Corona Virus: દિલ્લીમાં લોકડાઉનની મુદ્દતમાં વધારો, CM કેજરીવાલે ટ્વીટ કરીને આપી જાણકારી

|

May 01, 2021 | 8:18 PM

દિલ્લી સહિત દેશભરમાં કોરોના વાઈરસનો પ્રકોપ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. સતત કેસ વધી રહ્યા છે. આ વચ્ચે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક અઠવાડિયા સુધી લોકડાઉન વધારવાનું એલાન કર્યુ છે.

Corona Virus: દિલ્લીમાં લોકડાઉનની મુદ્દતમાં વધારો, CM કેજરીવાલે ટ્વીટ કરીને આપી જાણકારી
CM Arvind Kejriwal (File image)

Follow us on

Coronavirus: દિલ્લી સહિત દેશભરમાં કોરોના વાઈરસનો પ્રકોપ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. સતત કેસ વધી રહ્યા છે. આ વચ્ચે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક અઠવાડિયા સુધી લોકડાઉન વધારવાનું એલાન કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે રાજધાનીમાં એક અઠવાડિયા સુધી લોકડાઉન વધારાઈ રહ્યુ છે. દિલ્લીમાં ત્રીજા અઠવાડિયે પણ લોકડાઉન ચાલુ રહેશે. રોજ કોરોનાથી રેકોર્ડબ્રેક મોત થઈ રહ્યા છે, હૉસ્પિટલમાં બેડ્સ અને ઓક્સિજનને લઈ સંકટ છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વેક્સિનને લઈ કહ્યું કે અમારી પાસે 4.5 લાખ વેક્સિન આવી ગઈ છે. બધા જિલ્લાઓમાં વેક્સિન વહેંચી રહ્યા છીએ, સોમવારે સવારે મોટા સ્તર પર રસીકરણ શરુ થશે. મારી તમામ લોકોને અપીલ છે કે રજિસ્ટ્રેશન અને અપોઈન્ટમેન્ટ વગર ન આવો. તેમણે ઓક્સિજનને લઈને કહ્યું કે ઓક્સિજનના કારણે બહુ મુશ્કેલી થઈ રહી છે.

 

દિલ્લીમાં એક દિવસમાં 976 ટન ઓક્સિજનની જરુર છે. અમને 490 ટન ઓક્સિજન આપવામાં આવ્યો છે. શુક્રવારે માત્ર 312 ટન ઓક્સિજન આવ્યો છે. અમને શનિવારે ઓક્સિજન મળી જાય તો 24 કલાકમાં 9,000 ઓક્સિજન બેડ તૈયાર થઈ જશે.

 

દિલ્લીમાં છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના કારણે 375 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કોવિડ-19ના કારણે 27,047 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સંક્રમિત થવાની ટકાવારી 32.69 રહી. સતત નવમાં દિવસે કોરોના વાઈરસના સંક્રમણના કારણે 300થી વધારે મૃત્યુ થયા છે. દિલ્લીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 11,49,333 થઈ ગઈ છે. જેમાં 10.33 લાખથી પણ વધારે લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે. મૃતકની સંખ્યા 16,147 છે.

 

આ પણ વાંચો: Sabarkantha: રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા 4 શખ્શો ઝડપાયા, 25 હજાર જેટલી રકમમાં વેચતા હતા ઈન્જેક્શન

Next Article