ભારત બાયૉટેકનો દાવો, કોરોનાના Omicron અને Delta વેરિયન્ટ સામે સક્ષમ Covaxinનો બૂસ્ટર ડોઝ
ભારત બાયોટેકની(Bharat Biotech) કોરોના રસી કોવેક્સિનનો બુસ્ટર ડોઝ (Covaxin Booster Dose) કોવિડના બંને વેરિયન્ટ ઓમીક્રોન અને ડેલ્ટા સામે સુરક્ષા આપે છે તેઓ દાવો કંપનીએ કર્યો.
ભારત બાયોટેકની (Bharat Biotech) કોરોના રસી કોવેક્સિનનો બુસ્ટર ડોઝ (Covaxin Booster Dose) કોવિડના બંને વેરિયન્ટ ઓમીક્રોન (Omicron) અને ડેલ્ટા (B.1.617.2) સામે સુરક્ષા આપે છે તેઓ કંપનીએ live virus neutralization assay પદ્ધતિથી મળેલ પરિણામથી દાવો કર્યો છે. 100% ટેસ્ટ સીરમ સેમ્પલ્સ ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) સામે અને 90%થી વધુ સીરમ સેમ્પલ ઓમિક્રોન વેરિઅન્ટ સામે રક્ષણ દર્શાવે છે. કંપનીનું કહેવું છે કે આ પરિણામો સાબિત કરે છે કે કોવેક્સિન જેવી હૉલ વાયરસ ઈનએક્ટીવેટેડ કોવિડ રસી હંમેશા વિકસતી કોવિડ મહામારી સામે લડવાનો સારો ઉપાય છે.
વિશ્વમાં અગ્રણી વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેકે આજે એમોરી યુનિવર્સિટી દ્વારા કરેલ અભ્યાસના તારણ જાહેર કર્યા. આ અભ્યાસ દર્શાવે છે કે સ્ટડીમાં ભાગ લેનાર લોકો જેમને કોવેક્સિનનો બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો તેમને કોવિડના ઓમિક્રોન અને ડેલ્ટા બંને વેરિયન્ટ સામે રક્ષણ પૂરું પાડ્યું. આ તમામે કોવેક્સિનના બે ડોઝ લીધાના 6 મહિના બાદ બુસ્ટર ડોઝ લગાવ્યો હતો. પહેલા કરેલ અભ્યાસે દર્શાવ્યું હતું કે Variants of Concern આલ્ફા, બીટા, ડેલ્ટા, ઝેટા અને કપ્પા સામે સક્ષમ છે. આ સ્ટડી ટૂંક સમયમાંજ પ્રી-પ્રિન્ટ સર્વર medRXiv માં પ્રકાશિત થશે.
કોવેક્સિનના બુસ્ટર ડોઝ લેનારના સીરમ સેમ્પલ્સ ઓમીક્રોન અને ડેલ્ટા બંને સામે સક્ષમ જોવા મળ્યા. કોવેક્સિનની ન્યૂટ્રલાઇઝેશન પદ્ધતિ mRNA વેક્સિનના બુસ્ટર ડોઝથી મળતા ઓમિક્રોન સામેના પરિણામથી તુલનાત્મક છે. અભ્યાસમાં ભાગ લેનાર 90 ટકા લોકોમાં યોગ્ય એન્ટિબોડી જોવા મળી.
એમોરી વેક્સિન સેન્ટરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર મેહુલ સુથાર(Ph.D.)ના અનુસાર ” સમગ્ર વિશ્વમાં પ્રબળ કોવિડ-19 પ્રકાર તરીકે ઓમિક્રોન જાહેર આરોગ્ય સામે ગંભીર ચિંતા ઉભી કરી છે. આ પ્રારંભિક વિશ્લેષણના ડેટા દર્શાવે છે કે COVAXINનો બૂસ્ટર ડોઝ મેળવનાર વ્યક્તિઓ ઓમિક્રોન અને ડેલ્ટા બંને પ્રકારો માટે નોંધપાત્ર રોગપ્રતિકારક પ્રતિભાવ ધરાવે છે. આ તારણો સૂચવે છે કે બૂસ્ટર ડોઝમાં રોગની તીવ્રતા અને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ઓછી થાય છે.”
