corona vaccination: રસીકરણનો રેકોર્ડ, એક જ દિવસમાં અપાયા 1 કરોડથી વધુ ડોઝ, PM મોદી-આરોગ્ય પ્રધાન માંડવિયાએ બિરદાવી કામગીરી

|

Aug 28, 2021 | 7:06 AM

Record vaccination અગાઉ 17 ઓગસ્ટના રોજ દેશભરમાં કોરોના રસીના 88 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત બાદ 18થી 44 વર્ષની વયજૂથના કુલ 23,72,15,353 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

corona vaccination: રસીકરણનો રેકોર્ડ, એક જ દિવસમાં અપાયા 1 કરોડથી વધુ ડોઝ, PM મોદી-આરોગ્ય પ્રધાન માંડવિયાએ બિરદાવી કામગીરી
રસીકરણમાં વિક્રમ, એક દિવસમાં એક કરોડથી વધુ અપાયા ડોઝ

Follow us on

દેશમાં શુક્રવારે કોવિડ -19 રસીના 1 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીના કોઈપણ એક દિવસની સૌથી વધુ સંખ્યા છે. બીજી બાજુ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ, આ એ જ પ્રયાસ છે જેના દ્વારા દેશમાં એક દિવસમાં 1 કરોડથી વધુ રસી આપવાનો આંકડો પાર થઈ ગયો છે. આરોગ્ય કર્મચારીઓની અથાક મહેનત અને તમામ માટે મફત રસી આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પનું ફળ મળી રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને કહ્યું કે શુક્રવારે રેકોર્ડ સંખ્યામાં રસીકરણ થયું છે. તેમણે એમ પણ કહ્યું કે 1 કરોડના આંકડાને પાર કરવો એ એક મહત્વની સિદ્ધિ છે. જેમને રસી આપવામાં આવી છે અને જેમણે રસીકરણ અભિયાનને સફળ બનાવ્યું છે તે સૌને અભિનંદન. તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વિટ કર્યું કે 1 દિવસમાં 1 કરોડ રસી. આ આંકડો મજબૂત ઈચ્છા અને નવા ભારતની અપાર સંભાવનાનું પ્રતિબિંબ છે. એક સ્વપ્નદ્રષ્ટા અને મહેનતુ નેતૃત્વ સાથે, કોરોના સાથે સફળ લડાઈ લડતી વખતે એક દેશ કેવી રીતે સમગ્ર વિશ્વમાં ઉદાહરણ સ્થાપિત કરી શકે છે તે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલા આ નવા ભારતે દુનિયાને બતાવ્યું છે.

અગાઉ 17 ઓગસ્ટના રોજ દેશભરમાં રસીના 88 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆતથી, 18થી 44 વર્ષની વય જૂથના કુલ 23,72,15,353 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 2,45,60,807 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 59.86 કરોડથી વધુ ડોઝ અપાયા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવાર 27મી ઓગસ્ટે માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં તમામ સ્રોતો દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 59,86,36,380 ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના રસીકરણનો સાર્વત્રિકરણ તબક્કો 21 જૂન 2021થી શરૂ થયો
કોરોના રસીકરણનો તબક્કો 21 જૂન 2021થી શરૂ થયો હતો. રસીકરણ અભિયાનના ભાગરૂપે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે રસી આપીને કેન્દ્ર સરકાર સહાય કરી રહી છે. કેન્દ્ર સરકાર દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા અને તેનો વ્યાપ વધારવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે.

 

આ પણ વાંચોઃ Afghanistan Crisis: PM નરેન્દ્ર મોદીએ ઇટાલીના PM સાથે કરી ફોન પર વાત, અફઘાનિસ્તાનની સ્થિતિ પર કરી ચર્ચા

આ પણ વાંચોઃ corona update: કોરોનાએ ત્રીજી લહેર માટે વધારી ચિંતા, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 44658 કેસ નોંધાયા

 

Next Article