મમતા બેનર્જીના નિવેદન પર કેસી વેણુગોપાલની ટીપ્પણી, કહ્યું કોંગ્રેસ વગર બીજેપીને હરાવવાનું વિચારવું, માત્ર એક સપનું

શરદ પવાર સાથે બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ ભાજપ સામે વિકલ્પ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ ચૂપ બેઠી છે તો શું અમે પણ મૌન બેસી રહીએ.

મમતા બેનર્જીના નિવેદન પર કેસી વેણુગોપાલની ટીપ્પણી, કહ્યું કોંગ્રેસ વગર બીજેપીને હરાવવાનું વિચારવું, માત્ર એક સપનું
Congress general secretary KC Venugopal.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (West Bengal’s Mamta Banerjee) એ આજે ​​એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. શરદ પવાર (Sharad Pawar) સાથે બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ ભાજપ (BJP) સામે વિકલ્પ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ ચૂપ બેઠી છે તો શું અમે પણ મૌન બેસી રહીએ. હવે તેમના આ નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે કોઈપણ પક્ષ એવું વિચારે કે તે કોંગ્રેસ વિના ભાજપને હરાવી શકે છે તે માત્ર એક સ્વપ્ન છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે ભારતીય રાજનીતિનીનું સત્ય બધા જાણે છે.

મમતા બેનર્જીએ ઈશારા ઈશારામાં રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું

મમતા બેનર્જી બે દિવસ માટે મુંબઈની મુલાકાતે છે. પ્રવાસના બીજા દિવસે એટલે કે બુધવારે તેમણે શરદ પવારને ભાજપ વિરુદ્ધ વિપક્ષી દળોને એક થવાનું આહ્વાન કર્યું હતું. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું, કોઈ કંઈ કરશે નહીં અને માત્ર વિદેશમાં જ રહેશે તો કામ કેવી રીતે ચાલશે.

બીજી તરફ જ્યારે મમતા બેનર્જીને પૂછવામાં આવ્યું કે તેઓ કોંગ્રેસ સાથે શા માટે લડી રહ્યા છે તો તેમણે કહ્યું કે જો કોંગ્રેસ અને ડાબેરીઓ બંગાળમાં અમારી સામે લડી શકે છે તો અમે પણ તેમની વિરુદ્ધ જઈ શકીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે હું પાયાના સ્તરેથી આવું છું. જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી તેઓ લડતા રહેશે.

શરદ પવારે શું કહ્યું?

આ પહેલા શરદ પવારે કહ્યું હતું કે, “બંગાળ અને મહારાષ્ટ્રનો જુનો સંબંધ છે. મમતા બેનર્જી તમામ સમાન વિચાર ધરાવતા લોકોને સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે. રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે એક વિકલ્પ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તેમના આ પ્રયત્નોને આવકારીએ છીએ.”

તે જ સમયે, કોંગ્રેસના મુદ્દા પર, તેમણે કહ્યું હતું કે “કોંગ્રેસને બાજુ પર રાખીને કોઈ વિકલ્પ આપવાનો કોઈ પ્રયાસ નથી. બધાને સાથે લઈને ચાલવું પડશે. જે પણ સાથે આવશે, અમે તેમને સાથે લઈને આગળ વધીશું.”

આ પણ વાંચો :  ભાજપ વિરોધી દળોએ મજબૂત વિકલ્પ બનાવવો પડશે, UPAનું હવે અસ્તિત્વ નથી, પવાર સાથેની મુલાકાત બાદ મમતા બેનર્જીનું મોટું નિવેદન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati