દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 53 લોકોના મોત 16 હજાર 299 નવા કેસ નોંધાયા

|

Aug 11, 2022 | 10:54 AM

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,25,076 થઈ ગઈ છે.

દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 53 લોકોના મોત 16 હજાર 299 નવા કેસ નોંધાયા
દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 53 લોકોના મોત 16,299 નવા કેસ નોંધાયા
Image Credit source: PTI

Follow us on

Coronavirus : દેશમાં કોરોના વાયરસ (Corona virus) સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાને કારણે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે સ્વાસ્થ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણ 16,299 નવા કેસ નોંધાયા છે. તેમજ દેશમાં કોરોના(Corona) થી 53 લોકોના મૌત થયા છે.સ્વાસ્થ મંત્રાલયના આંકડા અનુસાર એક દિવસમાં કોવિડ 19ના નવા આંકડા સામે આવતા સંક્રમણની સંખ્યા 4,42,06,996 થઈ છે જ્યારે મૃતકોની સંખ્યા 5,26,879 પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ધટીને 1,25,076 થઈ ગઈ છે.

કોરોના કેસો હજુ પણ યથાવત

ગુજરાતમાં(Gujarat) કોરોના(Corona) કેસો હજુ પણ યથાવત છે. જેમાં 10 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 678 કેસ નોંધાયા છે . જયારે ચાર લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5321એ પહોંચ્યા છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad) 189, વડોદરામાં 61, ગાંધીનગરમાં 41, સુરતમાં 35, વડોદરામાં 33,ગાંધીનગરમાં 28, અમરેલીમાં 26, રાજકોટમાં 26, મોરબીમાં 25, રાજકોટ જિલ્લામાં 24, મહેસાણામાં 23, સુરતમાં 22, કચ્છમાં 17, સાબરકાંઠામાં 17, ભરૂચમાં 15, નવસારીમાં 13, પંચમહાલમાં 10, વલસાડમાં 09, પોરબંદરમાં 08, બનાસકાંઠામાં 07, જામનગરમાં 07, અમદાવાદ જિલ્લામાં 06, ભાવનગરમાં 06, ખેડામાં 06, આણંદમાં 04,જામનગરમાં 04, અરવલ્લીમાં 03, મહિસાગરમાં 03, ભાવનગરમાં 02, ગીર સોમનાથમાં 02, પાટણમાં 02, દાહોદમાં 01, જૂનાગઢમાં 01, સુરેન્દ્રનગરમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે. જયારે કોરોના રિકવરી રેટ 98.71 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 1082 દર્દીઓ સાજા થયા છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

લમ્પીને કારણે અસંખ્ય પશુના મોત

રાજ્યમાં (gujarat) લમ્પી વાયરસ (Lumpy Virus) હાહાકાર મચાવી રહ્યો છે.લમ્પીને કારણે અસંખ્ય પશુ (Cattle) મોતને ભેટી રહ્યાં છે, ત્યારે પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસને નાથવા રાજ્ય સરકાર (Gujarat Govt) કટિબદ્ધ બની છેરાજ્યમાં લમ્પીની સ્થિતિને લઇ પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે માહિતી આપી.તેમણે કહ્યું કે બુધવારે રાજ્યના 12 અસરગ્રસ્ત જિલ્લામાં એક પણ લમ્પીનો નવો કેસ નોંધાયો નથી.તો 15 જિલ્લામાં લમ્પીથી (lumpy virus case) એક પણ પશુનું મોત થયું નથી.સાથે જ રાઘવજી પટેલે દાવો કર્યો કે કેન્દ્ર સરકારે ICARની લમ્પીની રસી લોન્ચ કરી છે.રસી ગુજરાતને મળે તે માટે કેન્દ્રને રજૂઆત કરવામાં આવી છે.

Next Article