Corona Crisis: સિંગાપુર પણ કરી રહ્યું છે ભારતને મદદ, 3650 ઑક્સીજન સિલિન્ડર સાથે ભારત રવાના થયું આઇએનએસ ઐરાવત

|

May 05, 2021 | 2:46 PM

દેશમાં કોરોના રોગચાળા વિરુદ્ધ ચાલી રહેલી જંગમા ભારતને આખી દુનિયામાંથી મદદ મળી રહી છે. જેમાં હવે સિંગાપુરે પણ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો છે. જેમાં 3650 ઓક્સિજન સિલિન્ડર સિંગાપુરથી ભારત આવવા રવાના થયા છે. આ ઉપરાંત 8 આઈએસઓ ટેન્કો સહિત ઘણી વધુ રાહત સામગ્રી ભારત મોકલવામાં આવી રહી છે.

Corona Crisis: સિંગાપુર પણ કરી રહ્યું છે ભારતને મદદ, 3650 ઑક્સીજન સિલિન્ડર સાથે ભારત રવાના થયું આઇએનએસ ઐરાવત
કોરોના સામેની જંગમાં સિંગાપુર પણ કરી રહ્યું છે ભારતને મદદ

Follow us on

Corona Crisis : દેશમાં Corona રોગચાળા વિરુદ્ધ ચાલી રહેલી જંગમા ભારતને આખી દુનિયામાંથી મદદ મળી રહી છે. જેમાં હવે સિંગાપુરે પણ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો છે. જેમાં 3650 ઓક્સિજન સિલિન્ડર સિંગાપુરથી ભારત આવવા રવાના થયા છે. આ ઉપરાંત 8 આઈએસઓ ટેન્કો સહિત ઘણી વધુ રાહત સામગ્રી ભારત મોકલવામાં આવી રહી છે.

આ વિશે માહિતી આપતાં સિંગાપુરમાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના આઇએનએસ ઐરાવત રાહત સામગ્રી સાથે ભારત માટે રવાના થયું છે. આ રાહત સામગ્રીમાં 3650 ઓક્સિજન સિલિન્ડર, 8 આઈએસઓ ટાંકી અને વધુ સામાન સામેલ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ભારતીય નૌકાદળના સાત જહાજો વિવિધ દેશોમાંથી તબીબી ઓક્સિજન ભરેલા તબીબી ઓક્સિજન કન્ટેનરો અને તબીબી ઉપકરણોનો માલસામાન ભારતને કોરોના રોગચાળા સામે લડવા માટે પહોંચાડવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ જહાજોમાં આઈએનએસ કોલકાતા, કોચી, તલવાર, તાબર, ત્રિકંદ, જલાશ્વ અને આઈએનએસ ઐરાવતનો સમાવેશ થાય છે. ભારતમાં Corona ની  બીજી લહેરમાં લોકોના શરીરમાં ઑક્સીજન લેવલ ઘટવાના નવા લક્ષણો સામે આવ્યા છે. જેના પગલે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમજ દેશમાં ઑક્સીજન સુવિધાવાળા બેડની જરૂરિયાતની માંગ વધી રહી છે.

પર્સિયન ગલ્ફમાં પોસ્ટ કરેલા આઈએનએસ કોલકાતા અને આઈએનએસ તલવાર તાત્કાલિક આ કાર્યમાં રોકાયેલા હતા. તેઓ શુક્રવારે બહિરીનના મનામા બંદરમાં પ્રવેશ્યા હતા. આઈએનએસ તલવારે 40 મેટ્રિક ટન ઓક્સિજન સાથે ભારત તરફ આવવાનો પ્રવાસ શરૂ કર્યો છે.

નૌસેનાએ આ કામગીરી એવા સમયે શરૂ કરી છે જ્યારે દિલ્હી અને અન્ય ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે લોકોના આરોગ્ય પર સંકટ સર્જાયું છે. આ ઉપરાંત ભારતીય નૌકાદળ સાથે એરફોર્સ પણ સતત ઑક્સીજન ટેન્કરો માટે અલગ અલગ દેશમા ઉડાન ભરી રહ્યું છે. તેમજ દેશમાં રેલ્વે દ્વારા ઑક્સિજન એક્સપ્રેસ મારફતે એક રાજ્યમાંથી બીજા રાજયમાં ઑક્સીજનનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

Published On - 2:43 pm, Wed, 5 May 21

Next Article