Corona vaccine : શું બેકાર થઇ જશે કોરોના વેક્સિનના કરોડો ડોઝ ? બુસ્ટર ડોઝની મંજૂરીથી અટકશે ડોઝની બરબાદી ?

Covid Vaccine Expire: કોરોના વાયરસની બૂસ્ટર ડોઝ લગાવવાની માંગ દેશભરમાં વધી રહી છે. તે પણ એવા સમયે જ્યારે મોટી સંખ્યામાં રસીના લાખો ડોઝ એક્સપાયર થઈ શકે છે.

Corona vaccine : શું બેકાર થઇ જશે કોરોના વેક્સિનના કરોડો ડોઝ ? બુસ્ટર ડોઝની મંજૂરીથી અટકશે ડોઝની બરબાદી ?
Corona vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 1:05 PM

Covid Vaccine Doses Expire: કોરોના વાયરસ (Corona Virus) સામે રસીકરણ ( Vaccination) સમગ્ર દેશમાં ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. દેશમાં 100 કરોડથી વધુ ડોઝ અપાઈ ચુક્યા છે. આ દરમિયાન ફ્રન્ટલાઈન કામદારો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે બૂસ્ટર ડોઝની માંગ પણ વધી રહી છે. જે રસીના બંને ડોઝ પછી ત્રીજા ડોઝ તરીકે આપવામાં આવે છે.

માહિતી અનુસાર, આ માંગ એવા સમયે વધી રહી છે જ્યારે રાજ્યો અને ખાનગી ક્ષેત્રો પાસે મોટા રસી તારીખ સમાપ્ત થવાના આરે છે. જો કે, કેન્દ્ર સરકાર આખા દેશમાં રસી પર નજર રાખી રહી છે જેથી કરીને તે બીજા ડોઝવાળા લોકોને આપી શકાય. અને એક પણ રસીનો ડોઝ ના બગડે.

તાજેતરમાં નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. સુભાષ સાલુંખેએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, સાલુંખે કહે છે કે કોવિન પર એકત્રિત કરવામાં આવેલ ડેટા એ જાણવામાં મદદ કરે છે કે રસીના કેટલા ડોઝ બાકી છે. બીજા ડોઝ કેટલા લોકોએ લેવો પડશે? આ સ્થિતિમાં, કેન્દ્ર સરકારે આ બાબતે ટૂંક સમયમાં સંજ્ઞાન લેવું જોઈએ કારણ કે મોટાભાગના રસીના ડોઝ એક્સપાયરીના આરે છે. આ એવા સમયે કહેવામાં આવ્યું છે જ્યારે BMC જેવી મ્યુનિસિપલ સંસ્થાઓ અને મોટી ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનના ડોઝ પડયા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રસી માત્ર છ મહિના ચાલે છે મોટાભાગની રસીઓ જાન્યુઆરી સુધીમાં સમાપ્ત થઈ શકે છે. કારણ કે તેમના ઉપયોગની સમય મર્યાદા છ મહિના સુધીની છે. આ સિવાય એક સમસ્યા એ પણ છે કે લોકો રસીનો બીજો ડોઝ લેવા માટે અચકાય છે. આરોગ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે 7.17 કરોડ લોકોએ તેમનો બીજો ડોઝ મેળવ્યો નથી.

લગભગ 16 કરોડ બિનઉપયોગી ડોઝ રાજ્યો પાસે બાકી છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં બિન-સરકારી સંસ્થાઓ પાસે પણ રસીના ડોઝ બાકી છે તે જાણ્યું ત્યારથી મુંબઈ સ્થિત એક અગ્રણી કંપની તેની ફાજલ રસીનું દાન કરવા માટે સંઘર્ષ કરી રહી છે.

કંપનીઓ પાસે રસી બાકી છે એક કંપનીના MD જેમણે નામ જાહેર ન કરવાની શરતે કહ્યું, “અમે અમારા કર્મચારીઓનું રસીકરણ પૂર્ણ કરી લીધું છે પરંતુ હજુ પણ અમારી પાસે 300 ડોઝ બાકી છે. જે જાન્યુઆરીમાં સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે ફ્રન્ટલાઈન કામદારો અને સંવેદનશીલ વસ્તી માટે બૂસ્ટર ડોઝની મંજૂરી આપવી જોઈએ. આ પછી જ ત્રીજો ડોઝ અથવા બૂસ્ટર શોટ શરૂ કરવો જોઈએ. જે લોકો રસીનો ઉપયોગ કરી શક્યા નથી. તેઓ તેને કેન્દ્ર અથવા રાજ્ય સરકારને સોંપી શકે છે.

આ પણ વાંચો : Chhattisgarh: સુકમામાં CRPF જવાને પોતાના જ સાથીદારો પર ગોળીબાર કર્યો, 4ના મોત, 3 ઘાયલ

આ પણ વાંચો : Sushant singh rajput case : સુશાંત કેસમાં આવશે નવો વળાંક? તપાસ એજન્સી સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરાયેલા ચેટ-ઈમેલની કરશે તપાસ

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">