Fikr Aapki: ભારતનો શ્રીલંકા સાથે મિત્રતાનો આ રસ્તો વધારી દેશે ચીનનું ટેન્શન

છેલ્લા કેટલાક વર્ષોથી ચીન બૌદ્ધ ધર્મમાં માનનારા દેશો વચ્ચે પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. આ સ્થિતિમાં કુશીનગરનું એરપોર્ટ ભારતને શ્રીલંકા, જાપાન, તાઇવાન, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, વિયેતનામ અને સિંગાપોર સાથે જોડી દેશે.

Fikr Aapki: ભારતનો શ્રીલંકા સાથે મિત્રતાનો આ રસ્તો વધારી દેશે ચીનનું ટેન્શન
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 6:31 AM

ભારત (india) સફળતાનાં શિખરો ચડી રહ્યું છે. ભારત માત્ર વેક્સિનેશનમાં ટાર્ગેટ પૂરો કરવામાં સફળ રહેશે તેટલુંજ નહીં આવનારા સમયમાં દેશને બીજું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. હકીકતમાં, શ્રીલંકા (Srilanka) પર પોતાનો પ્રભાવ વધારીને ચીન (China)માત્ર હિંદ મહાસાગરમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું નથી આ સાથે જ ભારતનો ઘેરો પણ મજબૂત કરી રહ્યું છે.

શ્રીલંકાના ઘણા મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લોન આપીને ચીન આ દેશને પોતાની પકડમાં ફસાવી રહ્યું છે. ચીનને જડબાતોબ જવાબ આપવા માટે ભારતે કુશીનગરથી કોલંબોની કલચરલ ડિપ્લોમસીનો નવો દાવ ચાલુ કર્યો છે. જેના કારણે બેઇજિંગના ઇરાદા અધૂરા રહી જશે.

પીએમ મોદીએ ઉત્તરપ્રદેશને વિકાસની વધુ એક ભેટ આપી છે. કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરીને તેની સાથે બુદ્ધની ભૂમિને વિકાસ સાથે જોડી દીધી છે. માત્ર વિકાસ સાથે જ નહીં પરંતુ એવા દેશો સાથે પણ જેની સાથે ભારત સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. ભગવાન બુદ્ધ સર્વત્ર છે. ભગવાન બુદ્ધ દિશાઓ અને સીમાઓથી આગળ રહ્યા છે. ભગવાન બુદ્ધનું સમર્પણ આપણા બધા માટે પ્રેરણા છે. જ્યાં પણ ભગવાન બુદ્ધના વિચારને આત્મસાત કરવામાં આવ્યો છે. ત્યાં સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

કુશીનગરથી ભગવાન બુદ્ધ દ્વારા પીએમ મોદીનો સંદેશ સ્પષ્ટ છે. ખાસ કરીને તે દેશો માટે જ્યાં બૌદ્ધ ધર્મમાં માનનારા લોકોની સંખ્યા વધારે છે. એટલે જ આ ઐતિહાસિક ભેટના સાક્ષી શ્રીલંકાના ખાસ મહેમાન પણ બન્યા છે. કુશીનગરની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ શ્રીલંકાથી આવી હતી. જેમાં શ્રીલંકાના 4 મંત્રીઓ, એક સાંસદ અને 100 જેટલા બૌદ્ધ સાધુઓ સવાર હતા.

કોલંબોથી કુશીનગરની આ પ્રથમ ફ્લાઇટ દેખાવમાં તો સામાન્ય લાગે છે. પરંતુ તેનું પોતાનું અલગ મહત્વ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 26 સપ્ટેમ્બરે મહિન્દા રાજપક્ષે સાથે વર્ચ્યુઅલ સમિટ દરમિયાન જાહેરાત કરી હતી કે કુશીનગર માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શ્રીલંકાથી આવશે. જેમાં બૌદ્ધ ભક્તો પણ હશે.

આજે જ્યારે શ્રીલંકાનું 125 સભ્યોનું પ્રતિનિધિમંડળ કુશીનગર આવી રહેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર લેન્ડ થઇ ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ શ્રીલંકાના રમત મંત્રી અને શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષેનું સ્વાગત કર્યું હતું. શ્રીલંકા સાથેના સંબંધોમાં પણ તેની અસર છે.

શ્રીલંકાથી પ્રતિનિધિમંડળમાં આવેલા બૌદ્ધ ભિક્ષુઓ વિવિધ ધર્મના પ્રખ્યાત મંદિરો સાથે સંકળાયેલા છે. જેનો અલગ અલગ દેશોમાં પોતાનો પ્રભાવ છે. આ ફ્લાઇટ દ્વારા મહાત્મા બુદ્ધની અસ્થિ પણ કુશીનગર લાવવામાં આવી હતી. કુશીનગર તે સ્થાન છે જ્યાં મહાત્મા બુદ્ધે તેમનો છેલ્લો ઉપદેશ આપ્યો હતો અને અહીં જ તેમણે મહાપરિનિવારણ પ્રાપ્ત કર્યું હતું. તેથી જ સમગ્ર વિશ્વમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં કુશીનગરનું વિશેષ મહત્વ છે.કુશીનગર બૌદ્ધ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે.

તેને ભારતમાં બૌદ્ધ સર્કિટનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. અહીં મહાપરિનિર્વાણ મંદિરમાં ભગવાન બુદ્ધની 6.1 મીટર ઉંચી પ્રતિમા સુતેલી મુદ્રામાં બેઠેલી છે. જે લાલ સેન્ડસ્ટોનથી બનાવવામાં આવી છે. અહીં પીએમ મોદીએ 6 મીટર લાંબી ચીવરનું દાન કર્યું. બૌદ્ધ સાધુઓ દ્વારા ચીવરો પહેરવામાં આવે છે. હવે સરકાર કુશીનગરને બૌદ્ધ સર્કિટમાં સૌથી મહત્વનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ચીન બૌદ્ધ ધર્મને અનુસરતા દેશો વચ્ચે પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. આ સ્થિતિમાં કુશીનગરનું એરપોર્ટ ભારતને શ્રીલંકા, જાપાન, તાઇવાન, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, વિયેતનામ અને સિંગાપોર સાથે જોડી દેશે. આ દેશો સાથે કુશીનગરનો સીધો જોડાણ ભક્તોની અવરજવર વધારશે અને ભારત સાથે આ દેશોના સંબંધો પણ મજબૂત બનશે. આ એવા દેશો છે કે જેઓ ટેકનોલોજી, વેપાર અને અન્ય ક્ષેત્રોમાં મજબૂત સ્થિતિ ધરાવે છે. દેખીતી રીતે આ ભારતને મજબૂત કરશે.

આ પણ વાંચો : ભારતે બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિત 11 દેશો સાથે એકબીજાની કોરોના રસી માટે કરાર કર્યા , પ્રવાસીઓને રાહત મળશે

આ પ્પણ વાંચો : કોરોના રસીકરણના 100 કરોડ ડોઝનો આંકડો ગુરુવારે પૂર્ણ થશે, રામ મનોહર લોહિયા હોસ્પિટલ જશે પીએમ મોદી 

g clip-path="url(#clip0_868_265)">