કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના PM મોદી પર પ્રહાર, કહ્યું- ‘ભાગલા પાડો અને રાજ કરો’ માત્ર તેમને જ લાગુ પડે છે

|

Feb 08, 2022 | 5:36 PM

કોરોના રોગચાળા (Corona Pandemic) દરમિયાન પરપ્રાંતિય મજૂરોને મુશ્કેલીઓમાં ધકેલવા બદલ પીએમ મોદીની ટીકા કરતા ખડગેએ કહ્યું કે કેન્દ્ર પાસે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો કોઈ ડેટા નથી. તેઓ ભૂલો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના PM મોદી પર પ્રહાર, કહ્યું- ભાગલા પાડો અને રાજ કરો માત્ર તેમને જ લાગુ પડે છે
Mallikarjun Kharge

Follow us on

રાજ્યસભામાં (Rajya Sabha) વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી નેતા મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) મંગળવારે સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) ‘ભાગલા પાડો અને રાજ કરો’ ટિપ્પણીની ટીકા કરતાં કહ્યું કે ભાગલા પાડો અને રાજ કરોની ઉક્તિ ફક્ત તેમના માટે જ લાગુ પડે છે. ખડગેએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, “વડાપ્રધાન મોદીએ જે કહ્યું છે તે ફક્ત તેમને જ લાગુ પડે છે. તેઓ ધર્મ અને જાતિના નામે લોકોને વહેંચીને રાજ કરી રહ્યા છે.

ખડગેએ કહ્યું, “જ્યાં પણ સ્થિર સરકાર છે, ત્યાં તેઓ તેને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે.” ખડગેએ કહ્યું, “ધારાસભ્યો અને સાંસદોને ખરીદવાનું તેમનું કામ છે. આ તેમની આદત છે અને સ્વાભાવિક રીતે તેઓ જૂઠાણું ફેલાવવાની તેમની આદતથી મજબૂર છે.” ભારતીય જનતા પાર્ટી (BJP) પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, “આ લોકશાહી છે અને અમે તેને જીવંત રાખવા માટે બંધારણનું પાલન કરતા રહ્યા છીએ.’

‘ભાજપ જૂઠું બોલીને સત્તામાં આવી છે’

ખડગેએ કહ્યું, “જો પ્રજા તેમની પસંદ મુજબ મતદાન કરી રહ્યા છે, તો તેમને તેમ કરવા દો. અમે કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ, આજે તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે. ભાજપ જૂઠું બોલીને સત્તામાં આવી છે.” તેમણે કહ્યું, ‘ભાજપ લોકોને ગેરમાર્ગે દોરે છે. પોતાની વિચારધારાઓ લોકો પર થોપી રહી છે. આ એ લોકો છે જેઓ આઝાદી બાદ જન્મ્યા છે અને કહે છે કે કોંગ્રેસે દેશ માટે કંઈ કર્યું નથી. હતાશામાં તેઓ આવી વાતો કહી રહ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

‘સરકાર ભૂલો છુપાવવાનો પ્રયાસ કરી રહી છે’

કોરોના રોગચાળા દરમિયાન પરપ્રાંતિય મજૂરોને મુશ્કેલીઓમાં ધકેલવા બદલ પીએમ મોદીની ટીકા કરતા ખડગેએ કહ્યું કે કેન્દ્ર પાસે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો કોઈ ડેટા નથી. તેઓ ભૂલો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે કહ્યું, ‘હું તેમની નિંદા કરું છું. આના પર મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારના મહેસૂલ મંત્રીએ પ્રતિક્રિયા આપવી જોઈએ. લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમની પાસે આશ્રય, ખોરાક, પાણી કે કપડાં પણ નહોતા. તેઓ ક્યાં ગયા હશે ? શું તેમની મદદ કરવી ભૂલ હતી ?’ ખડગેએ કહ્યું, ‘બીજાને ટોણા મારીને આપણી ભૂલો છુપાવવી યોગ્ય નથી.

આ પણ વાંચોઃ

PM Narendra Modi In Rajya Sabha: શું છે તંદૂર કાંડ, જેના વિશે પીએમ મોદીએ કહ્યું- ‘કોંગ્રેસ ન હોત તો દીકરીઓને તંદૂરમાં ફેંકવાની ઘટના ન બની હોત’

આ પણ વાંચોઃ

Parliament Budget Session 2022 Live Highlights: પીએમ મોદીએ કોંગ્રેસ, નેહરુ, વંશવાદ પર કર્યા આકરા પ્રહારો, સંસદમાં કહ્યું- કેટલાક લોકોનો ઈતિહાસ માત્ર પરિવાર પૂરતો જ સીમિત

Published On - 5:35 pm, Tue, 8 February 22

Next Article