CORONA : દિલ્હી અને રાજસ્થાનમાં લોકડાઉન લંબાવાયું, તો ઉત્તરપ્રદેશમાં સખ્ત કર્ફ્યૂ જાહેર

CORONA : દેશમાં સતત વધી રહેલા કોરોના કેસના પગલે ઉત્તરપ્રદેશ સરકારે કોરાના કર્ફ્યુ વધારવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશમાં વધતા કેસની વચ્ચે યોગી સરકારે 17 મે સુધી કોરોના કર્ફ્યુને વધારવાનો નિર્ણય લીધો છે.

CORONA : દિલ્હી અને રાજસ્થાનમાં લોકડાઉન લંબાવાયું, તો ઉત્તરપ્રદેશમાં સખ્ત કર્ફ્યૂ જાહેર
LOCKDOWN
Follow Us:
| Updated on: May 09, 2021 | 2:11 PM

CORONA : દેશમાં સતત વધી રહેલા કોરોના કેસના પગલે ઉત્તરપ્રદેશ સરકારે કોરાના કર્ફ્યુ વધારવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશમાં વધતા કેસની વચ્ચે યોગી સરકારે 17 મે સુધી કોરોના કર્ફ્યુને વધારવાનો નિર્ણય લીધો છે. જ્યારે રાજસ્થાન સરકારે 24 મેએ સુધીનું સખ્ત લોકડાઉન જાહેર કર્યું છે. બીજી તરફ દિલ્હીમાં પણ એક સપ્તાહ સુધી લોકડાઉન વધારાયું છે.

Uttar Pradeshમાં કર્ફ્યૂ વધારાયું

કોરોનાના વધતા કેસને પગલે ઉત્તરપ્રદેશની યોગી સરકારે 17 મે સુધી કર્ફ્યુને વધારવાનો નિર્ણય કર્યો છે. રવિવારે જ આ કર્ફ્યૂ અંગેના આદેશ જાહેર કરાયા છે. ઉત્તરપ્રદેશ રાજ્યમાં એક સપ્તાહના લોકડાઉનના કારણે એક્ટિવ કેસમાં 60 હજારથી વધુનો ઘટાડો નોંધાયો છે. જેથી યોગી સરકાર તાત્કાલિક લોકડાઉનમાં ઢીલ આપીને જોખમ લેવા માંગતી નથી. આ કારણે સરકારે હાલના પ્રતિબંધોને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

3 મેની ગાઈડલાઈન મુજબ આ લોકોને મળશે છુટ

ઔદ્યોગિક કંપની કે ફેકટરીમાં કામ કરતા કર્મચારીઓ આઈકાર્ડ બતાવીને જઈ શકે છે. મેડિકલ અને જરૂરિયાતની ટ્રાન્સપોર્ટેશનને છુટ અપાઇ છે. ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, હોસ્પિટલના અન્ય કર્મચારી, મેડિકલ દુકાન તથા ઓનલાઈન પોર્ટલ દ્વારા મળેલા જરૂરી સામાનનો ઓર્ડર ડિલીવરીને છુટ આપવામાં આવી છે. મેડિકલ ઈમરજન્સી, ટેલિકોમ સેવા, પોસ્ટ સર્વિસ, ઈલેક્ટ્રોનિક, ઈન્ટરનેટ મીડિયા સાથે જોડાયેલા કર્મચારીઓએ ઈ-પાસ બનાવવાની જરૂરિયાત નથી. તેઓ પોતાની કંપનીનું આઈકાર્ડ બતાવીને જઈ શકે છે.

Rajasthanમાં લોકડાઉન લંબાવાયું રાજસ્થાન સરકારે 24 મે સુધી સખ્ત લોકડાઉન આપ્યું છે. રાજસ્થાનમાં સોમવાર સવારે 5 વાગ્યાથી 24 મે સુધી સખ્ત લોકડાઉન રહેશે. ઈમરજન્સીને બાદ કરતા બસો સહિત પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્પપોર્ટ પર પ્રતિબંધ લગાવાયો છે. કોઈ પણ પ્રકારના કારણ વગર ઘરની બહાર નીકળનારને પોલીસ સીધી ક્વોરોન્ટાઈન કરી શકે છે.

Rajasthanમાં આ સખ્તાઈ લાગુ રહેશે ટ્રન્સપોર્ટેશન પર પ્રતિબંધ રહેશે. એક શહેરથી બીજા શહેરમાં જવા પર પ્રતિબંધ છે. ગામડામાં પણ આ જ પ્રકારની સખ્તાઈ રહેશે. ખાનગી અને સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશનના સાધન સંપૂર્ણ રીતે બંધ રહેશે. જાન માટે બસ, ઓટો, ટેમ્પો, ટ્રેક્ટર, જીપ વગેરેની મંજૂરી આપવામાં આવી નથી. વીકેન્ડ પર પહેલાની જેમ જ દૂધ, મેડિકલ અને ફળ-શાકભાજીને બાદ કરતા તમામ દુકાનો બંધ રહેશે. 24 મે સુધી આવશ્યક સેવાઓને બાદ કરતા તમામ સરકારી ઓફિસ, બજાર અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાન બંધ રહેશે. લગ્નમાં 11થી વધુ મહેમાન એકત્રિત થઈ શકશે નહિ. અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકો સામેલ થઈ શકશે નહિ.

દિલ્હી દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં લોકડાઉન 10 મેના રોજ પુરુ થવાનું હતું. હવે તે 17 મેની સવાર સુધી લાગુ રહેશે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">