દાઉદ-છોટા શકીલ અને ડી કંપનીના 3 સહયોગીઓની વિરૂદ્ધ ચાર્જશીટ, NIAએ કર્યો મોટો ખુલાસો

NIAએ કહ્યું છે કે તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આતંકવાદી ગેંગના સભ્યો અને એક સંગઠિત અપરાધ સિન્ડિકેટ ડી કંપનીએ વિવિધ પ્રવૃત્તિઓ કરીને ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓને આગળ વધારવાનું કાવતરું ઘડ્યું હતું.

દાઉદ-છોટા શકીલ અને ડી કંપનીના 3 સહયોગીઓની વિરૂદ્ધ ચાર્જશીટ, NIAએ કર્યો મોટો ખુલાસો
Dawood IbrahimImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 9:56 PM

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ટેરર ​​ફંડિંગ કેસમાં ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ, તેના નજીકના સાથી છોટા શકીલ અને ‘D કંપની’ના અન્ય ત્રણ સભ્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ તમામ પર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ભંડોળ એકત્ર કરવાનો આરોપ છે. દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ (બંને પાકિસ્તાનમાં છુપાયેલા) ઉપરાંત એનઆઈએની ચાર્જશીટમાં આરીફ અબુબકર શેખ ઉર્ફે આરીફ ભાઈજાન, શબ્બીર અબુબકર શેખ અને મોહમ્મદ સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફળ નામના ત્રણ સહયોગીઓ છે.

NIAએ કહ્યું છે કે તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આતંકવાદી ગેંગના સભ્યો અને એક સંગઠિત અપરાધ સિન્ડિકેટ ડી કંપનીએ વિવિધ પ્રવૃત્તિઓ કરીને ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓને આગળ વધારવાનું કાવતરું ઘડ્યું હતું. આ કાવતરાઓને આગળ વધારવા માટે તેઓએ વ્યક્તિગત આતંકવાદી (દાઉદ ઈબ્રાહિમ) અને ડી-કંપની માટે લોકોને ડરાવી-ધમકાવીને મોટી રકમ એકઠી કરી.

લોકોના મનમાં ગભરાટ પેદા કરવાની યોજના

NIAના જણાવ્યા અનુસાર તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓને હવાલા માધ્યમો દ્વારા વિદેશમાં ફરાર ગુનેગારો, મુંબઈ અને ભારતના અન્ય ભાગોમાં આતંકી હુમલા કરવા અને લોકોના મનમાં ગભરાટ ફેલાવવા માટે મળ્યા હતા. તે માટે મોટી રકમ મળી હતી, અગાઉ ઓગસ્ટમાં NIAએ ઈબ્રાહિમ પર 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જાહેરાત કરી હતી કે જે પણ વ્યક્તિ દાઉદ ઈબ્રાહિમના ખાસ મિત્ર છોટા શકીલને પકડવામાં મદદ કરશે તેને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. NIAએ દાઉદ ઈબ્રાહિમને પકડવામાં મદદ કરનાર વ્યક્તિ માટે 25 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. તેવી જ રીતે ડી કંપનીના અન્ય સભ્યો અને ગોરખધંધા માટે પણ ઘણા બધા ઈનામો જાહેર કરવામાં આવ્યા હતા.

દાઉદ હાલ પાકિસ્તાનના કરાચીમાં રહે છે. 2003માં 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો પછી દાઉદને પકડવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિ દ્વારા US $25 મિલિયનનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. દાઉદ ઈબ્રાહિમનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપીઓની યાદીમાં છે. લશ્કર-એ-તોયબાના વડા હાફિઝ સઈદ, જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર, હિઝબુલ મુજાહિદ્દીનના સ્થાપક સૈયદ સલાહુદ્દીન અને તેના નજીકના સહયોગી અબ્દુલ રઉફ અસગર પણ મોસ્ટ વોન્ટેડ આરોપીઓની યાદીમાં છે.

g clip-path="url(#clip0_868_265)">