Chandrayaan 3 LIVE Updates : છેલ્લા સ્ટેજમાં ચંદ્રયાન-3ને મળી મોટી સફળતા, વિક્રમ લેન્ડર અલગ થયા પછી 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે અને ઇતિહાસ રચશે

|

Aug 17, 2023 | 2:28 PM

ચંદ્રયાન-3 (Chandrayaan 3) લેન્ડિંગ પહેલા તેના મહત્વપૂર્ણ તબક્કાને પાર કરી ચૂક્યું છે. પ્રોપલ્શનથી અલગ થયા પછી, વિક્રમ લેન્ડર હવે એકલા પ્રવાસ પર નીકળી ગયું છે, લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે અને ઇતિહાસ રચશે.

Chandrayaan 3 LIVE Updates : છેલ્લા સ્ટેજમાં ચંદ્રયાન-3ને મળી મોટી સફળતા, વિક્રમ લેન્ડર અલગ થયા પછી 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે અને ઇતિહાસ રચશે

Follow us on

Chandrayaan 3 LIVE Updates: ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણ પહેલા ઈસરોએ મોટી સફળતા મેળવી છે. ચંદ્રયાન-3 (Chandrayaan 3)ને ગુરુવારે બપોરે 1.08 કલાકે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જે લેન્ડિંગ પહેલા પણ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા હતી. આ પ્રક્રિયામાં ચંદ્રયાન-3ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલને અલગ કરવામાં આવ્યા છે. હવે વિક્રમ લેન્ડર ચંદ્રથી 100 કિમી દૂર છે. વિસ્તારની પ્રદક્ષિણા કરશે અને ધીમે ધીમે ઉતરાણ તરફ આગળ વધશે.

ઈસરોએ એક નિવેદન જાહેર કર્યું છે,લેન્ડર અને પ્રોપલ્શનને સફળતાપૂર્વક અલગ થઈ ચૂક્યા છે. હવે ચંદ્ર પાસે ભારતના 3 પ્રોપલ્શન મોડ્યુલ છે. એટલે કે ભારત ચંદ્ર પર પગ મૂકવાની ખૂબ નજીક છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

 

 

આ પણ વાંચો : Chandrayaan 3 પર ઈસરોના પૂર્વ વડાનું નિવેદન, કહ્યું 140 કરોડ ભારતીયોની છાતી ગર્વથી ફુલી જશે

જો ચંદ્રયાન 3નું ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ થાય છે. તો ભારત ચંદ્ર પર પહોચનાર દુનિયાનો ચોથો દેશ બની જશે. ખાસ વાત એ છે કે, ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં લેન્ડ થશે. જ્યાં હજુ સુધી કોઈ પહોંચી શક્યું નથી.

કઈ રીતે અલગ થયું પ્રોપલ્શન અને લેન્ડર?

ચંદ્રયાન-3ની લેન્ડિગ 23 ઓગસ્ટના રોજ થશે પરંતુ આ પહેલા આજનો દિવસ ખુબ ખાસ છે. ગુરુવારના રોજ ચંદ્રયાન 3ના પ્રોપલ્શન અને લેન્ડર અલગ થયા છે. આવી સ્થિતિમાં ચંદ્રની કક્ષાના 100*100 કિમી રેન્જમાં થશે.બંનેને અમુક અંતરે રાખવામાં આવશે જેથી તેમની વચ્ચે ટક્કર ન થાય. જ્યારે લેન્ડર અલગ થશે, ત્યારે તે લંબગોળ રીતે ફરશે અને તેની ગતિ ધીમી કરશે, ધીમે ધીમે તે ચંદ્ર તરફ જશે.

અલગ થયા બાદ શું થશે?

જ્યારે પ્રોપલ્શન અને લેન્ડર અલગ થઈ જશે. ત્યારબાદ લેન્ડરનું સાચું કામ શરુ થશે. વિક્રમ લેન્ડર પછી ચંદ્રના 100 કિ.મી. રેન્જમાં, તે અંડાકાર આકારમાં ફરતું રહેશે, જે દરમિયાન તેની ઝડપ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્યારે ધીરે ધીરે લેન્ડરને ચંદ્ર તરફ મોકલવામાં આવશે અને સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે.

ચંદ્રયાન-3 સાથે જોડાયેલી મહત્વની તારીખો

  • 14 જુલાઈ 2023 : ચંદ્રયાન-3 મિશન લોન્ચ થયું
  • 1 ઓગસ્ટ 2023 : ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષાને બહાર થયું
  • 5 ઓગસ્ટ 2023 : ચંદ્રયાન-3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો
  • 16 ઓગસ્ટ 2023 : ચંદ્રની ભ્રમણકક્ષામાં પૂર્ણ
  • 17 ઓગસ્ટ 2023: લેન્ડિંગ પહેલા પ્રોપલ્શન અને લેન્ડર અલગ થઈ ગયા

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article