AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતે એવું કર્યું જે ચીને વિચાર્યું પણ ન હતું, લદ્દાખ મુદ્દે ચીનના દાવા પર સીધો હુમલો, જાણો

લદ્દાખ પર ચીનના તાજેતરના નિવેદનથી ભારત-ચીન સરહદી વિવાદ ફરી સપાટી પર આવ્યો છે. ચીને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે માન્યતા ન આપવાનો દાવો કર્યો, જેના પર ભારતે સ્પષ્ટ કહ્યું કે લદ્દાખ તેનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે.

Breaking News : ભારતે એવું કર્યું જે ચીને વિચાર્યું પણ ન હતું, લદ્દાખ મુદ્દે ચીનના દાવા પર સીધો હુમલો, જાણો
| Updated on: Oct 14, 2026 | 9:53 AM
Share

ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારાના સંકેતો વચ્ચે લદ્દાખને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. ચીને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશને માન્યતા ન આપવાનો દાવો કરતાં ભારતે આકરો પ્રતિસાદ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. ચીનના નિવેદનથી બંને દેશો વચ્ચે સરહદને લઈને ચાલી રહેલો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે.

ચીન અને ભારત વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધો સુધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, સરહદી વિસ્તારોને લઈને બંને દેશો વચ્ચે મતભેદો યથાવત્ છે. ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા માઓ નિંગે બેઇજિંગમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ચીન ભારત દ્વારા એકપક્ષીય રીતે બનાવવામાં આવેલા લદ્દાખના કહેવાતા કેન્દ્રશાસિત પ્રદેશને માન્યતા આપતું નથી. ચીનના આ નિવેદન બાદ ભારતે પોતાના વલણને ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે.

દેશની પ્રાદેશિક અખંડિતતા અંગે અડગ વલણ

ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપતાં જણાવ્યું હતું કે લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. ચીન વારંવાર આ હકીકતનો ઇનકાર કરે તો પણ વાસ્તવિકતા બદલાવાની નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે દેશની પ્રાદેશિક અખંડિતતા અંગે તેનું વલણ અડગ છે અને આ મુદ્દે કોઈ ગેરસમજને સ્થાન નથી.

લદ્દાખના સત્તાવાર નકશામાં 28 સ્થળો અને ભૌગોલિક વિશેષતાઓનાં પ્રમાણભૂત નામો સામેલ કરવાના મુદ્દે ચીનની પ્રતિક્રિયા સામે ભારતનું આ નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ અંગેની પ્રેસ રિલીઝ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવી હતી. સર્વે ઓફ ઇન્ડિયાના સત્તાવાર નકશામાં લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળ આવતાં 28 સ્થળો અને ભૌગોલિક વિશેષતાઓને તેમનાં પ્રમાણભૂત નામો સાથે દર્શાવવામાં આવ્યાં છે.

ભૌગોલિક સ્થિતિને સ્પષ્ટ કરી

ભારતના જણાવ્યા અનુસાર, આ પહેલનો હેતુ સત્તાવાર નકશામાં આ સ્થળોનો સમાવેશ કરવાનો, તેમની સાચી ઓળખ જાળવવાનો અને લોકોમાં તેમના વિશે જાગૃતિ વધારવાનો છે. ભારતે આ કાર્યવાહી દ્વારા લદ્દાખ અંગે પોતાની વહીવટી અને ભૌગોલિક સ્થિતિને સ્પષ્ટ કરી છે. ચીનના દાવાઓ સામે ભારતે ફરી એકવાર પોતાની સ્થિતિ દોહરાવી છે.

લદ્દાખ ઉપરાંત અરુણાચલ પ્રદેશને લઈને પણ ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભારત અરુણાચલ પ્રદેશને પોતાનો અભિન્ન ભાગ માને છે, જ્યારે ચીન આ વિસ્તારના કેટલાક ભાગો પર દાવો કરે છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે અગાઉ પણ રાજદ્વારી સ્તરે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

લદ્દાખ અંગે ચીનના તાજેતરના નિવેદનથી સરહદી વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે લદ્દાખની સ્થિતિ અંગે ચીનના દાવાઓથી કોઈ ફેરફાર થવાનો નથી. બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાના પ્રયાસો ચાલુ રહે તે માટે સરહદી મુદ્દાઓ પર સંયમ અને રાજદ્વારી સંવાદ મહત્ત્વપૂર્ણ રહેશે.

Breaking News: ફ્લાઈદુબઈ ફ્લાઈટ હાઈજેક મામલે તપાસમાં થયો મોટો ખૂલાસો

Follow Us
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
g clip-path="url(#clip0_868_265)">