ડૉ. ક્રિષ્ના ઈલા, ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે, “અમે સતત COVAXIN માટે ઇનોવેશન અને ઉત્પાદનની સ્થિતિમાં છીએ. ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ્સ સામે સકારાત્મક neutralization પરિણામો, મલ્ટિ-એપિટોપ રસીની અમારી પૂર્વધારણાને પ્રમાણિત કરે છે જે બંને હ્યુમરલ અને સેલ મધ્યસ્થી રોગપ્રતિકારક પ્રતિભાવો ઉત્પન્ન કરે છે. પુખ્ત વયના લોકો અને બાળકો માટે સાર્વત્રિક રસી તરીકે COVAXIN નો ઉપયોગ કરીને COVID-19 સામે વૈશ્વિક રસી વિકસાવવાના અમારા લક્ષ્યો હાંસલ કરવામાં આવ્યા છે.”
“ઓમિક્રોનની વૈશ્વિક અસર આપણને દર્શાવે છે કે COVID-19 સામેની લડાઈ ચાલુ છે અને આ ડેટા પ્રાથમિક અને બૂસ્ટર રસી તરીકે COVAXIN નું મૂલ્ય દર્શાવે છે તે અમને પ્રોત્સાહિત કરે છે,” ડૉ. શંકર મુસુનુરી, ચેરમેન અને Ocugen, Incના CEOએ જણાવ્યું હતું કે,”આ પરિણામો દર્શાવે છે કે કેવી રીતે વ્યાપક-સ્પેક્ટ્રમ રસી જાહેર આરોગ્યના નવા પ્રકારો અને પરિવર્તનોના પડકારોને સંબોધવાની સંભવિત ક્ષમતા ધરાવે છે.”
COVAXIN એવી રીતે બનાવવામાં આવે છે કે તેનો સમાન ડોઝ પુખ્તો અને બાળકોને આપી શકાય. COVAXINએ ઉપયોગમાં લેવા માટે તૈયાર પ્રવાહી રસી છે, જે 12 મહિનાની શેલ્ફ લાઈફ અને મલ્ટિ-ડોઝ શીશીની નીતિ સાથે 2 – 8°C તાપમાને સંગ્રહિત કરાય છે. રસીના સમાન ડોઝનો ઉપયોગ પુખ્ત વયના અને બાળકોમાં બે-ડોઝ પ્રાથમિક રસીકરણ માટે અને બૂસ્ટર ડોઝ રસીકરણ માટે પણ થઈ શકે છે, જે તેને ખરેખર સાર્વત્રિક રસી બનાવે છે.
અભ્યાસ વિશે:
કોવેક્સિનના બુસ્ટર ડોઝની ઓમિક્રોન સામે રક્ષણના અભ્યાસ માટે Ocugenએ એમોરી વેક્સિન સાથે કરાર કર્યો. અભ્યાસમાં ભાગ લેનારના સીરમ સેમ્પલ બુસ્ટર ડોઝ આપ્યાના 28 દિવસ બાદ ભેગા કરવામાં આવ્યા હતા.
COVAXIN (BBV152) વિશે:
કોવેક્સિનને ભારત બાયોટેક દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) – નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) સાથે મળીને વિકસાવવામાં આવી છે.
આ પણ વાંચો : જાગૃતિ ફેલાવવા અનોખી પહેલ : આ શહેરમાં કોવિડના નિયમો સમજાવવા રસ્તા પર ઉતર્યા ખુદ ‘યમરાજ’
આ પણ વાંચો :China : લોખંડના બોક્સમાં લોકોને કરાઇ રહ્યા છે ક્વોરૅન્ટીન, કોરોનાના નામે ચીનનો અત્યાચાર