કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં ભવિષ્યની રણનીતિ પર થઈ ચર્ચા, ‘એક પરિવાર એક ટિકિટ પોલિસી’ સહિત આ મુદ્દાઓ પર થયું મંથન

|

May 09, 2022 | 5:58 PM

પેનલે વિવિધ નાગરિક જૂથો, નાગરિક સમાજ અને કર્મચારીઓ સાથે સંકલન કરવા માટે એક સમિતિની પણ હાકલ કરી હતી. ડ્રાફ્ટ પોઈન્ટ મુજબ 'એક પરિવાર એક ટિકિટ' નીતિ હોવી જોઈએ. એટલે કે કોંગ્રેસમાં વ્યક્તિ પાસે માત્ર એક જ સંગઠનાત્મક પદ હોવું જોઈએ.

કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં ભવિષ્યની રણનીતિ પર થઈ ચર્ચા, એક પરિવાર એક ટિકિટ પોલિસી સહિત આ મુદ્દાઓ પર થયું મંથન
Sonia Gandhi And Rahul Gandhi
Image Credit source: ANI

Follow us on

રાજસ્થાનના ઉદયપુરમાં ‘ચિંતન શિવિર’ પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીએ (Congress Working Committee) આજે ​​બેઠક યોજી હતી. આ બેઠકમાં પાર્ટીની ભાવિ રણનીતિ ઘડવામાં આવી હતી. બેઠકમાં કોંગ્રેસે (Congress) ‘રાજકીય બાબતોની સમિતિ’, ‘જાહેર આંતરદૃષ્ટિ પરની સમિતિ’ અને ‘જાહેર નીતિ પરની સમિતિ’ની રચના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચિંતન શિવિર (Chintan Shivir) માટે પાર્ટી દ્વારા રચવામાં આવેલી પેનલ તરફથી મળેલા ડ્રાફ્ટ પોઈન્ટ્સમાં ‘એક પરિવાર એક ટિકિટ’ નીતિ અપનાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.

ઉદયપુરમાં યોજાનાર આગામી મંથન સત્રમાં કોંગ્રેસ આર્થિક મુદ્દાઓ અને ગઠબંધન પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, સાંસદ, પ્રદેશ પ્રભારી, મહાસચિવ અને પ્રદેશ અધ્યક્ષ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ ચિંતન શિબિરમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે પાર્ટીએ અગાઉ અલગ અલગ સમિતિઓની રચના કરી હતી, જે આ સત્રના એજન્ડાને આગળ વધારવા માટે બેઠકો યોજી રહી છે.

શું છે ‘એક પરિવાર એક ટિકિટ પોલિસી’

પેનલે સૂચન કર્યું છે કે સમયબદ્ધ બંધારણ સમિક્ષા સમિતિની રચના કરવી જોઈએ. CWCની મંજૂરી સાથે PCCનું પોતાનું અલગ બંધારણ હોઈ શકે છે. પેનલે વિવિધ નાગરિક જૂથો, નાગરિક સમાજ અને કર્મચારીઓ સાથે સંકલન કરવા માટે એક સમિતિની પણ હાકલ કરી હતી. ડ્રાફ્ટ પોઈન્ટ મુજબ ‘એક પરિવાર એક ટિકિટ’ નીતિ હોવી જોઈએ. એટલે કે કોંગ્રેસમાં વ્યક્તિ પાસે માત્ર એક જ સંગઠનાત્મક પદ હોવું જોઈએ.

પેનલ દ્વારા કરાયેલા સૂચનો

  1. સમયબદ્ધ બંધારણ સમિક્ષા સમિતિનું બંધારણ, કોંગ્રેસ વર્કિંગ કમિટીની મંજૂરી સાથે પીસીસીનું પોતાનું અલગ બંધારણ હોવું જોઈએ.
  2. AICC અને PCCની જનરલ બોડીની બેઠક વર્ષમાં બે વાર યોજવી જોઈએ.
  3. AICCથી DCC સ્તર સુધીની સમિતિના પદાધિકારીઓનો કાર્યકાળ નક્કી કરી શકાય છે.
  4. પારદર્શિતા લાવવા માટે ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન અને CWCમાં પાર્ટીની આંતરિક ચૂંટણીઓનું મોનિટરિંગ હિતધારકો સાથે મળીને કરી શકાય છે.
  5. પારદર્શક ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયાને ધ્યાનમાં લેવામાં આવી શકે છે.
  6. ચૂંટણી પ્રબંધન, ગઠબંધન અંગેના નિર્ણય માટે અલગથી સંકલન સમિતિની રચના કરવી જોઈએ.

2024ની ચૂંટણી પર ફોકસ

કોંગ્રેસ 13 મેથી ઉદયપુરમાં ત્રણ દિવસીય મંથન સત્ર ‘નવ સંકલ્પ શિવર’નું આયોજન કરી રહી છે. કોંગ્રેસનું સમગ્ર ધ્યાન 2024ની ચૂંટણી પર છે. તાજેતરના અહેવાલોએ સંકેત આપ્યો છે કે પાર્ટી દેશની અર્થવ્યવસ્થા અને ખેડૂતોના મુદ્દાઓ પર ભાજપને ઘેરવાની યોજના બનાવી રહી છે. કોંગ્રેસ જે બીજા મુદ્દા પર વિચાર કરી રહી છે તે સંભવિત સાથી પક્ષો સુધી પહોંચવાનો છે. કોંગ્રેસ તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ગઠબંધન સરકારનો ભાગ છે. પરંતુ એવા ઘણા રાજ્યો છે જ્યાં લોકસભા સ્તરે પાર્ટીની હાજરી નથી. ચિંતાજનક રાજ્યો છે, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. કારણ કે કોંગ્રેસ સામે પ્રાદેશિક પક્ષો અહીં ઉભા છે.

Next Article