CNG Price Hike: સીએનજીની કિંમતોમાં ઝીંકાયો વધારો, જાણો શું છે CNGના નવા ભાવ

|

May 15, 2022 | 7:21 AM

ગુજરાતની વાત કરીએ તો ગેસના ભાવમાં આ વર્ષના જાન્યુઆરી મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી 2022માં 1.59 રૂપિયા વધારો થયો હતો, માર્ચ 2022માં 4 રૂપિયા વધારો નોંધાયો હતો. 6 એપ્રિલ 2022માં 6.45 રૂપિયા વધારો થયો હતો.

CNG Price Hike: સીએનજીની કિંમતોમાં ઝીંકાયો વધારો, જાણો  શું છે CNGના નવા ભાવ
CNG price hike

Follow us on

CNGમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા છે ત્યારે દિલ્લીમાં એક કિલો ગેસનો ભાવ 73. 41 રૂપિયા થયો છે. જ્યારે(Gujarat) ગુજરાતમાં કિલોએ 2.60 રૂપિયાનો વધારો થયો છે. તો ગુજરાત ગેસ (Gujarat Gas) સીએનજીના ભાવમાં 82. 60 રૂપિયાનો વધારો થયો છે . દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે શનિવારે દિલ્લી અને તેની આસપાસના શહેરોમાં (CNG)ના ભાવમાં વધારો નોંધાયો છે. નવી કિંમતો રવિવારે સવારે 6 વાગ્યાથી લાગુ પડી ગઈ છે. ગુજરાતમાં સીએનજીના ભાવમાં 2.60 રૂપિયાનો વધારો થયો છે જ્યારે પીએનજીના ભાવમાં 3.91 રૂપિયાનો વધારો થયો છે.

ગુજરાતની વાત કરીએ તો ગેસના ભાવમાં આ વર્ષના જાન્યુઆરી મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. 5 જાન્યુઆરી 2022માં 67.53 રૂપિયા. 1.59 રૂપિયા વધારો થયો હતો. તો 23 માર્ચે 2022માં 70.53 રૂપિયા. 4 રૂપિયા વધારો નોંધાયો હતો. જ્યારે 6 એપ્રિલે 2022માં 76.98 રૂપિયા. 6.45 રૂપિયા વધારો અને 14 એપ્રિલે 2022માં 79.56 રૂપિયા. 2.58 રૂપિયા વધારો નોંધાયો હતો જ્યારે 10 મેના રોજ સીએનજીમાં 82.16 રૂપિયાએટલે કે 2.60 રૂપિયા વધારો નોંધાયો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ત્યારે દિલ્લીમાં એક કિલો સીએનજીનો ભાવ 73. 61 રૂપિયા થયો છે તો નોઇડા અને ગાઝિયાબાદમાં 76. 17 રૂપિયા અને ગુરુ ગ્રામમાં 81. 94 રૂપિયાનો વધારો થયો છે. અજ્યારે અજમેર અને પાલમમાં 83. 88 રૂપિયાનો વધારો નોંધાયો છે. તો મેરઠ, શામલી અને મુઝ્ફરનગરમાં 80. 84 રૂપિયા તથા કાનપુર અને ફ્તેહપુરમાં 85. 40 રૂપિયાનો વધારો નોંધાયો છે.

 

 

ગત મહિને પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલું ક્ષેત્રો માં શહેરી ગેસ વિતરક માટે પ્રાકૃતિક ગેસની ફાળવણી બંધ કરી છે જેનાથી સીએનજી અને પીએનજી(પાઇપ દ્વારા ઘરેલું ઉપયોગ , રસોઈ માટે ફાળવાતો ગેસ) નો ભાવ રેકોર્ડ સ્તરે પહોચ્યો છે. જોકે મંત્રાલયે જણાવ્યું હતું કે ફાળણી રોકવામાં નથી આવી પંરતુ બીજા ક્ષેત્રોને ગેસ આપવાથી વીજળી અને અન્ય ક્ષેત્રમાં ગેસનો પુરવઠો ઓછો કરવો પડશે.

ગેસના ઓછા પુરવઠાને કારણે કિંમતોમાં ઉછાળો

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી મંડળે શહેરી ગેસ વિતરણ ક્ષેત્રને કાપ વિના પ્રાથમિકતાના આધારે 100 ટકા ગેસ પુરવઠાનો નિર્ણય હોવા છતાં પુરવઠો માર્ચ 2021ની માંગના આધારે કરવામાં આવી રહ્યો છે. તેના લીધે શહેરી ગેસ વિતરણ કંપનીઓને ઉંચી કિંમતે આયાત થયેલો એલએનજી ખરીદવો પડે છે પરિણામે ગેસના ભાવ વધે છે. સૂત્રો એ જણાવ્યું હતું કે મંત્રાલય દર વર્ષે છ મહિને એટલે કે એપ્રિલ મહિનામાં અને ઓક્ટોબર મહિનામાં ઘરેલું ગેસની ફાળવણી કરે છે. પરંતુ માર્ચ 2021થી આ પ્રકારની કોઈ ફાળવણી થઈ નથી.

Next Article