કોરોનાની બીજી લહેર વચ્ચે પણ વીજ માંગમાં વધારો થયો, વપરાશ 60 અબજ યુનિટ કરતા વધ્યો

કોરોનાની બીજી લહેરને કારણે આખા દેશમાં હોબાળો મચી ગયો છે. દરરોજ સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે.

કોરોનાની બીજી લહેર વચ્ચે પણ વીજ માંગમાં વધારો થયો, વપરાશ 60 અબજ યુનિટ કરતા વધ્યો
દાણી ટ્રાન્સમિશનનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ 256.55 કરોડ થયો છે.
Follow Us:
| Updated on: Apr 18, 2021 | 5:30 PM

કોરોનાની બીજી લહેરને કારણે આખા દેશમાં હોબાળો મચી ગયો છે. દરરોજ સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. કડક લોકાઉન જેવા પગલાં ન લઇ વેપાર રોજગાર ચાલુ રાખી રોગચાળા સામે લડતના કારણે કોરોનાકાળ છતાં વીજળીની માંગમાં વધારો થયો છે. દેશમાં વીજળીનો વપરાશ પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં એપ્રિલના પહેલા પખવાડિયામાં લગભગ 45 ટકા વધીને 60.62 અબજ યુનિટ થયો છે.

વીજ મંત્રાલયના ડેટા સૂચવે છે કે દેશમાં વીજળીની ઔદ્યોગિક અને વ્યાપારી માંગમાં સુધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે એપ્રિલના પહેલા પખવાડિયા દરમિયાન (1 એપ્રિલથી 15 એપ્રિલ 2020), વીજળીનો વપરાશ 41.91 અબજ યુનિટ રહ્યો હતો. એપ્રિલના પહેલા પખવાડિયા દરમિયાન વ્યસ્ત સમયે વીજળીની માંગ ગયા વર્ષના સમાન ગાળામાં 132.20 ગિગાવોટ કરતા ઘણી વધારે હતી.

એક દિવસની માંગ 182 ગિગાવોટ વર્તમાન મહિનાના પ્રથમ પખવાડિયામાં 8 એપ્રિલ 2021 ના ​​રોજ, પીક અવર પાવરની માંગ 182.55 ગીગાવોટની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. ગયા વર્ષે એપ્રિલ મહિનાના આખા મહિનામાં નોંધાયેલા 132.20 ગિગાવોટ કરતા 38 ટકા વધુ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ગયા વર્ષે એપ્રિલમાં માંગમાં ઘટાડો થયો હતો ગયા વર્ષે એપ્રિલમાં વીજળીની માંગ ઘટીને 84.55 અબજ યુનિટ રહી હતી જે 2019 ના સમાન મહિનામાં 110.11 અબજ યુનિટ હતી. આનું મુખ્ય કારણ કોરોના વાયરસને કારણે માર્ચના અંતિમ અઠવાડિયામાં લાદવામાં આવેલ લોકડાઉન હતું. આ સાથે ગયા વર્ષે એપ્રિલમાં વ્યસ્ત સમય માટે વીજળીની માંગ એક વર્ષ પહેલા 176.81 ગિગાવોટથી ઘટીને 132.20 ગિગાવોટ થઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">