દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 54 લોકોના મોત 16,047 નવા કેસ નોંધાયા

Corona Virus: ભારતમાં કોરોના ચેપના સક્રિય કેસ ઘટીને 1,28,261 પર આવી ગયા છે. ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,539 લોકો કોવિડ-19થી સાજા થયા છે.

દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 54 લોકોના મોત 16,047 નવા કેસ નોંધાયા
In 24 hours, 54 people died due to corona virus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 9:51 AM

દેશમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લેતું. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 16,047 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન દેશમાં 54 લોકોના મોત થયા છે. આ સાથે, ભારતમાં કોરોના ચેપના સક્રિય કેસ ઘટીને 1,28,261 પર આવી ગયા છે. ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,539 લોકો કોવિડ-19થી સાજા થયા છે.

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસો હજુ પણ યથાવત છે. જેમાં 08 ઓગસ્ટના રોજ કોરોનાના નવા 661 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 5862એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.67 ટકા થયો છે. કોરોનાથી આજે 692 લોકો સાજા થયા છે. ગઈકાલમાં હિસાબે આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 7 ઓગસ્ટે રાજ્યમાં કોરોના કેસ 768 નોંધાયા હતા. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 201, વડોદરામાં 57, ગાંધીનગરમાં 20, ગાંધીનગરમાં ગ્રામ્યમાં 16, મહેસાણામાં 34,  વડોદરા ગ્રામ્યમાં 25 , સુરતમાં 39, સુરત ગ્રામ્યમાં 31, રાજકોટમાં 46, રાજકોટ ગ્રામ્યમાં 17, ગાંધીનગરમાં 20, ગાંધીનગર ગ્રામ્યમાં 16 અને મોરબીમાં 22 કેસ નોંધાયા છે.

દક્ષિણ ચીનના (china) હૈનાન પ્રાંતમાં કોવિડ-19ના (corona) 259 નવા કેસ નોંધાયા છે. આ પ્રાંતમાં મહામારી સંબંધિત પ્રતિબંધોને કારણે લગભગ 80,000 પ્રવાસીઓ અટવાયા છે. સત્તાવાળાઓએ શનિવારે હેનાનના દરિયાકાંઠાના શહેર સનાયાને કોવિડ-19નું ‘હોટસ્પોટ’ જાહેર કર્યું, જેનો અર્થ છે કે ત્યાં ચેપના વધુ કેસો છે. તેઓએ શહેરમાં લોકડાઉન લાદ્યું, ચીની નાગરિકો અને પ્રવાસીઓને તેમની સંબંધિત હોટલમાં કેદ કરવા દબાણ કર્યું.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

યીવુ શહેરમાં કડક કોવિડ પ્રતિબંધો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરોનાના વધતા કેસોની વચ્ચે ચીનના સેન્ટ્રલ ઝેજિયાંગ પ્રાંતના સત્તાવાળાઓ યીવુ શહેરમાં કોવિડ-19ના કડક નિયંત્રણો લાદી રહ્યા છે અને મોટા પાયે કોરોના ટેસ્ટિંગ કરી રહ્યા છે. કેનેડિયન સ્થિત ન્યૂઝ પોર્ટલ ક્રાઈસિસ 24 અનુસાર, સત્તાવાળાઓએ નાગરિકોને સલાહ આપી છે કે જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી યીવુ શહેર ન છોડો અને અન્ય પ્રદેશોના લોકોને યીવુમાં પ્રવેશવાની મંજૂરી ન આપો. જેઓ યીવુ છોડવા ઈચ્છતા હોય તેઓએ 24 કલાકની અંદર ગ્રીન હેલ્થ કોડ અને નેગેટિવ ન્યુક્લીક એસિડ ટેસ્ટનું પરિણામ દર્શાવવું જોઈએ.

સ્વાઈન ફ્લુના કેસનો પણ રાફડો ફાટી નીક્ળ્યો

અમદાવાદના શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે. ગુજરાતમાં (Gujarat) કોરોના સહિતના અન્ય રોગચાળા વચ્ચે હવે સ્વાઇન ફ્લૂએ પણ ચિંતા વધારી છે. અમદાવાદમાં (Ahmedabad) શહેરમાં સ્વાઇન ફ્લૂના (Swine flu) કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. ખાસ કરીને સ્વાઈન ફ્લૂના વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના દર્દીનો આંકડો વધીને 32ને પાર કરી ગયો છે. અઠવાડિયા પહેલા હજુ માંડ 12 કેસ જ હતા. પરંતુ કોરોનાની સાથે સ્વાઈન ફ્લૂએ ધીમે ધીમે સ્પીડ પકડી છે. સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">