CM Yogi Birthday : બુલડોઝર બાબા યોગી આદિત્યનાથ નોઇડા ન જવા સહિતની દંતકથાઓ તોડવામાં રહ્યા અગ્રેસર, જાણો રસપ્રદ માહિતી

|

Jun 05, 2022 | 12:03 PM

ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો (CM Yogi Adityanath) આજે 50મો જન્મદિવસ છે. પ્રધાનમંત્રી મોદીએ તેમને સૌથી ઉર્જાવાન મુખ્યમંત્રી ગણાવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

CM Yogi Birthday : બુલડોઝર બાબા યોગી આદિત્યનાથ નોઇડા ન જવા સહિતની દંતકથાઓ તોડવામાં રહ્યા અગ્રેસર, જાણો રસપ્રદ માહિતી
CM yogi adityanath bierthday

Follow us on

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો (CM Yogi Adityanath Birthday) આજે 50મો જન્મદિવસ છે. ત્યારે તેમને જન્મદિવસની અનેકા અનેક વધામણીઓ મળી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ (PM Modi) તેમને સૌથી ઉર્જાવાન મુખ્યમંત્રી ગણાવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આજે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના જન્મદિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગોરખપુરમાં આજે યોગી આદિત્યનાથના જન્મદિવસ તેમજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 11, 000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. યોગી આદિત્યનાથનો જન્મદવિસ 5 જૂન 1972માં થયો હતો. મુખ્યમંત્રી બન્યા બાદ 2018થી સીએમ યોગીનો જન્મદિવસ પર્યાવરણ સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

 

યોગી આદિત્યનાથ યુવાવયથી જ સક્રીય રાજકારણમાં હતા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્ષ 1994માં નાથ સંપ્રદાયના મોટા મઠ ગોરખનાથ મંદિરના ગૂરૂ મહંત અવૈદ્યનઆથ પાસેથી દીક્ષા લીધી હતી અને ત્યાર બાદ તેમનું નામ યોગી આદિત્યનાથ કરવામાં આવ્યું હતુ અને મહંત અવૈદ્ય નાથે તેમને 4 જ વર્ષમાં તેમનાી ઉત્તરાધિકારી બનાવી દીધા હતા. તેમનું મૂળ નામ તો અજય સિંહ બિષ્ટ છે જેનાથી મોચા ભાગના લોકો અજાણ છે. તેમણે ગઢવાલની કોલજેમાંથી સાયન્સ વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ત્યાર બાદ યોગી આદિત્યનાથે ખાનગી રીતે હિંદુ યુવા વાહિનીની રચના કરી જેને યોગી આદિત્યાનાથ દ્વારા સાંસ્કૃતિક સંગઠન કહેવામાં આવે છે. યોગી રાજકારણમાં આવ્યા બાદ તેમનો દબદબો સતત વધતો રહ્યો છે.

યોગીની તાસીર છે વિવિધ વિક્રમો સર્જવાની

રાજકારણમાં સતત રેકોર્ડ સર્જવા એ મુખ્યમંત્રી યોગીની તાસીર રહી છે. તેઓ 1998માં પ્રથમવા વાર સાંસદ તરીકે પસંદગી પામ્યા ત્યારે સૌથી ઓછી વયના સાંસદ હતા

તો 42 વર્ષની વયે એક જ ક્ષેત્રમાંથી સતત 5 વાર સાસંદ બનવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.

જ્યારે  ભાજપને ઉત્તર પ્રદેશમાં સત્તા પર લાવવા તેમજ ફરીથી નવી ઇનિગ્સમાં પણ ભાજપને યથાવત રાખવા મુખ્યમંત્રી યોગીએ મોટો ભાગ ભજવ્યો હતો.

નોઇડાની દંતકથા તોડીને સતત બીજી વાર બન્યા મુખ્યમંત્રી

એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાળ સંભાળે છે તે વ્યક્તિ નોઇડાની મુલાકાત લેતી નથી કારણ કે આમ કરવાથી સીએમ પદની ખુરશી જતી રહે છે. જોકે યોગી આદિત્યનાથે આ અંધશ્રદ્ધામાંથી બહાર આવીને ઘણી વાર નોઇડાની મુલાકાત લીધી હતી. તેમ છતાં તેઓ ઉત્તર પ્રદેશમાં બીજી વાર મુખ્યમંત્રી બન્યા હતા.

જાણો નોઇડા મિથક  વિશે જેને તોડવામાં નિમિત્ત બન્યા યોગી

નોઇડા મિથક વર્ષ 1988માં શરૂ થયું હતું. 1988માં વીર બહાદુર સિંહ ઉ.પ્ર.ના મુખ્યમંત્રી હતા અને તેઓ નોઇડા ગયા હતા અને તેમની ખુરશી જતી રહી હતી. ત્યાર બાદ જે ઉ.પ્ર.નું મુખ્યમંત્રી બનતું તે નોઇડા જતું નહોતું. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પણ પોતાના કાર્યકાલ દરમિયાન નોઇડા જવાથી બચતા હતા. વર્ષ 1989માં નારાણ દત્ત તિવારી નોઇડાના સેકટર 12માં નહેરૂ પાર્કનું ઉદ્ધાટન કરવા ગયા હતા અને તેઓ સત્તામાં પરત ફરી શક્યા નહોતા. હાલના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ જ્યારે ઉ.પ્રના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ પણ નોઇડામાં બનેલા ફ્લાઇ ઓવરનું ઉદ્ધાટન દિલ્લીથી કર્યું હતું , પરંતુ યોગી આ બધાથી અલગ ચીલો ચાતર્યો અને તેઓ તેમના કાર્યકાળ દરમિયાન ઘણી વાર નોઇડા ગયા હતા.

બુલડોઝર બાબા તરીકે બન્યા પ્રખ્યાત

સામજવાદી પાર્ટીના અખિલેશ યાદવે યોગી આદિત્યનાથને ટોન્ટમાં બુલડોઝર બાબા કહ્યા હતા. જોકે આફતને અવસરમાં ફેરવવામાં માહેર ભાજપે યોગી આદિત્યનાથ સાથે બુલડોઝરને સફળતાપૂર્વક જોડી દીધું હતુ. યોગી આદિત્યનાથની સભાઓમાં ઠેર છેર બુલડોઝર જોવા મળતા હતા. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં બુલડોઝર ભારતીય જનતા પાર્ટીના પ્રચારનું માધ્યમ બન્યું હતું. તે સમયે એક નારો જાણીતો બન્યો હતો. ‘यूपी की मजबूरी है, बुलडोजर जरूरी है’ તેમજ ‘बाबा का बुलडोजर’ નું સ્લોગન પણ જાણીતું બન્યું હતું.

મુખ્યમંત્રી યોગીએ તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદે જમીન પર દબાણ હટાવવા બુલડોઝર ફેરવ્યા હતા. વર્ષ 2017માં જ્યારે સમાજવાદી પાર્ટીને હરાવીને યોગી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ભૂ માફિયા ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું હતું. જેણે 2000 જેટલા ગેરકાયદે બાંધકામને ધ્વસ્ત કર્યા હતા.

પ્રતિભાશાળી મુ્ખ્યમંત્રી યોગી આદિત્યનાથને આજે કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહથી માંડીને માયવતીથી સહિતના ઘણા નેતાઓએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Article