AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘કોંગ્રેસ’ નહીં ‘કલંક પાર્ટી’ ! મહિલા MLAની સ્પષ્ટ ‘ના’ છતાં નેતાએ કેમ કરી ‘બળજબરી’? જુઓ શરમજનક Video

કેરળના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચેરિયન ફિલિપ દ્વારા નવનિર્વાચિત મહિલા ધારાસભ્ય બિંદુ કૃષ્ણા સાથે કરવામાં આવેલા અયોગ્ય વ્યવહારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ વકર્યો છે.

Breaking News: 'કોંગ્રેસ' નહીં 'કલંક પાર્ટી' ! મહિલા MLAની સ્પષ્ટ 'ના' છતાં નેતાએ કેમ કરી 'બળજબરી'? જુઓ શરમજનક Video
| Updated on: May 09, 2026 | 3:21 PM
Share

કેરળના કોલ્લમથી નવનિર્વાચિત ધારાસભ્ય બિંદુ કૃષ્ણાનું અભિવાદન કરતી વખતે કોંગ્રેસના નેતા ચેરિયન ફિલિપના અયોગ્ય વર્તનની સોશિયલ મીડિયા પર જોરદાર ટીકા થઈ રહી છે. તિરુવનંતપુરમ સ્થિત કોંગ્રેસના મુખ્યાલયમાં ફિલિપે કૃષ્ણાનું સ્વાગત કર્યું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહ્યો છે.

અલગ અલગ પક્ષના નેતાઓ આ બાબતે વાંધો ઉઠાવી રહ્યા છે કે, કૃષ્ણાની ખચકાટ અને અસહજતા જોવા છતાં પણ ફિલિપે આવું કેમ કર્યું? ફિલિપની ટીકાનો મુખ્ય મુદ્દો જાહેર સ્થળોએ મર્યાદાનું પાલન કરવું, મહિલાઓનું સન્માન કરવું અને શાલીનતા જાળવી રાખવાનો છે.

ફિલિપની હરકતનો વીડિયો વાયરલ

ઘણા લોકોએ ફિલિપ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. સોશિયલ મીડિયા યુઝર અખિલ બી નાયરે લખ્યું, “આ માણસ શું કરી રહ્યો છે? શું તે ખરેખર બીમાર છે? આ મહિલા કેરળના કોંગ્રેસ નેતા શ્રીમતી બિંદુ કૃષ્ણા છે, જેઓ કોલ્લમ વિધાનસભા ચૂંટણી જીત્યા છે. આ સાથે જ બીજા કોંગ્રેસ નેતાઓ પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.”

સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકા

તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા સમીરે કોંગ્રેસની “મહિલા વિરોધી સંસ્કૃતિ”ની કડક ટીકા કરી. અહીં કોંગ્રેસની મહિલા વિરોધી સંસ્કૃતિ સંપૂર્ણપણે સામે આવી ગઈ છે, જ્યારે વરિષ્ઠ કોંગ્રેસી નેતા ચેરિયન ફિલિપે કોલ્લમ ધારાસભ્ય બિંદુ કૃષ્ણાને બળજબરીથી ગળે લગાડવાનો પ્રયાસ કર્યો. શું પ્રિયંકા ગાંધી કોઈ કાર્યવાહી કરશે? હવે સમજાઈ ગયું હશે કે, કોંગ્રેસ નારી શક્તિ વંદન અધિનિયમનો વિરોધ કેમ કરે છે. કંઈક બોલશો, સુપ્રિયા શ્રીનેત?

દિલ્હી ભાજપના પ્રવક્તા અજય સેહરાવતે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત પર કટાક્ષ કરતા પૂછ્યું કે, શું તેઓ આ બાબતે કંઈ કહેવા માંગશે? સેહરાવતે કહ્યું, “વરિષ્ઠ કોંગ્રેસ નેતા ચેરિયન ફિલિપે કોલ્લમ ધારાસભ્ય બિંદુ કૃષ્ણાને બળજબરીથી ગળે લગાડવાનો પ્રયાસ કર્યો. શું તમે આ શરમજનક હરકત વિશે કંઈ કહેવા માંગશો?” નોંધનીય છે કે, ફિલિપ અથવા કૃષ્ણાએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

Breaking News : પંજાબ મંત્રી સંજીવ અરોરા પર ફરી EDના દરોડા, કેજરીવાલે ભાજપ પર દબાણની રાજનીતિનો લગાવ્યો આરોપ

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
g clip-path="url(#clip0_868_265)">