Coal Scam: મમતા બેનર્જીના વધુ એક મંત્રીને EDનું તેડુ, 14 સપ્ટેમ્બરે દિલ્હી હાજર રહેવા પાઠવ્યું સમન્સ

|

Sep 02, 2021 | 6:28 PM

કોલસા કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના (Mamata Banerjee) મંત્રી મલય ઘટકને (Maloy Ghatak) સમન્સ પાઠવ્યું છે. તેમને 14 સપ્ટેમ્બરે દિલ્હી સ્થિત કાર્યાલયમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Coal Scam: મમતા બેનર્જીના વધુ એક મંત્રીને EDનું તેડુ, 14 સપ્ટેમ્બરે દિલ્હી હાજર રહેવા પાઠવ્યું સમન્સ
File photo

Follow us on

કોલસા કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના (Mamata Banerjee) મંત્રી મલય ઘટકને(Maloy Ghatak) સમન્સ પાઠવ્યું છે. તેમને 14 સપ્ટેમ્બરે દિલ્હી સ્થિત કાર્યાલયમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે અગાઉ આ જ કેસમાં ED એ TMC સાંસદ અભિષેક બેનર્જી અને તેમની પત્ની અને પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની પુત્રવધૂ રૂજીરા બેનર્જીને કથિત કોલસા કૌભાંડમાં (Coal Scam) ધરપકડ કરી હતી.

કથિત કોલસા કૌભાંડનો કેસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ફોજદારી કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો. સીબીઆઈની નવેમ્બર 2020 ની એફઆઈઆર બાદ ઈડીએ આ કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈનો આરોપ છે કે આસનસોલની આજુબાજુ ઈસ્ટર્ન કોલફિલ્ડની કેટલીક ખાણોમાંથી કરોડો રૂપિયાનો કોલસો ચોરાઈ ગયો છે. આ કેસમાં અનૂપ માંઝી ઉર્ફે લાલાને મુખ્ય શંકાસ્પદ કહેવામાં આવી રહ્યો છે.

6 સપ્ટેમ્બરના રોજ અભિષેક બેનર્જીને પણ બોલાવવામાં આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જણાવી દઈએ કે કોલસાની દાણચોરીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અભિષેક બેનર્જીને 6 સપ્ટેમ્બરે દિલ્હીમાં ED ની ઓફિસમાં સમન્સ પાઠવ્યું છે. ઇડીએ પિંકન કેસમાં અભિષેકના વકીલ સંજય બાસુને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. ઇડીએ પશ્ચિમ બંગાળ પોલીસના બે વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓ શ્યામ સિંહ અને જ્ઞાનવંત સિંહને પણ જણાવ્યું છે કે તેમને પણ ઇડી દ્વારા અનુક્રમે 8 અને 9 સપ્ટેમ્બરે બોલાવવામાં આવ્યા છે.

અભિષેક બેનર્જીની પત્ની રૂજીરા બેનર્જી હાજર રહ્યા ના હતા.

ED એ આ જ કેસમાં બુધવારે અભિષેક બેનર્જીની પત્ની રૂજીરા બેનર્જીને પણ સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તે હાજર થયા ન હતા. તેમણે એજન્સીના અધિકારીઓને તેમના કોલકાતાના નિવાસસ્થાને આવીને પૂછપરછ કરવા વિનંતી કરી હતી.

ED ના સહાયક નિર્દેશક સુમત પ્રકાશ જૈનને લખેલા પત્રમાં રૂજીરાએ કહ્યું હતું કે, “18 ઓગસ્ટ, 2021 ના ​​રોજ જારી સમન્સમાં મને 1 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં રૂબરૂ હાજર રહેવા કહેવામાં આવ્યું છે. હું બે બાળકોની માતા છું અને વર્તમાન રોગચાળા વચ્ચે નવી દિલ્હીની એકલી મુસાફરી મને અને મારા બાળકોને ગંભીર મુશ્કેલીમાં મુકી શકે છે.

“કોલસા ચોરીના કેસમાં સીબીઆઈની એક ટીમે ફેબ્રુઆરીમાં રૂજીરાને તેના ઘરે પૂછપરછ કરી હતી. મમતા બેનર્જીએ મોદી સરકાર પર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : Corona : વધુ એક વેરિઅન્ટનો ખતરો, આ દેશમાં Mu Variantના કેસ આવતા WHOએ કહ્યું કે ડેલ્ટાથી પણ વધુ ખતરનાક

આ પણ વાંચો :Afghanistan Crisis: અફઘાનિસ્તાન મુદ્દે ભારત રાખી રહ્યું છે નજર, એસ જયશંકરે ઈરાન, કેનેડા અને બ્રિટેનના વિદેશ મંત્રીઓ સાથે કરી ચર્ચા

Next Article