AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમેરિકી ઈશારે નાચે છે CJP… ભારત વિરુદ્ધ ષડયંત્ર રચાયું, અરાજકતા ફેલાવવાનો વિદેશી પ્લાન ‘ખુલ્લો પડ્યો’

દિલ્હીમાં ચૂંટણી પંચ સામે ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે જાણીતી ગાયિકાએ મોટો દાવો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) અને તેના નેતાઓને અમેરિકાના એવા દાતાઓ પાસેથી આર્થિક મદદ મળી રહી છે, જેઓ PM મોદીના નેતૃત્વની વિરુદ્ધમાં છે. ગાયિકાએ ભારતના યુવાનોને દેશ વિરોધી વિચારધારા સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા અપીલ કરી છે.

Breaking News: અમેરિકી ઈશારે નાચે છે CJP... ભારત વિરુદ્ધ ષડયંત્ર રચાયું, અરાજકતા ફેલાવવાનો વિદેશી પ્લાન 'ખુલ્લો પડ્યો'
Image Credit source: RajSingh Sisodiya
Hasmukh Ramani
| Edited By: | Updated on: Oct 14, 2026 | 5:08 PM
Share

કોકરોચ જનતા પાર્ટી (CJP) ને અમેરિકાના દાતાઓ તરફથી આર્થિક મદદ મળી રહી છે. અમેરિકાની ગાયિકા મેરી મિલબેને બુધવારે (14 ઑક્ટોબર) આ આરોપ લગાવ્યો. મિલબેને કહ્યું કે, આ ચૂપ રહેવાનો સમય નથી. સાથે જ તેમણે કહ્યું કે, ભારતના તમામ યુવા દેશભક્તોએ સંગઠનની વિઘટનકારી વિચારધારા વિરુદ્ધ ઊભા રહેવા અને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવું જોઈએ.

ગાયિકા મિલબેને આ ટિપ્પણી એવા સમયે કરી છે, જ્યારે વિપક્ષી દળો અને કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા વોટર લિસ્ટના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)માં કથિત અનિયમિતતાઓને લઈને મુખ્ય ચૂંટણી આયુક્ત (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને નવી દિલ્હીમાં પ્રદર્શન કરી રહ્યા છે.

તેમણે કહ્યું, “કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા અભિજીત દીપકે અને તેમની પાર્ટીને અમેરિકાના એવા દાતાઓથી આર્થિક સહાય મળી રહી છે, જે PM મોદી અને તેમના નેતૃત્વમાં તમારા ભવિષ્ય હોવાની વિરુદ્ધ છે.”

ભારતીય યુવાનોને શું અપીલ કરી?

તેમણે કહ્યું કે, આ ચૂપ રહેવાનો સમય નથી. ભારતના તમામ યુવા દેશભક્તોને વિઘટનકારી તાકાતોના વિરોધમાં ઊભા રહેવા અને શાંતિપૂર્ણ રીતે વિરોધ-પ્રદર્શન કરવાની અપીલ કરવામાં આવે છે.

આ સિલસિલામાં એક્સ પર એક પોસ્ટમાં મિલબેને કહ્યું, “ડરશો નહીં, મારા યુવા દેશભક્તો. તમારા વડાપ્રધાન, જેમણે 25 વર્ષ સુધી ભારતની સેવા કરી છે અને 12 વર્ષથી વડાપ્રધાન છે તથા સતત ત્રણ કાર્યકાળ માટે ચૂંટાયા છે, તે મારા દેશની વિઘટનકારી તાકાતો સામે ઝૂકવાના નથી.”

દાતાઓને લઈને મિલબેને શું કહ્યું?

ગાયિકાએ કહ્યું, “આ પસંદગીના દાતાઓની દુનિયાભરમાં એક રીત રહી છે. તેઓ દુનિયાના રૂઢિચુસ્ત નેતાઓને નિશાન બનાવે છે. આ ઉપરાંત સંબંધિત દેશના કોઈ એવા વ્યક્તિને શોધે છે, જેણે અમેરિકામાં શિક્ષણ મેળવ્યું હોય અને તેને કટ્ટરપંથી બનાવે છે. પછી તેને પાછા તેના દેશ મોકલે છે અને ત્યાં અરાજકતા તથા વિનાશ ફેલાવવા માટે નાણાં પૂરા પાડે છે. જો કે, આમાંથી કોઈ પણ સફળ થયું નથી પરંતુ આ ગતિવિધિઓએ સંબંધિત દેશોના વિકાસ અને શાસન વ્યવસ્થાને પ્રભાવિત કરી છે.”

અમેરિકી ગાયિકા મિલબેને કહ્યું કે, લોકશાહી અને સ્વતંત્રતાને જાળવી રાખવા માટે હંમેશાં એક જવાબી આંદોલન હોવું જોઈએ.

કોણ છે મિલબેન?

મિલબેન એક જાણીતી આફ્રિકી-અમેરિકી હૉલિવુડ અભિનેત્રી અને ગાયિકા છે. મિલબેને વર્ષ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ગાયું હતું. આફ્રિકી મૂળની અમેરિકી ગાયિકા હિન્દુ ધર્માવલંબીઓ દ્વારા કરવામાં આવતી આરતી ‘ૐ જય જગદીશ હરે’ના ગાયન માટે પણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે.

Breaking News : ભારતે એવું કર્યું જે ચીને વિચાર્યું પણ ન હતું, લદ્દાખ મુદ્દે ચીનના દાવા પર સીધો હુમલો, જાણો

Follow Us
ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટ્યું
ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટ્યું
વિરમગામના લિયા ગામમાં ડિમોલિશન દ્વારા 50 દબાણો દૂર કરાયા
વિરમગામના લિયા ગામમાં ડિમોલિશન દ્વારા 50 દબાણો દૂર કરાયા
Breaking News : ભાવનગરની હોટેલમાં જુગારધામ ઝડપાયું
Breaking News : ભાવનગરની હોટેલમાં જુગારધામ ઝડપાયું
અમદાવાદમાં કરિયાણું લેવા ગયેલા લોકો અચાનક DJના તાલે ઝૂમ્યા
અમદાવાદમાં કરિયાણું લેવા ગયેલા લોકો અચાનક DJના તાલે ઝૂમ્યા
પાટીદારના દીકરાઓને લઈને ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન
પાટીદારના દીકરાઓને લઈને ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન
બનાસકાંઠામાં જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ
બનાસકાંઠામાં જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">