ઓફલાઇન શિક્ષણ અંગે મંત્રી જીતુ વાઘાણીની સાફ વાત, વાલીઓના સંમતિપત્ર ફરીથી લેવાશે

ઓફલાઇન શિક્ષણ અંગે મંત્રી જીતુ વાઘાણીની સાફ વાત, વાલીઓના સંમતિપત્ર ફરીથી લેવાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 4:42 PM

દરેક શાળાઓએ કોરોના ગાઈડ લાઇનનું પાલન કરાવવાનું રહેશે. તેમજ અમારો વિભાગ સતત આરોગ્ય વિભાગ સાથે સંપર્કમાં છે. આ ઉપરાંત જે લોકોને ઓફલાઇન ભણવું છે તેમની માટે વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.

ગુજરાતમાં(Gujarat)  કોરોના(Corona)  અને તેના નવા વેરીએન્ટ ઓમીક્રોનના(Omicron) કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમજ અત્યાર સુધી 35 વધુ  વિદ્યાર્થીઓને  (Student)  કોરોનાનું સંક્રમણ પણ લાગ્યું છે. જો કે તેમ છતાં રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘણીએ(Jitu Vaghani)  ઓફ લાઇન શિક્ષણ બંધ કરવાનો ઇનકાર કર્યો છે. તેમજ કહ્યું છે કે વિધાર્થીઓ પાસે ઓનલાઈનનો વિકલ્પ છે. તેમજ વાલીઓ પાસેથી ફરીથી સંમતિપત્ર લેવામાં આવશે .

આ ઉપરાંત દરેક શાળાઓએ કોરોના ગાઈડ લાઇનનું પાલન કરાવવાનું રહેશે. તેમજ અમારો વિભાગ સતત આરોગ્ય વિભાગ સાથે સંપર્કમાં છે. આ ઉપરાંત જે લોકોને ઓફલાઇન ભણવું છે તેમની માટે વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં ડીઇઓ કક્ષાએ તેની સમીક્ષા કરવામાં આવશે. તેમજ દરેક પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઓમિક્રોનનો વિસ્ફોટ થયો છે. ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના નવ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં (Ahmedabad) પાંચ કેસ જ્યારે આણંદ અને મહેસાણામાં બે-બે કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનના કુલ 23 કેસ થઇ ગયા છે. જેમાં અમદાવાદમાં 7 કેસ, વડોદરા 3 કેસ, જામનગરમાં 3 કેસ, આણંદમાં 3 કેસ, મહેસાણામાં 3 કેસ અને સુરતમાં 2 કેસ સામે આવ્યા છે. જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો છે.

તો રાજ્યમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં એક જ દિવસમાં પાંચ કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ મહિલા અને એક બાળકી અને એક પુરુષ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.

આ પણ વાંચો : Ahmedabad : 31 ડિસેમ્બર નજીક આવતા જ નશાખોરો સક્રિય, ખાખીની આડમાં દારૂની હેરાફેરી !!!!

આ પણ વાંચો :Ahmedabad: રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટના અમલ અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું

Published on: Dec 23, 2021 04:33 PM
g clip-path="url(#clip0_868_265)">