Parliament Budget Session 2022: બજેટ સત્ર પહેલા સંસદમાં Corona વિસ્ફોટ, ઉપરાષ્ટ્રપતિ નાયડુ સહિત 875 કર્મચારીઓ સંક્રમિત
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે જ્યારે રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને 8 એપ્રિલે સમાપ્ત થશે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલશે.
વર્ષ 2022-23ના બજેટ (Budget Session 2022) પહેલા સંસદમાં 875 કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. સંસદ સચિવાલયે માહિતી આપી હતી કે 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર પહેલા રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ (M Venkaiah Naidu) તેમજ ગૃહના 875 કર્મચારીઓ કોવિડ-19થી(Covid-19) સંક્રમિત જોવા મળ્યા છે. આ આંકડો મહામારીની ત્રીજી લહેર શરૂ થયા બાદ 20 જાન્યુઆરી સુધી કરવામાં આવેલા ટેસ્ટના છે. સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવાનું છે અને તેનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. સંસદમાં ત્રીજી લહેર (Third Wave) શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 2,847 તપાસ કરવામાં આવી છે અને તેમાંથી 875 લોકોના તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સંસદ સચિવાલયે કહ્યું કે રાજ્યસભા સચિવાલય દ્વારા કુલ પરીક્ષણોમાંથી 915 પરીક્ષણો કરવામાં આવ્યા હતા અને 271 નમૂનાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
રાજ્યસભા અધ્યક્ષ પણ સંક્રમિત
કોવિડ સંબંધિત પ્રોટોકોલને અનુસરીને સત્ર હાથ ધરવામાં આવશે. તેમણે માહિતી આપી કે કોવિડના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એકસાથે ચાલશે કે અલગ-અલગ પાળીમાં, તે નક્કી કરવાનું બાકી છે. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ કોવિડ-19થી સંક્રમિત થયા છે. તેમને બીજી વખત કોવિડ-19નો ચેપ લાગ્યો છે.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ટ્વિટ કર્યું, ‘ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ આજે કોવિડ-19થી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે, તેઓ હાલ હૈદરાબાદમાં છે. તેણે એક અઠવાડિયા માટે આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા અને સેલ્ફ-આઈસોલેટ થવાની સલાહ આપી છે.તે બુધવારે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લે તેવી શક્યતા નથી.
સત્ર 8 એપ્રિલ સુધી ચાલશે
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે જ્યારે રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને 8 એપ્રિલે સમાપ્ત થશે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પછી, એક મહિનાની રજા પછી, સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે.
વર્ષ 2020નું ચોમાસુ સત્ર આ પ્રકારનું પ્રથમ સત્ર હતું, જે સંપૂર્ણપણે કોવિડ પ્રોટોકોલ હેઠળ ચાલ્યું હતું. તે દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી દિવસના અડધા સમય દરમિયાન ચાલતી હતી અને ત્યાર બાદ લોકસભાની કાર્યવાહી ચાલતી હતી. 2021ના બજેટ સત્રના પહેલા ભાગમાં પણ સમાન પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે બજેટ સત્રનો બીજો ભાગ, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર પહેલાની જેમ જ યોજાયું હતું અને બંને ગૃહોની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી.
આ પણ વાંચો:
ગુજરાતમાં ઓમિક્રોનનાના નવા સબ વેરિઅન્ટની એન્ટ્રી, ઓમિક્રોનના સબ વેરિઅન્ટના 41 કેસ નોંધાયા
આ પણ વાંચો: