Covid 19: કોરોનાના ઘટતા કેસને લઈને સરકારનો મહત્વનો નિર્ણય, હવે 85 ટકાની ક્ષમતા સાથે યાત્રીઓને લઈને ઉડાન ભરી શકશે ફ્લાઇટ્સ

|

Sep 19, 2021 | 7:36 AM

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વર્ષ 2020 માં વિમાની ભાડાની ઉપર અને નીચલી મર્યાદા નક્કી કરી હતી. પછી લોકડાઉન દરમિયાન સ્થગિત કર્યા પછી સ્થાનિક ફ્લાઇટ્સ મર્યાદિત રીતે ફરી શરૂ થઈ.

Covid 19: કોરોનાના ઘટતા કેસને લઈને સરકારનો મહત્વનો નિર્ણય, હવે 85 ટકાની ક્ષમતા સાથે યાત્રીઓને લઈને ઉડાન ભરી શકશે ફ્લાઇટ્સ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Covid 19: દેશમાં કોરોના વાયરસની સ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry Of Civil Aviation) શનિવારે જણાવ્યું હતું કે, એરલાઇન કંપનીઓની મુસાફરોની ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરવામાં આવી છે. ગયા વર્ષે મે 2020 માં, સરકારે કોવિડના ફેલાવાના જોખમને ઘટાડવા માટે સ્થાનિક એરલાઇન્સની ક્ષમતામાં 33 ટકાનો ઘટાડો કર્યો હતો. બાદમાં સરકારે ધીમે ધીમે ક્ષમતા વધારીને 45 ટકા કરી અને હવે તે 85 ટકા સુધી પહોંચી ગઈ છે.

મંત્રાલયે શનિવારે તેના 12 ઓગસ્ટના આદેશમાં ફેરફાર કરીને એક નવો આદેશ જારી કર્યો છે, જેમાં કહ્યું છે કે, “72.5 ટકા મુસાફરોની ક્ષમતા 85 ટકા ક્ષમતા તરીકે વાંચવામાં આવશે.” શનિવારના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ આદેશ આગામી આદેશો સુધી અમલમાં રહેશે. સરકારે બે મહિનાના અંતરાલ બાદ ગયા વર્ષે 25 મેના રોજ સુનિશ્ચિત સ્થાનિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી હતી.

મંત્રાલયે એરલાઇન્સને તેમની 33 ટકાથી વધુ સ્થાનિક સેવાઓ ચલાવવાની મંજૂરી આપી ન હતી. ડિસેમ્બર સુધીમાં, તે ધીમે ધીમે વધારીને 80 ટકા કરવામાં આવી હતી. 1 જૂન સુધી આ મર્યાદા 80 ટકા સુધી રહી હતી. મંત્રાલયે કહ્યું હતું કે દેશભરમાં કોવિડ-19 ના કેસોમાં અચાનક વધારો, મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોતા, 1 જૂનથી મહત્તમ મર્યાદા 80 થી 50 ટકા સુધી લાવવાનો 28 મેના રોજ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સ્થાનિક એરલાઈન્સ કંપનીઓને સરકાર તરફથી રાહત મળી
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહિનામાં માત્ર 15 દિવસ માટે જ લાગુ કરીને ફેર બેન્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે અસરકારક રીતે ફ્લાઇટ ટિકિટની કિંમતમાં વધારો કરી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે જો વર્તમાન તારીખ 20 સપ્ટેમ્બર છે, તો ફેર બેન્ડ 4 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.

તેથી જો તમે 20 સપ્ટેમ્બરે 4 ઓક્ટોબરથી આગળની તારીખ માટે ફ્લાઇટ બુક કરી રહ્યા છો, તો ફેર બેન્ડ લાગુ થશે નહીં. તેવી જ રીતે, જો બુકિંગ 21 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે, તો ફેર બેન્ડ ફક્ત 15 દિવસ માટે એટલે કે 5 ઓક્ટોબર સુધી લાગુ થશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વર્ષ 2020 માં વિમાની ભાડાની ઉપર અને નીચલી મર્યાદા નક્કી કરી હતી. પછી લોકડાઉન દરમિયાન સ્થગિત કર્યા પછી સ્થાનિક ફ્લાઇટ્સ મર્યાદિત રીતે ફરી શરૂ થઈ. કવાયતનો ઉદ્દેશ હવાઈ ટ્રાફિકને વેગ આપવાનો હતો, કારણ કે ઉડ્ડયન રોગચાળાને કારણે લોકડાઉનથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાંનું એક હતું. તાજેતરમાં મંત્રાલયે મર્યાદામાં સુધારો કર્યો છે અને ઉપલા અને નીચલા બંને મર્યાદામાં વધારો કર્યો છે.

 

આ પણ વાંચો: Punjab CM: સુનિલ જાખડ બની શકે છે પંજાબના નવા મુખ્યમંત્રી, નવી સરકારમાં બે ડેપ્યુટી સીએમની બની રહી છે ફોર્મ્યુલા

આ પણ વાંચો: ગુજરાતમાં રવિવારે કરાશે ગણેશ વિસર્જન, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં પોલીસ ખડેપગે

Next Article