AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 in India : ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, ગઈકાલની સરખામણીમાં એક દિવસમાં 500 થી વધુ નવા કેસ

ભારતમાં ગઈકાલે એક જ દિવસમાં કોવિડ-19ના 1,829 નવા કેસ નોંધાયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે કોવિડના 535 નવા કેસ નોંધાયા છે. નવા કેસોમાં 29.2 ટકાનો ઉછાળો આવ્યો છે.

Covid-19 in India : ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, ગઈકાલની સરખામણીમાં એક દિવસમાં 500 થી વધુ નવા કેસ
Corona case (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 10:52 AM
Share

દેશમાં કોરોના વાયરસના (Coronavirus) કેસમાં આજે ફરી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) 2,364 નવા કેસ નોંધાયા છે, 2,582 દર્દીને રજા આપવામાં આવી છે અને 10 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. હવે દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 4,31,29,563 થઈ ગયા છે. દેશમાં 15,419 સક્રિય કેસ છે અને કુલ મૃત્યુઆંક 5,24,303 પર પહોંચી ગયો છે. લોકોને કોરોનાથી બચાવવા માટે છેલ્લા 24 કલાકમાં 13,71,603 લોકોને રસી આપવામાં આવી છે, આ સાથે ભારતમાં અત્યાર સુધીમાં કુલ રસીકરણની (Vaccination) સંખ્યા 1,91,79,96,905 પર પહોંચી ગઈ છે. ભારતમાં રિકવરી રેટ 98.75 % છે. છેલ્લા 24 કલાકમાં 228 એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

ગઈકાલે કોરોનાના 1,829 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 2,549 લોકોને રજા આપવામાં આવી હતી અને 33 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે 500 થી વધુ નવા કેસ નોંધાયા છે. નવા કેસોમાં 29.2 ટકાનો ઉછાળો આવ્યો છે. ભારતમાં કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. દિલ્લી બીજા નંબર પર છે. કેરળમાં કોરોનાના 324 નવા કેસ નોંધાયા છે અને 2 દર્દીઓના મોત થયા છે. આગલા દિવસે દેશમાં સૌથી વધુ 29 લોકોના મોત થયા હતા. કેરળમાં સૌથી વધુ સકારાત્મકતા દર 3.63 % નોંધવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં, 266 દર્દીઓ સામે આવ્યા છે અને 241 દર્દીઓ સ્વસ્થ થયા. ટેસ્ટિંગની બાબતમાં મહારાષ્ટ્ર નંબર વન રહ્યું. ગઈકાલે અહીં 20,857 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં, અહીં 1,551 સક્રિય કેસ છે. ઉત્તર પ્રદેશમાં 129 કોરોના કેસ નોંધાયા હતા અને 202 દર્દીઓ સ્વસ્થ થયા હતા.

દિલ્લીમાં ચેપનો દર 2.13 ટકા નોંધાયો છે

ગઈકાલે દિલ્લીમાં કોરોનાના 532 કેસ નોંધાયા હતા અને ચેપ દર 2.13 ટકા નોંધાયો હતો. ગઈકાલે દિલ્લીમાં કોરોનાના 24989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને 767 દર્દીઓ સાજા થયા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 13 જાન્યુઆરીએ રોગચાળાના ત્રીજી લહેર દરમિયાન દિલ્લીમાં દૈનિક કેસોની સંખ્યા 28,867ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી. દિલ્લીમાં 14 જાન્યુઆરીએ 30.6 ટકાનો ચેપ દર નોંધાયો હતો, જે રોગચાળાની ત્રીજી તરંગ દરમિયાન સૌથી વધુ હતો અને તે મોટાભાગે કોરોનાવાયરસના અત્યંત ચેપી ઓમિક્રોન વેરિયન્ટને કારણે હતો.

માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ઉત્તર કોરિયા (North Korea) માં પણ કોરોનાનો કહેર બેરોકટોક ચાલુ છે. તાજેતરના ડેટા અનુસાર, એક અઠવાડિયાની અંદર, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20 લાખની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોવિડ-19ના 262,270 થી વધુ નવા કેસ નોંધાયા છે. ઉત્તર કોરિયાના એન્ટિ-વાયરસ મુખ્યાલયે 24 કલાકમાં (બુધવારે સાંજે 6 વાગ્યા સુધી) માત્ર 1 દર્દીના મૃત્યુની જાણ કરી છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">