Corona Vaccine : કોવેક્સિન રસી લાંબા સમય સુધી કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં આપવી શક્ય નથી : ભારત બાયોટેક

|

Jun 15, 2021 | 4:27 PM

Corona Vaccine : સ્વદેશી રસી ઉત્પાદક ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું છે કે ખર્ચને પહોંચી વળવા ખાનગી બજારમાં ઉંચી કિંમત રાખવી જરૂરી છે.

Corona Vaccine : કોવેક્સિન રસી લાંબા સમય સુધી કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં આપવી શક્ય નથી : ભારત બાયોટેક
Covexin

Follow us on

Corona Vaccine : સ્વદેશી રસી ઉત્પાદક ભારત બાયોટેકે (BHARAT Biotech) એક નિવેદનમાં જણાવ્યું છે કે ખર્ચને પહોંચી વળવા ખાનગી બજારમાં ઉંચી કિંમત રાખવી જરૂરી છે.

કોવેક્સિન (Covexin)રસી ઉત્પાદક કંપની ભારત બાયોટેકે કહ્યું છે કે લાંબા સમય સુધી ડોઝ દીઠ 150 રૂપિયાના ભાવે કેન્દ્ર સરકારને ‘કોવેક્સિન’ સપ્લાય કરી શકાતી નથી. કોવેક્સિન(Covexin) એ કોરોના વાયરસ સામે દેશની પ્રથમ સ્વદેશી બનાવટની રસી છે. (BHARAT Biotech) કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્રને સપ્લાય કરવામાં આવતા દરને કારણે ખાનગી ક્ષેત્ર માટેના ભાવ માળખામાં વધારો થઈ રહ્યો છે.

(BHARAT Biotech) કંપનીનું આ નિવેદન ત્યારે આવ્યું છે. જ્યારે ગયા અઠવાડિયે કેન્દ્ર સરકાર રાજ્યોની ખરીદીનો 25 ટકા હિસ્સો લેશે. ભારત બાયોટેક રાજ્ય સરકારોને 400 રૂપિયા અને ડોઝ દીઠ રૂ. 1,200 ખાનગી હોસ્પિટલોને આપી રહી છે. પરંતુ હવે ભારત સરકાર કુલ ઉત્પાદનો 75 ટકા હિસ્સો ખરીદશે, જેના માટે કંપનીએ ડોઝ દીઠ 150 રૂપિયા આપવાના છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ભારતમાં ખાનગી ક્ષેત્રની ઉપલબ્ધ અન્ય COVID-19 રસીઓની તુલનામાં કોવેક્સિનના (Covexin) ઉંચા ભાવને યોગ્ય ગણાવતા, ભારત બાયોટેકે કહ્યું કે આના ઘણા મૂળભૂત વ્યવસાયિક કારણો છે જેમ કે નીચા વોલ્યુમ પ્રાપ્તિ, વિતરણની ઉંચી કિંમત અને છૂટક નફો.

ભારત બાયોટેક કંપનીએ કહ્યું કે, ભારત સરકારને ડોઝ દીઠ રૂ. 150 પર કોવેક્સિનની (Covexin)સપ્લાય કરવી એ બિન-સ્પર્ધાત્મક કિંમત છે અને આ કિંમત લાંબાગાળે સ્પષ્ટ રીતે ટકાઉ નથી.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે ખર્ચને આવરી લેવા માટે ખાનગી બજારમાં ઉંચી કિંમત રાખવી જરૂરી છે. તેમણે કહ્યું કે ભારત બાયોટેકે (BHARAT Biotech) અત્યાર સુધીમાં રસી વિકાસ, ક્લિનિકલ ટ્રાયલ અને કોવેક્સિન માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે રૂ. 500 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

આરોગ્ય મંત્રાલયે ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે ભારત બાયોટેક (BHARAT Biotech) દ્વારા ઉત્પાદિત રસીની ઉત્પાદન ક્ષમતા જુલાઈ-ઓગસ્ટમાં 6- 7થી કરોડના ડોઝ સુધી પહોંચી જશે, એપ્રિલમાં દર મહિને ૧૦ મિલિયન ડોઝ. તે જ સમયે, સપ્ટેમ્બર સુધીમાં દર મહિને આશરે 10 કરોડ ડોઝ સુધી પહોંચવાની ધારણા છે.

Next Article