કોરોના રસીકરણનું અભિયાન પુરજોશમાં, સરકાર જલ્દી Co-win Appનું વર્ઝન 2.0 રિલીઝ કરશે

કોરોના રસીકરણનું અભિયાન પુરજોશમાં, સરકાર જલ્દી Co-win Appનું વર્ઝન 2.0 રિલીઝ કરશે

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે તે દેશમાં કોવિડ -19ના રસીકરણ માટે Co-win Appનું અપડેટ વર્ઝન રીલીઝ કરશે.

Chandrakant Kanoja

| Edited By: Kunjan Shukal

Feb 06, 2021 | 10:58 PM

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે તે દેશમાં કોવિડ -19ના રસીકરણ માટે Co-win Appનું અપડેટ વર્ઝન રીલીઝ કરશે. હાલ આ એપના માધ્યમથી વિશાળ રસીકરણ અભિયાનની દેખરેખ રાખવામાં આવી રહી છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો સાથે કોવિડ રસીકરણની સ્થિતિ અને પ્રગતિની સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે Co-win  2.0 વર્ઝન પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

કેન્દ્ર હાલમાં આશરે 30 કરોડ હેલ્થકેર વર્કરો અને અન્ય ફ્રન્ટલાઈન કામદારોને રસી આપી છે. હાલમાં અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી એપ્લિકેશનમાં કરોડોના આરોગ્ય વર્કસ અને ફ્રન્ટલાઈન વર્કસનો ડેટા છે, જેમને અગાઉ રસી આપવામાં આવી છે. Co-win App લક્ષિત જૂથોને ઓળખવામાં મદદ કરે છે, જેની મદદથી તેઓનું રસીકરણ કરવામાં આવે છે.

Co-win App હજી સુધી જાહેર ઉપયોગ માટે નથી

એપ્લિકેશન પર નોંધણી પૂર્ણ થયા પછી વ્યક્તિને ક્યારે અને ક્યાં વેક્સિન શોટ મળશે તે વિગતો વ્યક્તિને મોકલવામાં આવે છે. જો કે કો-વિન એપ્લિકેશન હજી સુધી જાહેર ઉપયોગ માટે ઉપલબ્ધ નથી અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાતી નથી.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 11,713 નવા કેસ નોંધાયા છે, જેના લીધે કુલ કેસની સંખ્યા વધીને 1,08,14,304 થઈ છે. આરોગ્ય અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. એક અઠવાડિયાથી દેશમાં દરરોજ 15,000થી ઓછા નવા ચેપ નોંધાયા છે. આ ઉપરાંત દૈનિક કોવિડ -19 મૃત્યુની સંખ્યા 300 કરતા ઓછી છે. અત્યાર સુધી આ રોગના લીધે 1,54,918 લોકોના મૃત્યુ થયા છે.

આ પણ વાંચો: DELHI: ટેરર ફંડિંગ મામલે આતંકી હાફીઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati