Coronavirus: કોરોનાની પરિસ્થિતિને લઈ અલગ અલગ રાજ્યોની હાઈકોર્ટે સરકારને શું કહ્યું?

|

May 06, 2021 | 8:37 PM

દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર દરમિયાન કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.  ઓક્સીજન, બેડ્સ, વેન્ટિલેટરની અછત છે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે સુ્પ્રીમ કોર્ટ સહિત અલગ અલગ રાજ્યોની હાઈકોર્ટ પણ સામે આવી છે

Coronavirus: કોરોનાની પરિસ્થિતિને લઈ અલગ અલગ રાજ્યોની હાઈકોર્ટે સરકારને શું કહ્યું?
Coronavirus

Follow us on

Coronavirus: દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર દરમિયાન કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.  ઓક્સીજન, બેડ્સ, વેન્ટિલેટરની અછત છે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે સુ્પ્રીમ કોર્ટ સહિત અલગ અલગ રાજ્યોની હાઈકોર્ટ પણ સામે આવી છે અને જે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી રહી છે તો આવો જાણીએ અલગ-અલગ રાજ્યોની હાઈકોર્ટે જે તે રાજય સરકાર અને કેન્દ્ર સરકારને કોરોનાની પરિસ્થિતિને લઈને શું કહ્યું.

 

દિલ્લી હાઈકોર્ટ 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

તાજેતરની દિલ્લી હાઈકોર્ટની સુનાવણીની વાત કરવામાં આવે તો ઓક્સિજનની અછતને લઈ હાઈકોર્ટે કહ્યું કે ઓક્સિજન સપ્લાય પર હવે કોઈ બહાના કે તર્ક નહી સાંભળવામાં આવે તમારે હવે દિલ્લીને 700 મેટ્રીક ટન ઓક્સીજન સપ્લાય કરવો પડશે. તમારી પાસે આ આદેશને માનવા સિવાય હવે કોઈ વિકલ્પ નથી. આ સિવાય પણ કોરનાની પરિસ્થતિને લઈ દિલ્લી હાઈકોર્ટે દ્વારા અલગ અલગ સુનાવણીમાં કેન્દ્ર અને રાજય સરકારને ફટકાર લગાડવામાં આવી.

 

અલ્હાબાદ હાઈકોર્ટ

ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણના કારણે હાલત ખૂબ જ ખરાબ છે. હૉસ્પટિલમાં ઓક્સિજનની અછતના કારણે અનેક લોકોના જીવ ગયા છે. ચારે તરફ હાહાકારની સ્થિતિ છે. આ વચ્ચે અલહાબાદ હાઈકોર્ટે સરકાર પર ટિપ્પણી કરી અને કહ્યું કે હૉસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ન થવાથી કોરોનાના દર્દીઓના મોત એક અપરાધિક કૃત્ય છે. માત્ર આટલુ જ નહીં કોર્ટે કડક રીતે કહ્યું કે આ એ લોકો દ્વારા કરવામાં આવેલો નરસંહાર છે જેમને ઓક્સિજન સપ્લાયની જવાબદારી સોંપવામાં આવી હતી.

 

મધ્યપ્રદેશ હાઈકોર્ટ

તાજેતરમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટની એક સુનાવણીની વાત કરવામાં આવે તો હાઈકોર્ટે કહ્યું કે અમારી કડક સૂચના હોવા છતાં હાઈકોર્ટે કહ્યું કે અમારી કડક સૂચના હોવા છતાં મધ્યપ્રદેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે. કોર્ટે સરકારને પૂછ્યું કે છેવટે આવા સંજોગોમાં રેમડેસિવિર ઈન્જેક્શન શા માટે આયાત કરવામાં આવતું નથી?

 

ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે તેને તે વાતથી દુ:ખ છે કોરોના મામલે સરકાર તેમની સંપૂર્ણ અવમાનના કરી રહી છે.

 

મદ્રાસ હાઈકોર્ટ  

મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણીની રેલીમાં ભીડ અને કોરોનાની બીજી લહેરને લઈ ચૂંટણીપંચને ફટકાર લગાડતા કહ્યું કોર્ટે કહ્યું કે કોરોનાની બીજી લહેર માટે ‘ચૂંટણી પંચના અધિકારીઓ જવાબદાર છે, તેની સામે હત્યાના આરોપનો કેસ દાખલ થવો જોઈએ. આ સિવાય પણ અનેક રાજ્યોની હાઈકોર્ટ દ્વારા જે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કોરોનાની પરિસ્થિતિને લઈ ઝાટકણી કાઢવામાં આવી.

 

આ પણ વાંચો: Corona: દર્દીઓની સંખ્યા વધતા જામનગર તાલુકાના 102 જેટલા ગામમાં કોવીડ કેર સેન્ટરો કાર્યરત કરાયા

Next Article