મોંઘવારી અને બેરોજગારી વિરૂદ્ધ કોગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત

|

Aug 05, 2022 | 1:23 PM

દિલ્હી પોલીસે પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરવા બદલ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરી છે.

મોંઘવારી અને બેરોજગારી વિરૂદ્ધ કોગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત
મોંઘવારી અને બેરોજગારી વિરૂદ્ધ પરવાનગી વગર વિરોધ પ્રદર્શન

Follow us on

Congress protest : મોંઘવારી અને બેરોજગારી સામે સંસદથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. પાર્ટીના તમામ નેતાઓએ આજે ​​વિરોધ માર્ચની આગેવાની કરી હતી. આ રેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા હતા. તમામ પક્ષના નેતાઓએ કાળા કપડા પહેરીને સરકારનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન દિલ્હી પોલીસે (Delhi Police)પરવાનગી વિના વિરોધ કરવા બદલ કોંગ્રેસ (Congress)ના સાંસદ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરી હતી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

લોકશાહીની હત્યા થઈ રહી છે

અટકાયત પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે શાંતિથી રાષ્ટ્રપતિ ભવન જવા માગતા હતા. રેલીમાં સામેલ તમામ લોકો રાજ્યસભા અને લોકસભાના સાંસદ છે. પરંતુ અમને જવા દેવામાં આવતા નથી. અમે અહીં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર અમે અહિ છીએ. લોકશાહીની હત્યા થઈ રહી છે. કેટલાક સાંસદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી છે.” રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, ‘અમારું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે ભારતીય લોકશાહી સુરક્ષિત છે. અમારું કામ લોકોના પ્રશ્નો ઉઠાવવાનું છે અને અમે અમારું કામ કરી રહ્યા છીએ.

 

 

 

 

Published On - 12:52 pm, Fri, 5 August 22

Next Article