Corona in Maharashtra : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,067 નવા કેસ, 4 ઓમિક્રોનના કેસ નોંધાયા

|

Dec 31, 2021 | 7:55 PM

શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ભયજનક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 8,067 નવા કેસ નોંધાયા છે, જેમાં ચાર ઓમિક્રોન દર્દીઓનો સમાવેશ થાય છે.

Corona in Maharashtra : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,067 નવા કેસ, 4 ઓમિક્રોનના કેસ નોંધાયા
file photo

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) ફરી એકવાર કોરોનાનો (Corona Virus) કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 8,067 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. એકલા મુંબઈમાં જ (Mumbai) 5,428 કોરોનાવાયરસ દર્દીઓ નોંધાયા છે. પરિણામે, રાજ્યમાં કોરોનાનો ફેલાવો હવે બમણો થઈ રહ્યો છે. ગુરુવારે 5,300 થી વધુ દર્દીઓ મળી આવ્યા હતા. જેના કારણે રાજ્યમાં ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં 8,067 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. 1 હજાર 766 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં વર્તમાન મૃત્યુ દર 2.11 ટકા છે. રાજ્યમાં કોરોના પીડિતોની કુલ સંખ્યા હવે 66 લાખ 78 હજાર 821 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલમાં 1 લાખ 75 હજાર 592 નાગરિકો હોમ ક્વોરેન્ટાઇન છે. 1 હજાર 79 વ્યક્તિઓ સંસ્થાકીય ક્વોરેન્ટાઈનમાં છે.

એવી આશંકા છે કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટનો કમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઇ ગયો છે. હજી સુધી કોઇની તરફથી આને લઇને ઔપચારિક નિવેદન સામે નથી આવ્યુ પરંતુ જે ઝડપથી કેસ વધી રહ્યા છે અને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ જોવા નથી મળી રહી તેવામાં કમ્યુનિટી સ્પ્રેડને લઇને આશંકાઓ વધી ગઇ છે. હમણા સુધી મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 450 થી વધુ કેસ સામે આવી ચુક્યા છે. પહેલા આ લિસ્ટમાં રાજધાની દિલ્લી સૌથી આગળ હતુ. પરંતુ હવે મહારાષ્ટ્ર આ મામલે આગળ નીકળી ચૂક્યુ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો –

Corona Virus in Mumbai : મુંબઇમાં 15 જાન્યુઆરી સુધી લગાવાયા કડક પ્રતિબંધો, સાર્વજનિક જગ્યાએ જવા પર રોક

આ પણ વાંચો –

ત્રીજી લહેરને આમંત્રણ : શિવસેના સાંસદ સંજય રાઉતે કોરોના નિયમો નેવે મુકીને PM મોદી પર કર્યા પ્રહાર

આ પણ વાંચો –

NCBમાંથી વાનખેડેેની વિદાય : સમીર વાનખેડેનો કાર્યકાળ આજે સમાપ્ત, કંઈક આવી રહી વાનખેડેેની સફર

 

Published On - 7:41 pm, Fri, 31 December 21

Next Article