Omicron: કોરોનાના નવા વેરિએન્ટને લઈ સર્તક રહે રાજ્યો, નવા કેસ પર રાખે નજર, કેન્દ્ર સરકારે આપ્યા આદેશ

|

Dec 23, 2021 | 4:42 PM

આગામી વર્ષે જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, તેના માટે પણ ખાસ નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકારે એવા રાજ્યોમાં વેક્સિનેશન અભિયાનમાં ઝડપ લાવવા માટે કહ્યું છે, જેથી વધારેમાં વધારે લોકોને ઓમિક્રોનથી સુરક્ષિત કરવામાં આવી શકે.

Omicron: કોરોનાના નવા વેરિએન્ટને લઈ સર્તક રહે રાજ્યો, નવા કેસ પર રાખે નજર, કેન્દ્ર સરકારે આપ્યા આદેશ
File Image

Follow us on

કોરોનાના ઓમિક્રોન (Omicron) વેરિએન્ટને લઈ બોલાવવામાં આવેલી સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સર્તક રહેવા માટે કહ્યું છે. તેની સાથે જ નવા કેસો પર નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ જરૂરી સાવધાની રાખવા માટે કહ્યું છે. તે સિવાય રાજ્યોને વેક્સિનેશન અભિયાન પર ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

કેન્દ્રએ રાજ્યોને સલાહ આપી છે કે તેઓ વહેલામાં વહેલી તકે ચૂકી ગયેલા પ્રથમ અને બીજા ડોઝના પાત્ર લાભાર્થીઓનું 100 ટકા કવરેજ સુનિશ્ચિત કરે અને રસીકરણ કવરેજ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછું હોય તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડોર-ટુ-ડોર રસીકરણ ઝુંબેશને મજબૂત કરે.

 

 

આગામી વર્ષે જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, તેના માટે પણ ખાસ નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકારે એવા રાજ્યોમાં વેક્સિનેશન અભિયાનમાં ઝડપ લાવવા માટે કહ્યું છે, જેથી વધારેમાં વધારે લોકોને ઓમિક્રોનથી સુરક્ષિત કરવામાં આવી શકે.

 

16 રાજ્યમાં 248 કેસ નોંધાયા

દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી 16થી વધારે રાજ્યોમાં આ વાઈરસ સરકાર માટે ટેન્શન બની ચૂક્યો છે. આજ કારણ છે કે હવે સરકાર પણ આ મામલે કોઈ રિસ્ક નથી લેવા ઈચ્છતી અને દરેક પ્રકારે તૈયાર રહેવા ઈચ્છે છે. આંકડાની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધી 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિએન્ટના 248 કેસ નોંધવામાં આવ્યા છે અને સંક્રમિત લોકોમાંથી 90થી વધારે સાજા થઈ ગયા છે અથવા તો બીજી જગ્યાએ ગયા છે. એ માંગ પણ ઉઠી રહી છે કે સરકાર રસીકરણ કરાવી ચૂકેલા લોકોને રસીનો બૂસ્ટર ડોઝ આપવાની પરવાનગી આપે. જેવું ઘણા દેશો દ્વારા કરવામાં આવ્યું છે.

 

 

દિલ્હી સરકારે પણ કરી મહત્વની બેઠક

આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને સર્તક કરતા કહ્યું હતું કે ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટાથી 3 ગણો વધારે સંક્રમિત છે. ત્યારે તમામ રાજ્યોને વધુ સાવધાની રાખવી પડશે. ત્યારે બીજી તરફ દિલ્હી સરકારે ગુરૂવારે કોવિડ 19ની સ્થિત પર બેઠકમાં સંભવિત ત્રીજી લહેરના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.

 

 

સુત્રોએ જણાવ્યું કે બેઠકમાં હોમ આઈસોલેશનને લઈ સરકારી સિસ્ટમને મજબૂત કરવા અને 24 કલાકથી ઓછા સમયમાં કોવિડ રિપોર્ટ આપવા જેવા મુદ્દા સામેલ રહ્યા. તે સિવાય 15,000થી 16,000 મેડિકલ સ્ટાફને દરેક તાત્કાલિક સ્થિતિમાં તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તમામ સંક્રમિત કેસોના જીનોમ સિક્વન્સિંગ કરવાની વાત પણ મીટિંગમાં કહેવામાં આવી.

 

આ પણ વાંચો: ઓફલાઇન શિક્ષણ અંગે મંત્રી જીતુ વાઘાણીની સાફ વાત, વાલીઓના સંમતિપત્ર ફરીથી લેવાશે

 

આ પણ વાંચો: surat : હજીરામાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો

Next Article