ગાઈડલાઈન્સ અને નિયમો કડક રીતે લાગૂ થયા નહીં, તેથી આગની જેમ ફેલાયો કોરોના: સુપ્રીમ કોર્ટ

કોરોના વાઈરસ સંક્રમણ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા અપનાવેલી નીતિઓને લઈ સુપ્રીમ કોર્ટે મોટો નિર્દેશ આપ્યો છે

ગાઈડલાઈન્સ અને નિયમો કડક રીતે લાગૂ થયા નહીં, તેથી આગની જેમ ફેલાયો કોરોના: સુપ્રીમ કોર્ટ
Supreme Court

કોરોના વાઈરસ (Corona Virus) સંક્રમણ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા અપનાવેલી નીતિઓને લઈ સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કર્ફ્યૂ (Curfew) અથવા લોકડાઉન (Lockdown) લગાવવાના કોઈપણ નિર્ણય પહેલા એડવાન્સમાં જાહેરાત કરવી પડશે, જેથી લોકોને પોતાની જીવિકા ચલાવવા માટે તૈયારી કરવાનો સમય મળી શકે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોરોના મહામારી ગાઈડલાઈન્સ અને નિયમોનું યોગ્ય પાલન ન કરાવી શકવાના કારણે આગની જેમ ફેલાઈ.

 

Corona pandemic-has-spread-like-wild-fire-due-to-lack-of-implementation-of-guidelines-says-supreme-court

આ મહામારી તમામ લોકોને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે પ્રભાવિત કરી રહી છે. તેમને કહ્યું કે કોરોનાની વિરૂદ્ધ વર્લ્ડ વોર ચાલી રહ્યું છે. સુપ્રીમે કહ્યું કે રાજ્યોને ચોક્કસ રીતથી કેન્દ્ર સરકારની સાથે મળી કામ કરવું જોઈએ. નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા હોવી જોઈએ.

 

આ પણ વાંચો: SCની ટકોર, હોસ્પિટલો ફાયરની NOC મેળવી લે નહીં તો સરકાર કરશે કડક કાર્યવાહી

Click on your DTH Provider to Add TV9 Gujarati