AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

chennai : 300 પોલીસકર્મીઓ ચોરની પાછળ ભાગ્યા તો પણ ચોર હાથમાં ન આવ્યો, અંતે ડ્રોનની મદદથી ચોર પકડાયો

પોલીસનું કહેવું હતુ કે,બંન્ને આરોપીઓ પાસે હથિયાર હતા, તેમણે પોલીસની ટીમ પર પણ ગોળી ચલાવી હતી. ત્યારબાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.

chennai : 300 પોલીસકર્મીઓ ચોરની પાછળ ભાગ્યા તો પણ ચોર હાથમાં ન આવ્યો, અંતે ડ્રોનની મદદથી ચોર પકડાયો
chennai a suspect of chain snatching shot dead tracked by drones
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 3:21 PM
Share

chennai : ચેન્નઈમાં પોલીસ અને ચેઈન ચોર વચ્ચે એન્કાઉન્ટરનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં 300 પોલીસ કર્મચારીઓને ચેઇન ચોરીના આરોપીને પકડવા માટે ઉતારવામાં આવ્યા હતા.

તેમ છતાં ચોર પકડાયો ન હતો, તેની પાછળ ડ્રોન કેમેરા છોડવામાં આવ્યા હતા અને અંતે પોલીસે તેને ગોળી મારી દીધી હતી. આ ઘટના સોમવારની છે, આ એન્કાઉન્ટરમાં ચેન ચોરીના આરોપીના સાથીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, બંને ઝારખંડના રહેવાસી હતા અને ચેન્નાઈમાં કામ કરતા હતા.

પોલીસનો દાવો છે કે, બંને આરોપીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો, જેના પગલે જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, બંને ચોર હથિયારોથી સજ્જ હતા અને ચોરી કરવા માટે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું.

મહિલા પાસેથી ચેન ચોરી ભાગ્યા હતા

પોલીસે જણાવ્યું કે, બંને આરોપીઓ શ્રીપેરમ્બુદુરના ટોલ પ્લાઝા નજીક 55 વર્ષીય મહિલા પાસેથી ચેન ચોરી કરીને ભાગી રહ્યા હતા. જ્યારે મહિલાએ બુમો પાડી ત્યારે બંનેએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું, ત્યારબાદ બંને આરોપીઓની શોધ માટે પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ મુર્થાસા તરીકે થઈ છે. તે જ સમયે, તેનું નામ અખ્તર છે. પોલીસનું કહેવું છે કે, અમને શંકા છે કે તે બંને 4 ઓક્ટોબરની ઘટનામાં પણ સામેલ હતા, જેમાં એક સરકારી કર્મચારીને ગોળી વાગવાથી ઈજા થઈ હતી.

ડ્રોનની મદદથી સામાનોની ડિલીવરી થી લઈ ફોટોગ્રાફી ( Photography ) સુધીનું કામ આસાનીથી થાય છે. તે તમારી પર નિભર કરે છે કે, તમે કેવી રીતે ક્રિએટીવ રીતે ડ્રોન ( Drone ) નો ઉપયોગ કરો છે. બજારમાં અલગ-અલગ આકાર, કામ અને કાબિલિયત વાળા ડ્રોન આસાનીથી મળી જાય છે. લગ્નમાં ફોટોગ્રાફીથી લઈ ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ ડ્રોનની મદદથી કરી શકાય છે.

આ ડ્રોનનો ઉપયોગ કોઈ ખોટા કામમાં પણ કરવામાં આવે છે, મતલબ કે, ડ્રોનનો ઉપયોગ ગેર-કાનૂની ગતિવિધીઓ માટે પણ કરવામાં આવી શકે છે. થોડા મહિના પહેલા જ જમ્મુમાં ભારતીય વાયુ સેના ( Indian Air Force ) પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ભારતીય નૌકાદળનો માલાબાર અભ્યાસ શરૂ, P-8I વિમાનોએ પણ ભાગ લીધો

આ પણ વાંચો ; ‘મગજ’ ધોનીનું ‘ધમાકો ‘કોહલીનો, આ જોડી T20 world cupમાં ‘આગ’ લગાડશે, આ દિગ્ગજે કરી ભવિષ્યવાણી

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">