AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CoronaVirus : કેજરીવાલ બોલ્યા, ‘દિલ્હીમાં નહીં લાગે Lockdown, પણ જલ્દી વધશે પ્રતિબંધો

અત્યારે Week End Lockdown જેવી પણ કોઈ તૈયારી નથી. અમે એક્સપર્ટસ તેમજ કેન્દ્રની ટિમ સાથે સતત સાંપરાકમાં છીએ

CoronaVirus : કેજરીવાલ બોલ્યા, 'દિલ્હીમાં નહીં લાગે Lockdown, પણ જલ્દી વધશે પ્રતિબંધો
Delhi CM Arvind kejriwal( File Photo)
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 10, 2021 | 5:32 PM
Share

દિલ્હી (Delhi)માં કોરોના (Corona Virus) ના વધતા જતા કેસોને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejrival)  આજે દિલ્હીની લોક નાયક હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાથી વાકેફ થયા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકોને હોસ્પિટલમાં સારી વ્યવસ્થા મળવી જોઈએ, આ અમારો પ્રયાસ છે. મુખ્યમંત્રીએ દિલ્હીમાં લોકડાઉન થવાની સંભાવનાને નકારી કાઢી હતી પરંતુ એમ પણ કહ્યું હતું કે કેટલાક પ્રતિબંધો લાદવાની જરૂર છે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસો અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, કેટલાક દિવસોથી, આખા દેશમાં કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, અને કોરોનાના કેસો પણ દિલ્હીમાં સમાન ગતિએ વધી ગયા છે. એક તરફ આપણે રસીકરણને વધુ તીવ્ર બનાવવાની જરૂર છે અને બીજી બાજુ આપણે સંક્રમણના ફેલાવાને રોકવાની જરૂર છે. ઉપરાંત, હોસ્પિટલ મેનેજમેન્ટને પણ પોતાની વ્યવસ્થામાં વધારો કરવાની જરૂર છે. દિલ્હીમાં કોરોનાની આ ચોથી લહેર આવી છે. છેલ્લી લહેર નવેમ્બરમાં આવી હતી અને તે પછી કેસો એટલા ઓછા થયા કે સિસ્ટમમાં થોડી ઢીલી પડી હતી.

લોકનાયક હોસસ્પિટલની મુલાકાત અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે હું છેલ્લા કેટલાક દિવસોથી સમીક્ષા કરી રહ્યો છું અને આજે LNJPની આખી સિસ્ટમ જોઈ છે. અમે જે નવેંબર્મા જે તૈયારી કરી હતી તેવી જ તૈયારીઓ અત્યારે કરી રહ્યા છે. નવેમ્બરમાં આવેલા કોરોનાના ઉછાળાને દિલ્હીમાં ડોકટરો અને નર્સોએ ખૂબ સારી રીતે સાંભળ્યો હતો.તેવી જ તૈયારી દિલ્હી સરકાર અને તમામ હોસ્પિટલો સથર મળીને કરી રહ્યા છે. આજે LNJPની મુલાકાત લીધી અને જેની પણ જરૂર જણાય તેવી તમામ સલાહો સ્ટાફને આપવામાં આવી છે અને દિલ્હીની જનતાને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પાડવા દઇશું. જો કોઈ બીમાર છે અને તેને હોસ્પિટલની જરૂર જણાશે તો અમે તેને શ્રેષ્ઠ હોસ્પીટલમાં તેની સારામાં સારી  સારવાર માટે વ્યવસ્થા કરી આપશુ.

દિલ્હીમાં રસીકરણ અંગેની તાજેતરની પરિસ્થિતિ વિશે વાત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે મેં રસીકરણ અંગે વડા પ્રધાનને પત્ર પણ લખ્યો છે. દિલ્હીમાં, હું મારી વ્યવસ્થા બનાવી શકું છું, હું દેશના બાકીના ભાગો વિશે વાત કરી શકતો નથી. જો અમને પૂરતી સંખ્યામાં વેક્સિનના ડોઝ આપવામાં આવે, વયમર્યાદા દૂર થઈ જાય, અને રસીકરણ કેન્દ્રોના નિયમને મોટી સંખ્યામાં રસીકરણ કેન્દ્રો ખોલવાની મંજૂરી આપવામાં આવે, તો અમે આખી દિલ્હીને 2-3 મહિનાની અંદર રસી આપી શકીએ. જો અગર વેક્સિનેશન થઈ જાય છે તો કોરોનાની જે ગંભીરતા છે તે ખતમ થઈ જાય.

દિલ્હીમાં રસીની અછત છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં સીએમ કેજરીવાલે કહ્યું કે આજની તારીખમાં આપણી પાસે દિલ્હીમાં 7-10 દિવસની રસી ઉપલબ્ધ છે. રસીકરણ અંગે ખૂબ જ કઠોર શરતો છે, જેની ઉંમર 45 વર્ષથી ઓછી છે. મને લાગે છે કે આ બધી શરતો આ સમયે દૂર કરવાની જરૂર છે. આપણે રસીકરણ ખૂબ મોટા પાયે ચલાવવાની જરૂર છે. બીજી તરફ, દિલ્હીમાં પથારી અને વેન્ટિલેટરની તંગી વિશે પૂછ્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે અમે બેડ અને વેન્ટિલેટરની સ્થિતિને લઈને અમે યોગ્ય સ્થિતિમાં છીએ.

દિલ્હીમાં Lockdown થવાની સંભાવનાને નકારી કાઢતા મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું કે લોકડાઉન નહીં પણ ઘણા પ્રતિબંધો જરૂર આવશે જેની આજકાલમાં ઘોષણા કરવામાં આવશે. અત્યારે Week End Lockdown જેવી પણ કોઈ તૈયારી નથી. જો કે આ વખતે કોરોના ક્યાં સુધી ઊંચો જશે તેનો અંદાજો લગાવવા માટે દિલ્હીના એક્સપર્ટ તેમજ કેન્દ્રની ટિમ સાથે સતત સંપર્કમાં છીએ અને DDMAની મિટિંગ માં પણ ચર્ચાઓ થઈ હતી.

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">