Corona: દિલ્હી સરકારની કડક કાર્યવાહી, ઈન્ડિગો, વિસ્તારા સહિત આ 4 એરલાઈન્સની વિરૂદ્ધ FIR દાખલ

કોરોના વાઈરસના નવા સ્ટ્રેને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સ્થિતિ પૂરી રીતે બગાડી દીધી છે. દરરોજ હજારોની સંખ્યામાં સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે.

Corona: દિલ્હી સરકારની કડક કાર્યવાહી, ઈન્ડિગો, વિસ્તારા સહિત આ 4 એરલાઈન્સની વિરૂદ્ધ FIR દાખલ
File Image
Follow Us:
| Updated on: Apr 18, 2021 | 6:19 PM

કોરોના વાઈરસના નવા સ્ટ્રેને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સ્થિતિ પૂરી રીતે બગાડી દીધી છે. દરરોજ હજારોની સંખ્યામાં સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે. શનિવારે પણ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ બાદ દિલ્હીમાં સૌથી વધુ કોરોના વાઈરસના કેસ સામે આવ્યા હતા. કોરોના વાઈરસને લઈ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે હવે દિલ્હી સરકાર એક્શન મોડમાં આવી ચૂકી છે. સરકારે તેની ઝલક પણ બતાવી દીધી છે. જો કોઈ પણ વ્યક્તિ કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરતુ અને નિયમો તોડે છે તો તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હી સરકારે નિર્દેશ આપ્યા હતા કે જે લોકો કુંભ મેળામાંથી અને મહારાષ્ટ્રથી દિલ્હીમાં પાછા આવી રહ્યા છે, તે લોકો પોતાની સાથે RTPCRનો નેગેટિવ રિપોર્ટ સાથે લાવે. હવે આ નિયમને તોડવાને લઈ દિલ્હી સરકાર તરફથી ઈન્ડિગો, વિસ્તારા, સ્પાઈસ જેટ અને એર એશિયાની વિરૂદ્ધ FIR નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ દિલ્હી સરકાર તરફથી ઈન્ડિગો, વિસ્તારા, એર એશિયા અને સ્પાઈસ જેટની વિરૂદ્ધ આ એક્શન તે માટે લેવામાં આવ્યું છે કારણ કે આ તમામ એરલાઈન્સે મહારાષ્ટ્રથી આવનારા તમામ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરાવ્યો નહતો. જણાવવામાં આવી રહ્યું છે કે સરકારે આ નિર્ણય DDMA એક્ટ હેઠળ લીધો છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે દિલ્હીમાં 24 હજારથી વધારે કોરોના વાઈરસના કેસ સામે આવ્યા હતા. સરકાર પોતાના તરફથી તમામ પ્રયત્નો કરી રહી છે કે રાજધાનીમાં કોરોના વાઈરસને કંટ્રોલ કરી શકાય. શનિવારે દિલ્હીમાં કોરોના વાઈરસથી 160થી વધારે લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: કોરોનાની બીજી લહેર વચ્ચે પણ વીજ માંગમાં વધારો થયો, વપરાશ 60 અબજ યુનિટ કરતા વધ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">