સીતા માતાનું ચીરહરણ બોલ્યા બાદ ફસાયા રણદીપ સુરજેવાલા, કોંગ્રેસ નેતાની જીભ લપસી, ભાજપ નેતા આક્રોશિત

|

Jun 09, 2022 | 10:34 PM

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ (Randeep Surjewala) પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે સત્ય, લોકશાહી, કાયદો અને નૈતિકતાની જીત થશે. કોંગ્રેસ નેતાએ ભાજપ પર લોકશાહીનું 'ચીરહરણ' કરવાનો આરોપ લગાવ્યો.

સીતા માતાનું ચીરહરણ બોલ્યા બાદ ફસાયા રણદીપ સુરજેવાલા, કોંગ્રેસ નેતાની જીભ લપસી, ભાજપ નેતા આક્રોશિત
Randeep Surjewala
Image Credit source: ANI

Follow us on

રાજસ્થાનના (Rajasthan)  ઉદેપુરમાં કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર રણદીપ સુરજેવાલાએ (Randeep Surjewala) પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. શુકવારની  રાજ્યસભાની ચૂંટણીને લઈને તેઓએ ભાજપ પર પ્રહારો કર્યા  છે. તેમણે કહ્યું કે સત્ય, લોકશાહી, કાયદો અને નૈતિકતાની જીત થશે. કોંગ્રેસ નેતાએ ભાજપ પર લોકશાહીને “ચીરહરણ” કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ  ભાજપ પર આરોપ લગાવતા તેમની જીભ લપસી ગઈ. સુરજેવાલાએ કહ્યું કે ભાજપ  લોકશાહીનું  એ જ રીતે ચીરહરણ કરવા માંગે છે જેવી રીતે માતા સીતાનું થયું હતું.

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ભાજપ ગમે તેટલી કોશિશ કરે, તેની હાર થશે. તેનો માસ્ક ઉતરી જશે. કોંગ્રેસના નેતાએ  માતા સીતાને ચીરહરણની વાત કહીને ખરાબ રીતે ફસાઇ ગયા છે. તેમના આ નિવેદનથી ભાજપ નેતાઓમાં આક્રોશ છે .  જીભ લપસી જતા જ રાજસ્થાનના કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ભાજપના નિશાના પર આવી ગયા છે. ભાજપના નેતાઓનો આરોપ છે કે સુરજેવાલાએ આવું નિવેદન કરીને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સુરજેવાલા પર હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ

‘કોંગ્રેસ હિન્દુઓને આટલી નફરત કેમ કરે છે’?

રણદીપ સુરજેવાલાના વિવાદિત નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે તેમના પર પ્રહારો કર્યા છે. તેમણે રાજ્યસભાના ઉમેદવાર પર હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લગાવ્યો હતો. તેમણે ટ્વીટ કરીને પૂછ્યું, ‘કોંગ્રેસ હિન્દુઓને આટલી બધી નફરત કેમ કરે છે? મંદિરે મંદિરે ચૂંટણી પ્રવાસ કરનારા રાહુલ ગાંધી ગમે તેમ કરીને હિન્દુત્વ જેવા પવિત્ર શબ્દથી ચિડાય છે. તેમની પાર્ટી ભગવાન રામનું અપમાન કરતી રહે છે. કોંગ્રેસ નેતાએ માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરીને ફરી હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે.

લોકશાહીનું ‘ચીરહરણ’ કરી રહી છે ભાજપ-સુરજેવાલા

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે. આ દરમિયાન આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ચાલુ છે. રાજસ્થાનના રાજ્યસભાના ઉમેદવારે ભાજપ  પર કટાક્ષ કરતી વખતે માતા સીતાનું નામ લેતા જ ભાજપમાં ભડકો થયો. પોતાના વિવાદિત નિવેદન બાદ સુરજેવાલા ભાજપના  નિશાના પર આવી ગયા છે. ભાજપ  સાંસદે તેમને પૂછ્યું છે કે કોંગ્રેસ હિન્દુઓને આટલી બધી નફરત કેમ કરે છે.સુરજેવાલાએ કહ્યું કે ભાજપ  લોકશાહીનું  એ જ રીતે ચીરહરણ કરવા માંગે છે જેવી રીતે માતા સીતાનું થયું હતું. જો કે  સુરજેવાલાએ દ્રૌપદીની જગ્યાએ માતા સીતાનું નામ લઈને રાજકીય તોફાન સર્જી દીધું છે.

Next Article