કેન્દ્ર સરકારની રાજ્યોને ચેતવણી, 15 ઓગસ્ટે મોટા મેળાવડા ટાળો, કોરોના નિયમોનું પાલન કરો

|

Aug 12, 2022 | 3:57 PM

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ (Corona Cases) 16,561 કેસ નોંધાયા છે. શુક્રવારે સવારે અપડેટ થયેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 18,053 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. હવે દેશમાં સક્રિય કેસ ઘટીને 1,23,535 થઈ ગયા છે.

કેન્દ્ર સરકારની રાજ્યોને ચેતવણી, 15 ઓગસ્ટે મોટા મેળાવડા ટાળો, કોરોના નિયમોનું પાલન કરો
Corona Cases In India

Follow us on

દેશમાં દરરોજ સરેરાશ 15,000 થી વધુ કોરોનાના કેસ (Corona Cases) નોંધાય છે. કેન્દ્રએ રાજ્યોને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે સ્વતંત્રતા દિવસની (Independence Day) ઉજવણી માટે કોઈ મોટા મેળાવડા ન થાય અને દરેક જણ COVID-19 માર્ગદર્શિકાનું પાલન કરે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પખવાડિયા અને એક મહિના સુધી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના દરેક જિલ્લામાં અગ્રણી સ્થાનો પર સ્વચ્છ ભારત અભિયાન ચલાવવા અને સ્વૈચ્છિક નાગરિકોની ભાગીદારી દ્વારા સ્વચ્છ રાખવા જણાવ્યું છે. મંત્રાલયે કહ્યું કે કોવિડ-19 સામે સાવચેતીના પગલા તરીકે, સમારોહમાં મોટા મેળાવડા ટાળવા જોઈએ. મહત્વપૂર્ણ છે કે કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 16,561 કેસ નોંધાયા છે. શુક્રવારે સવારે અપડેટ થયેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 18,053 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. હવે દેશમાં સક્રિય કેસ ઘટીને 1,23,535 થઈ ગયા છે. નવા કેસ સહિત દેશમાં અત્યાર સુધીમાં  કુલ 4,42,23,557 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 49 લોકોના મોત સાથે કોવિડ-19 નો કુલ મૃત્યુઆંક વધીને 5,26,928 થયો છે.

છેલ્લા 24 કલાકમાં કેરળમાં સૌથી વધુ 10 મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,561 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ચેપ દર વધીને 5.44 ટકા થઈ ગયો. સક્રિય કેસોની વર્તમાન સંખ્યા કુલ કોવિડ સંક્રમિતના 0.28 ટકા છે. જ્યારે કોવિડમાંથી સાજા થનારા લોકોની ટકાવારી 98.53 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 1,541નો ઘટાડો થયો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કોરોના રસીકરણ કેન્દ્રો પર બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ

Corbevax રસીનો બૂસ્ટર ડોઝ આજથી કોરોના રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. તેની ઉપલબ્ધતા કોવિન એપ પર ખાનગી અને સરકારી રસીકરણ કેન્દ્રો પર પણ જોઈ શકાશે. રસી ઉત્પાદક બાયોલોજિકલ ઇ લિમિટેડે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને રસીના 10 કરોડ ડોઝ સપ્લાય કરવામાં આવ્યા છે. Corbevax ને 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે કોરોના બૂસ્ટર શૉટ તરીકે મંજૂરી આપવામાં આવી છે. એટલે કે કોર્બેવેક્સનો બૂસ્ટર એવા લોકોને ત્રીજા ડોઝ તરીકે આપી શકાય જેમણે અગાઉ કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને ડોઝ લીધા છે. આરોગ્ય મંત્રાલયે પણ NEAGI ની ભલામણને પગલે Corbevax ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. ખાનગી કેન્દ્રો પર કોર્બેવેક્સના એક ડોઝની કિંમત રૂ. 250 છે.

Published On - 3:57 pm, Fri, 12 August 22

Next Article