Covid-19: કેરળમાં કેમ વધી રહ્યાં છે કોરોનાના કેસ ? સ્થિતિનો તાગ મેળવવા નિષ્ણાંતોની ટીમને કેરળ મોકલશે કેન્દ્ર સરકાર

|

Jul 28, 2021 | 8:31 PM

IMA ના સેક્રેટરી જનરલસ ડો જયેશ લેલેએ કહ્યુ કે સામાજીક મેળાવડાની બહુ મોટી અસર થાય છે. ઈદના તહેવાર ઉજવવા કેટલાક નિયંત્રણો લાદવા કેરળ સરકારને ચેતવી હતી પરંતુ રાજ્યે તેમની રીતે નિર્ણય કર્યો હતો

Covid-19: કેરળમાં કેમ વધી રહ્યાં છે કોરોનાના કેસ ? સ્થિતિનો તાગ મેળવવા નિષ્ણાંતોની ટીમને કેરળ મોકલશે કેન્દ્ર સરકાર
સાંકેતિક તસ્વીર

Follow us on

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના (Corona) કેસ ફરીથી વધી રહ્યાં છે. આમ તો ઉતર પૂર્વના રાજ્યોમાંથી કોરોનાના કેસ વધુ આવી રહ્યાં છે. પરંતુ ચોકાવનારા આંકડાઓ કેરળથી (Kerala) સામે આવી રહ્યાં છે. બુધવારના રોજ દેશભરમાં કોરોનાના 43,654 કેસ સામે આવ્યા છે. તેમજ 640 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. આમા કેરળમાંથી 22129 કેસ સામે આવ્યા છે. કેરળમાં હાલ કોરોના પોઝીટીવ કેસની ટકાવારી 12.35 ટકા નોંધાઈ છે. જે 2.51 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણા વધુ છે.

કેરળમાં (Kerala) કોરોનાના કેસ વધવા અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી તજજ્ઞોની ટીમને કેરળમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર સતત કેરળની રાજ્ય સરકારના સંપર્કમાં છે. દિલ્લી AIIMSના તબીબ ડો સંજય રાયે જણાવ્યુ કે, કેરળમાં કેસ વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે. ડો. રાયના મતઅનુસાર સીરો સર્વે રીપોર્ટ આધારે કહી શકાય કે ત્યા અતિસંવેદનશીલ સ્થિતિ છે.

સમગ્ર દેશમાં છેલ્લા 20 દિવસમાં કોરોનાના જે કોઈ કેસ નોંધાયા છે તેમાં બુધવારે નોંધાયેલા કેસ વધુ છે. બુધવારે નોંધાયેલા કેસમાંથી 50 ટકા કેસ એકલા કેરળના છે. તો બાકીના 30 ટકા કેસ મહારાષ્ટ્ર ( Maharashtra) અને ઉતર પૂર્વના રાજ્યોમાંથી ( North eastern state ) સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાના કેસની સંખ્યા ચાર લાખથી ઘટીને 1 લાખ સુધી પહોચવામાં 37 દિવસનો સમય લાગ્યો હતો. હવે 51 દિવસથી કોરોનાના કેસનો આંકડો 40 હજારની આસપાસ પહોચી ગયો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડાઓ ઉપર નજર કરીએ તો, કોરોના સંક્રમણના કેસ રોજના 4 લાખથી ઘટીને 2 લાખ સુધી પહોચવામાં 26 દિવસ લાગ્યા હતા. એ જ રીતે, 2 લાખથી કેસ ઘટીને 1 લાખે પહોચવામાં 11 દિવસનો સમય લાગ્યો હતો. એને એક લાખથી કેસ ઘટીને 50 હજાર થવામાં 20 દિવસ જ થયા હતા. છેલ્લા 31 દિવસથી કોરોનાના કેસની સંખ્યા 30થી 40 હજારની વચ્ચે આવતા હતા.

ઈન્ડિયન મેડિકલ એસોશિએશ (IMA)ના મહામંત્રી ડો જયેશ લેલેએ કહ્યુ કે, કોરોનાના કેસ ઉપર સામાજીક મેળવડાઓની અસર વધુ જોવા મળે છે. જેમ કે ઉતર પ્રદેશમાં કાવડ યાત્રા બંધ કરી દેવાઈ હતી અને ઈદનો તહેવાર ઉજવવામાં કેટલાક નિયંત્રણો લાદવા અંગે સરકારનુ ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. પરંતુ રાજ્ય સરકારે તેમની રીતે નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો, ગણેશ મહોત્સવમાં 4 ફૂટની પ્રતિમાને મંજૂરી

આ પણ વાંચોઃ ગુજરાતમાં નૌસેના મથકથી ત્રણ કિલોમીટર સુધીમાં ઉડનારા ડ્રોનને ગોળી મારીને તોડી પડાશે, ભારતીય નૌસેનાએ આપી ચેતવણી

Next Article