AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનિયા ગાંધીએ પક્ષના નેતાઓને આહ્વાન કર્યું, અનુશાસન અને એકતા દાખવવી પડશે, ભાજપ પર સાધ્યું નિશાન

બેઠકમાં સભ્યપદ અભિયાન, મોંઘવારી મુદ્દે શરૂ થનાર જનજાગૃતિ અભિયાન અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સોનિયા ગાંધીએ પક્ષના નેતાઓને આહ્વાન કર્યું, અનુશાસન અને એકતા દાખવવી પડશે, ભાજપ પર સાધ્યું નિશાન
Sonia Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 4:33 PM
Share

કોંગ્રેસ (Congress) પાર્ટીના મહાસચિવો અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખોની બેઠકમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) કહ્યું હતું કે કોંગ્રેસ દેશને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રોજ નિવેદનો આપે છે, પરંતુ મારો અનુભવ છે કે તે પાયાના કાર્યકરો સુધી પહોંચતું નથી. હું નીતિ વિષયક મુદ્દાઓ પર રાજ્ય સ્તરના નેતાઓમાં વૈચારિક સ્પષ્ટતા અને એકતાનો અભાવ જોઉં છું. તેમણે કહ્યું કે આપણે ભાજપ-આરએસએસની દૂષિત વિચારધારાનો સામનો કરવો પડશે. આપણે શિસ્ત અને એકતા દાખવવી પડશે.

બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને નવજોત સિંહ સિદ્ધુ એઆઈસીસી મુખ્યાલય પહોંચ્યા. આ બેઠકમાં સભ્યપદ અભિયાન, મોંઘવારી મુદ્દે શરૂ થનાર જનજાગૃતિ અભિયાન અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરી અને નવજોત સિંહ સિદ્ધુ પણ હાજર હતા.

સભ્યપદ અભિયાન બે અઠવાડિયા સુધી ચાલશે 16 ઓક્ટોબરે યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સંગઠનાત્મક ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કરવા સાથે 1 નવેમ્બરથી કોંગ્રેસ સદસ્યતા અભિયાન ચલાવશે, જે આવતા વર્ષે 31 માર્ચ સુધી ચાલુ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે 14 થી 29 નવેમ્બર દરમિયાન કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે મોંઘવારી મુદ્દે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

આવતા વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં યુપી, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પાંચ રાજ્યોમાંથી પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ ફરીથી રાજ્યની સત્તા કબજે કરવાનો પ્રયાસ કરશે. ગત દિવસોમાં પંજાબ કોંગ્રેસમાં જોરદાર રાજકીય હંગામો થયો હતો, જેના કારણે વિપક્ષને નિશાન સાધવાની તક મળી હતી. પંજાબ કોંગ્રેસ અને ત્યાંની સરકારમાં થયેલા ફેરફારોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં સોનિયાએ કહ્યું હતું કે, આગામી મહિનાઓમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઈ રહી છે. આ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કમર કસી રહ્યા છે. અમારું ચૂંટણી પ્રચાર નક્કર નીતિઓ અને કાર્યક્રમો પર આધારિત હોવું જોઈએ જે સમાજના તમામ વર્ગો સાથે ચર્ચા કર્યા પછી બહાર આવ્યા હોય. તમારા માટે અને આપણા બધા માટે મહત્વની બાબત એ છે કે સંગઠન મજબૂત છે. તે વ્યક્તિગત આકાંક્ષાઓથી ઉપર હોવું જોઈએ. તેમાં સામૂહિક અને વ્યક્તિગત સફળતા રહેલી છે.

આ પણ વાંચો : સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે, વિપક્ષ આ મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે

આ પણ વાંચો : પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજનામાં મળશે 4 હજાર, આ ફેક યોજનાના ખોટા મેસેજથી રહેજો સાવધાન

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">