કોરોનાના કેસ વઘતા ગુજરાત સહીત આઠ રાજ્યોને કડક પગલાં ભરવા કેન્દ્રની તાકીદ

કોરોનાના કેસ વઘતા ગુજરાત સહીત આઠ રાજ્યોને કડક પગલાં ભરવા કેન્દ્રની તાકીદ
Centre's instruction to increase corona testing

કેન્દ્રની આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,154 નવા કોવિડ કેસ નોંધાયા છે. ગુરુવારે, ભારતમાં ઓમિક્રોનના કેસ વધીને 961 થઈ ગયા.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Dec 30, 2021 | 3:47 PM

કોરોનાના કેસોમાં (corona case) અચાનક વધારો થયા બાદ કેન્દ્ર સરકારે (Central Government) 8 રાજ્યોને વિશેષ સૂચનાઓ આપી છે. કેન્દ્રએ સ્પષ્ટપણે આ રાજ્યોને કોરોનાના ફેલાવાને રોકવા માટે ‘કડક પગલાં લેવા’ કહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ (Union Health Secretary)રાજેશ ભૂષણે ગુરુવારે દિલ્હી, હરિયાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ઝારખંડને પત્ર લખ્યો છે. તેમણે આ રાજ્યોને COVID19 પરીક્ષણ (COVID19 test) વધારવા, હોસ્પિટલ સ્તરની સજ્જતાને મજબૂત કરવા, રસીકરણની ઝડપ વધારવા અને કવરેજ વધારવાની સલાહ આપી છે.

કેન્દ્રની આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,154 નવા કોવિડ કેસ નોંધાયા છે. ગુરુવારે, ભારતમાં ઓમિક્રોનના (Omicron) કેસ વધીને 961 થઈ ગયા. દેશમાં સાપ્તાહિક હકારાત્મકતા દર 0.76 ટકા છે, જે છેલ્લા 46 દિવસથી 1 ટકાથી ઓછો છે. દૈનિક પોઝીટીવ કેસનો દર 1.10 ટકા છે. જે છેલ્લા 87 દિવસથી 2 ટકાથી ઓછો છે.

કયા કયા રાજ્યોને કરાઈ તાકીદ

કોરોનાના કેસ વધતા, જે રાજ્યોમાં વધુ કેસ આવી રહ્યાં છે તે રાજ્યોને કેન્દ્ર સરકારે વધુ કડક પગલાં ભરવા તાકીદ કરી છે. કેન્દ્ર સરકારે ગુજરાત ઉપરાંત દિલ્લી, હરિયાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઝારખંડને તાકીદ કરી છે.

કેવા પગલા ભરવા કરી છે તાકીદ

કેન્દ્રના આરોગ્ય સચિવ રાજીવ ભૂષણે, ગુજરાત સહીત આઠ રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી આરોગ્યલક્ષી કેટલાક પગલાં ભરવા તાકીદ કરી છે. જેમાં જ્યા વધુ કોરોનાના કેસ આવી રહ્યાં હોય ત્યાં કોરોનાનુ પરિક્ષણ વધારવા કહ્યુ છે. હોસ્પિટલોમાં કોરોનાને લઈને વઘુ સજ્જતા દાખવવા પણ કહ્યુ છે. કોરોના સામે રક્ષણ આપતી રસીમાં વધુ ઝડપ લાવવા અને જ્યા બીજા ડોઝની સંખ્યા ઓછી હોય ત્યાં આયોજન કરીને બીજો ડોઝ આપી દેવા પણ જણાવ્યુ છે.

આ શહેરોમાં કેસ વધ્યા

દિલ્હી અને મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે, જ્યારે દિલ્લીના ગુરુગ્રામ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. 24 કલાકના ગાળામાં, મુંબઈમાં બુધવારે કોવિડના નવા 2,510 કેસ નોંધાયા હતા. જે પાછલા દિવસની સરખામણીમાં 8 2% વધુ હતા. જ્યારે, દિલ્હીમાં બુધવારે કોરોના વાયરસના 923 કેસ નોંધાયા જે મંગળવાર કરતાં 86 ટકા વધુ કેસો હતા.

આ પણ વાંચોઃ

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા ગુજરાત સજ્જ, જાણો કેવી છે તૈયારીઓ?

આ પણ વાંચોઃ

‘ઓમિક્રોન સામેના યુદ્ધમાં રસી એક મોટું હથિયાર એટલે જલદી લો રસી’ WHO વૈજ્ઞાનિક સૌમ્યાએ આપ્યા આ સૂચનો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati