વિવાદિત નિવેદનોની ‘તીરથ યાત્રા’, જાણો કુંભમાં કોરોનાને લઈને શું કહ્યું CM તીરથસિંહ રાવતે
વારંવાર વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં આવી રહ્યા છે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથસિંહ. તેમણે હવે કુંભમાં કોરોના ફેલાવવાને લઈને નિવેદન આપ્યું છે.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથ સિંહ રાવત ફરી એકવાર પોતાના નિવેદન માટે ચર્ચામાં છે. આ વખતે તીરથસિંહ રાવતે એક ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે માતા ગંગાની કૃપાથી કુંભમાં કોરોના ફેલાશે નહીં. તેમજ રાવતે કહ્યું હતું કે કુંભ અને મરકજની તુલના કરવી ખોટી છે. મરકજથી કોરોના બંધ રૂમમાં ફેલાઈ હતી, કારણ કે તે બધા બંધ રૂમમાં રોકાયા હતા. જ્યારે હરિદ્વારમાં કુંભનો વિસ્તાર નીલકંઠ અને દેવપ્રયાગ સુધી છે.
ખરેખર, શિવસેનાના સાંસદ સંજય રાઉતે મંગળવારે ભય વ્યક્ત કર્યો હતો કે હરિદ્વારના કુંભમેળાથી પાછા ફરનારા લોકો કોવિડ -19 ચેપના સંભવિત વાહક બનશે, જેનો ખતરો છે. રાઉતની આ ટિપ્પણી એવા સમયે આવ્યા જ્યારે હજારો શ્રદ્ધાળુઓએ એક દિવસ અગાઉ હરિદ્વારમાં ગંગા નદીના જુદા જુદા ઘાટ પર પવિત્ર સ્નાન લીધું હતું.
તિરથસિંહ રાવતે આ વાત કરી
મંગળવારે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે સંજય રાઉતના નિવેદન પર પ્રહાર કર્યા હતા. રાવતે કહ્યું હતું કે કુંભમાં માતા ગંગાના આશીર્વાદને કારણે કોરોના ફેલાશે નહીં. કુંભ અને મરકજની તુલના કરવી ખોટી છે. મરકજથી ફેલાયેલ કોરોના બંધ રૂમમાં હતો, કારણ કે તે બધા બંધ રૂમમાં રોકાયા હતા. જ્યારે હરિદ્વારમાં ભરાતા કુંભનો વિસ્તાર નીલકંઠથી દેવપ્રયાગ સુધી છે.
તીરથસિંહની વિવાદિત નિવેદનની ‘તીરથ યાત્રા’
મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત અન્ય દેશોની તુલનામાં કોરોના કટોકટી સાથે કામ કરવામાં વધુ સારું કામ કરી રહ્યું છે. અમેરિકા, જેણે ભારતને 200 વર્ષ ગુલામ રાખ્યો અને વિશ્વ પર રાજ કર્યું, વર્તમાન સમયમાં સંઘર્ષ કરી રહ્યું છે.
તિરથસિંહ રાવતે જણાવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા દરેક ઘરને 5 કિલો રેશન આપવામાં આવ્યું હતું. જેની પાસે 10 વ્યક્તિ હતા તેમને 50 કિલો, 20 હતા તેને ક્વિન્ટલ રેશન આપવામાં આવ્યું. તો પણ ઇર્ષા કરે છે કે 2 લોકો હોય તેને 10 કિલો અને 20 લોકોને ક્વિન્ટલ મળ્યું. ઈર્ષ્યા કેવી? જ્યારે સમય હતો, ત્યારે તમે શા માટે 20 બાળકો ના કર્યા?
એક કાર્યક્રમમાં તીરથસિંહ રાવતે પીએમ મોદીની તુલના ભગવાન રામ અને કૃષ્ણ સાથે કરી દીધી હતી. તીરથસિંહ રાવતે એમ પણ કહ્યું હતું કે એક દિવસ લોકો પીએમ મોદીની પૂજા કરશે. તેમના નિવેદનની આકરી ટીકા થઈ હતી.
તેમનું ખુબ ચર્ચામાં આવેલું નિવેદન હતું કે મહિલાઓ ફાટેલું જીન્સ પહેરે છે તો બાળકોને શું સંસ્કાર આપશે. આ નિવેદન બાદ ભારે વિરોધ થયો હતો.
તાજેતરમાં જ તેમની જીભ લપસી હતી અને તેઓએ વારાણસીમાં મહાકુંભ મેળાનું આયોજન થવાની વાત કરી દીધી હતી. આ પહેલી વાર નથી કે તીરથસિંહે વિવાદિત નિવેદન આપ્યું હોય. હજુ થોડા મહિના પહેલા જ મુખ્યમંત્રી બનેલા તીરથસિંહના વિવાદિત નિવેદન જોવા જઈએ તો એમ લાગે છે કે તેઓ વિવાદિત નિવેદનની ‘તીરથ યાત્રા’ પર હોય.
આ પણ વાંચો: ફેસબુકનો મોટો નિર્ણય: હવે તમે પણ કરી શકશો ફેસબુક પર આપત્તિજનક પોસ્ટ સામે અપીલ
આ પણ વાંચો : Ambedkar Jayanti 2021: શ્રમિકોની વચ્ચે જઈને તેમની સમસ્યાનું સમાધાન લાવતા હતા બાબાસાહેબ