AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: નોકરી ગુમાવનારાઓ માટે ખુશીના સમાચાર, 2022 સુધી મળશે PFના પૈસા

નોકરી ગુમાવનારા લોકોના પીએફ ખાતામાં કર્મચારીનો હિસ્સો કેન્દ્ર સરકાર ફાળવશે એટલું જ નહીં, એમ્પ્લોયર કંપની તરફથી અપાતો હિસ્સો પણ કેન્દ્ર સરકાર દ્વારા જ ભરવામાં આવશે.

Good News: નોકરી ગુમાવનારાઓ માટે ખુશીના સમાચાર, 2022 સુધી મળશે PFના પૈસા
નાણામંત્રી નિર્મલા સીતારમણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 11:08 PM
Share

કોરોના મહામારી (Corona Virus)ને કારણે નોકરી ગુમાવનારાઓ માટે કેન્દ્ર સરકારે રાહતના સમાચાર આપ્યા છે. લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવનારા લોકોને પણ સરકાર વર્ષ 2022 સુધી PFમાંથી નાણાં આપશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જણાવ્યું હતું કે સરકાર કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવનારા તમામ લોકોના EPFO ​​ખાતામાં 2022 સુધી પીએફ શેર જમા કરશે.

નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે એ તમામ લોકોને આ સુવિધાનો લાભ મળશે, જેઓ EPFO​​માં નોંધાયેલા હશે. નોકરી ગુમાવનારા લોકોના પીએફ ખાતામાં કેન્દ્ર સરકાર કર્મચારીનો હિસ્સો ફાળવશે એટલું જ નહીં,  એમ્પ્લોયર કંપની તરફથી આપવામાં આવતો હિસ્સો પણ કેન્દ્ર સરકાર દ્વારા જ આપવામાં આવશે.

આ 2 વસ્તુઓ મહત્વની છે

વર્ષ 2022 સુધી પીએફના યોગદાન માટે 2 વસ્તુઓ જરૂરી રહેશે. પ્રથમ યુનિટનું EPFOમાં રજીસ્ટ્રેશન થયેલુ હોવું જોઈએ અને કર્મચારીનું ફરીથી કોઈ સંગઠિત ક્ષેત્રમાં કોઈપણ કામમાં જોડાવું. આ સંદર્ભે નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા 2022 સુધીમાં એમ્પ્લોયર તેમજ કર્મચારીનો પીએફ હિસ્સો તે તમામ લોકો માટે ચૂકવવામાં આવશે, જેમણે નોકરી ગુમાવી હતી પરંતુ બાદમાં તેમને નાનાપાયે પણ ઔપચારિક ક્ષેત્રની નોકરીઓમાં ફરીથી કામ કરવા માટે બોલાવવામાં આવ્યા હોવા જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ યુનિટોની EPFO​​માં નોંધણી થયેલી હશે તો જ આ લાભ મળી શક્શે.

સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ આ જાહેરાત કરવામાં આવી હતી

કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY Scheme) હેઠળ કર્મચારીઓને 30 જૂન 2021 સુધી પીએફ યોગદાન ચૂકવવાની જાહેરાત કરી હતી. 30 જૂને તેની મર્યાદા સમાપ્ત થવાના એક દિવસ પહેલા 29 જૂને સરકારે આ યોજના (Aatmanirbhar Bharat Rozgar Yojana Deadline)ની સમયમર્યાદા 30 જૂનથી વધારીને આવતા વર્ષ સુધી એટલે કે માર્ચ 2022 કરી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્ર સરકાર વતી આ જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના રોજગાર ધરાવતા લોકો માટે છે, પરંતુ આજે 21 ઓગસ્ટના રોજ નાણામંત્રીએ કહ્યું છે કે જે લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે, પરંતુ કામ પર પાછા ફર્યા છે, તે લોકોને પણ આ યોજના હેઠળ સમાવવામાં આવશે.

ડિસેમ્બર 2020માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી

સાથે જ તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કેબિનેટે ગત વર્ષે ડિસેમ્બરમાં ABRY યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ કર્મચારીઓના ફરજિયાત પ્રોવિડન્ટ ફંડ યોગદાન ચૂકવવા ઉપરાંત, સરકાર બે વર્ષ માટે નવી નિમણૂકો પર એમ્પ્લોયરનું યોગદાન પણ ચૂકવશે. કેન્દ્રીય મંત્રાલય કોરોના મહામારી વચ્ચે દેશમાં નવી નિમણૂકોને પ્રોત્સાહિત કરવા માટે આ યોજનાની સમયમર્યાદા વધારવાની તૈયારી કરી રહ્યું હતું અને અંતે તેની વિચાર પર અમલ કરવામાં આવ્યો.

આ પણ વાંચો : હવે આ બેંન્ક આપશે અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા, જેટલી વખત તમે ઇચ્છો તેટલી વખત ઉપાડો પૈસા

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">