લેવામાં આવે.”

આ પણ વાંચો :  Punjab: અમરિંદર સિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી, સીટની વહેંચણી અંગે પછી નિર્ણય લેવાશે

નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
તોતિંગ ટ્રકે ટક્કર મારી છતાં મોપેડ ચાલક પળમાં ઉભો થઈ ગયો!
તોતિંગ ટ્રકે ટક્કર મારી છતાં મોપેડ ચાલક પળમાં ઉભો થઈ ગયો!
Breaking News: અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજ અંગે સૌથી મોટા સમાચાર
Breaking News: અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજ અંગે સૌથી મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">