શ્રીલંકાની આર્થિક સ્થિતિની તુલના ભારત સાથે કરવીએ મૂર્ખામી, પરંતુ બોધપાઠ લેવો જરૂરી: અરવિંદ પનગઢિયા

|

Jul 31, 2022 | 5:29 PM

નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા (Arvind Pangariya)એ જણાવ્યુ છે કે શ્રીલંકાની આર્થિતિ સ્થિતિની તુલના ભારત સાથે કરવી મૂર્ખામી છે.

શ્રીલંકાની આર્થિક સ્થિતિની તુલના ભારત સાથે કરવીએ મૂર્ખામી, પરંતુ બોધપાઠ લેવો જરૂરી: અરવિંદ પનગઢિયા
Arvind Panagariya

Follow us on

નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા (Arvind Pangariya) માને છે કે શ્રીલંકાની આર્થિક સ્થિતિ (Sri Lanka Economic Crisis) ની ભારત સાથે સરખામણી કરવી મૂર્ખામી છે. જો કે, આ સાથે, તેમણે કહ્યું કે આપણે આ ટાપુ દેશના વર્તમાન સંકટમાંથી બોધોપાઠ લેવો જોઈએ. પનગઢિયાએ જણાવ્યું કે 1991ના બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટી પછી દેશની સરકારોએ અર્થવ્યવસ્થાને સંકુચિત રીતે સંચાલિત કરી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ભારતનો સંબંધ છે ત્યાં સુધી રાજકોષીય ખાધને બહાર જવા દેવામાં આવી નથી. ચાલુ ખાતાની ખાધને ઓછી રાખવા માટે વિનિમય દરોમાં ઘટાડો કરવાની મંજૂરી આપવામાં આવી છે. મોંઘવારી રોકવા માટે નાણાકીય નીતિમાં પગલાં લેવામાં આવ્યા છે. નાણાકીય મૂડીનો પ્રવાહ જાણી જોઈને ખોલવામાં આવ્યો છે.

પનગઢિયાએ કહ્યું કે ભારત અને શ્રીલંકા(Sri Lanka) સરખામણી કરવી હાસ્યાસ્પદ છે. ભારતે તેની રાજકોષીય ખોટને પાટા પર લાવવા માટે વિદેશમાંથી લોન નથી લીધી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભારતમાં ઘણું બધું શ્રીલંકા જેવું લાગે છે, સરકારે લોકોનું ધ્યાન ભટકાવવું ન જોઈએ. પનગઢિયાને આ અંગે જ પૂછવામાં આવ્યું હતું. શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ત્યારે ભારત સતત તેના પડોશી દેશોની મદદ કરી રહ્યુ છે.

શ્રીલંકાના અનુભવમાંથી બોધપાઠ લેવો જોઈએ: પનગઢિયા

બેરોજગારીના મુદ્દે પનગઢિયાએ કહ્યું હતું કે ભારતની સમસ્યા બેરોજગારી નથી પરંતુ ઓછા રોજગાર અથવા ઓછી ઉત્પાદકતાવાળા રોજગારની સમસ્યા છે. કોલંબિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર પનાગઢિયાએ જણાવ્યું હતું કે, “આપણે એવી નોકરીઓ દેવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેમાં લોકો સારી આવક મેળવી શકે.” કોવિડ-19 મહામારીના વર્ષમાં એટલે કે 2020-21માં પણ ભારતમાં બેરોજગારીનો દર માત્ર 4.2 ટકા હતો, જે 2017-18માં 6.1 ટકાથી ઓછો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કેટલીક ટીકાઓ સાચી છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે: પનગઢિયા

કેટલાક નિષ્ણાતોના સત્તાવાર આર્થિક આંકડાઓ પર સવાલ ઉઠાવવાના મુદ્દે, પનગઢિયાએ કહ્યું કે દેશનો GDP, પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) અને અન્ય કલેક્શનના આંકડા આંતરરાષ્ટ્રીય સ્તરે સરખામણી કરતાં વધુ સારા લાગે છે. તેમણે કહ્યુ કે “કેટલીક ટીકાઓ સાચી છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે, અમારે અમારા ડેટા કલેક્શનની રિસ્ટ્રક્ચરિંગમાં વધુ રોકાણ કરવાની જરૂર છે”.

આ સાથે તેમણે કહ્યું કે ખરાબ ઈરાદા સાથે કરવામાં આવતી કેટલીક ટીકાઓને નજરઅંદાજ કરવી જોઈએ. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ધ ઈકોનોમિસ્ટ અને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે ભારતમાં કોવિડથી થયેલા મોતોના વૈકલ્પિક અંદાજો આપ્યા છે. તેમણે કહ્યુ “આ પ્રકારના ઉચ્ચ ધોરણોના માપદંડોને તેમણે તેમને ત્યાં અપનાવવા જોઈએ. તેમના આકલનની પદ્ધતિમાં પણ ઘણી ખામીઓ છે.”

Next Article