કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધેલા અથવા કોવિડ નેગેટિવ રિપોર્ટ વાળા ઉમેદવાર જ મતગણના કેન્દ્રની અંદર જઈ શકશે

કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધેલા અથવા કોવિડ નેગેટિવ રિપોર્ટ વાળા ઉમેદવાર જ મતગણના કેન્દ્રની અંદર જઈ શકશે

દેશમાં કોરોના વાઈરસના કારણે મચેલા તાંડવ વચ્ચે ચૂંટણીપંચે એક નિર્ણય લીધો છે. પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે 2 મેના દિવસે મતગણનાના દિવસે કોઈ પણ ઉમેદવાર કોરોના નેગેટિવ રિપોર્ટ વગર મતગણના કેન્દ્રની અંદર નહીં જઈ શકે.

Niyati Trivedi

| Edited By: Kunjan Shukal

Apr 28, 2021 | 9:10 PM

દેશમાં કોરોના વાઈરસના કારણે મચેલા તાંડવ વચ્ચે ચૂંટણીપંચે એક નિર્ણય લીધો છે. પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે 2 મેના દિવસે મતગણનાના દિવસે કોઈ પણ ઉમેદવાર કોરોના નેગેટિવ રિપોર્ટ વગર મતગણના કેન્દ્રની અંદર નહીં જઈ શકે.

ચૂંટણીપંચના નવા નિર્ણય પ્રમાણે જો કોઈ ઉમેદવારને મતગણના કેન્દ્ર અંદર જવા ઈચ્છે છે તો તેણે વેક્સિનના બંને ડોઝ લીધા હોવા જોઈએ અથવા કોરોના નેગેટિવ રિપોર્ટ હોવો જોઈએ. આ રિપોર્ટ 48 કલાકથી જૂનો ન હોવો જોઈએ.આપને જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણી પંચે મંગળવારે વિજય જૂલૂસ પર રોક લગાવી હતી.

ચૂંટણી પંચે મંગળવારે આદેશ આપ્યો કે 2 મેના દિવસે મતગણના દરમિયાન અને પછી વિજય જૂલૂસ કાઢવા પર પ્રતિબંધ રહેશે. નવા આદેશ પ્રમાણે ઉમેદવાર અને તેમના એજન્ટને મતગણના કેન્દ્રમાં જવા માટે નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ દેખાડવો પડશે. આ રિપોર્ટ 48 કલાકથી વધારે મોડો ન હોવી જોઈએ. જો કે જે લોકો કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે, તેમણે રિપોર્ટ દેખાડવાની જરુર નથી.

આ પહેલા સોમવારે મદ્રાસ હાઈકોર્ટે કોરોના કેસમાં વૃદ્ધિ માટે ચૂંટણીપંચને જવાબદાર ઠેરવ્યું હતુ.  કોર્ટે કહ્યું કે કોરોનાના કેસમાં વૃદ્ધિ માટે માત્ર ચૂંટણીપંચ જવાબદાર છે અને તે માટે અધિકારીઓ પર હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ આપને જણાવી દઈએ કે તમિલનાડુ, અસમ, બંગાળ, કેરળ અને પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે 2 મેના દિવસે મતગણતરી થવાની છે.

આ પણ વાંચો: IPL 2021: ટીમ ઈન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ભવિષ્યવાણી શાસ્ત્ર ખોલ્યુ, કહ્યું આ ટીમ IPL ટાઈટલ જીતશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati